તા. ૨૨.૬.૨૦૨૫, રવિવાર ,સંવંત ૨૦૮૧, જેઠ વદ બારસ, ભરણી નક્ષત્ર, સુકર્મા યોગ, કૌલવ કરણ આજે રાત્રે ૧૧.૦૩ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ) ત્યારબાદ વૃષભ (બ,વ,ઉ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,આગળ વધવાની તક મળે,કેટલીક સુંદર પ્રતિભા તમે કેળવી શકો.
વૃષભ (બ,વ,ઉ) : આવક જાવક નો હિસાબ રાખવો પડે,ખર્ચ પર અંકુશ રાખવો,થોડું ગણતરીપૂર્વક ચાલવું પડશે.
મિથુન (ક,છ,ઘ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,યાર દોસ્તની સહાય મળી રહે, કાર્ય પૂર્ણ થાય, પ્રગતિકારક દીવસ રહે.
કર્ક (ડ,હ) : નોકરિયાતવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,વેપારીવર્ગને થોડી ઉઠાપટક રહેવા સંભવ છે.
સિંહ (મ,ટ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો જરૂરી બને છે .
કન્યા (પ,ઠ,ણ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.
તુલા (ર,ત) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, તમારા અભિપ્રાયની ગણના થાય .
વૃશ્ચિક (ન,ય) : તબિયતની કાળજી લેવી,જીવનમાં નિયમિતતાની જરૂર છે, ખાવાપીવામાં કાળજી લેવી પડે .
ધન (ધ,ભ,ફ,ઢ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્ત કરી શકો.
મકર (ખ,જ) : તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,વિચારોમાં હકારાત્મકતા આવે , દિવસ આનંદ માં વીતે.
કુંભ (ગ,સ,શ ) : નવા કાર્યમાં આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે, નવી પદ્ધતિથી કાર્ય કરી શકો .
મીન (દ,ચ,ઝ,થ) : તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો,દિવસ શુભ રહે,ભૂતકાળમાં થી પાઠ લેવો જરૂરી બને છે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
–પણ મંગળ કેતુના મઘા નક્ષત્રમાં થી પસાર થઇ રહ્યા છે
અગાઉ અત્રે લખ્યા મુજબ સાયબર ફ્રોડના ગુન્હા વધ્યા છે તો બહુ મોટા પાયે વ્યક્તિગત પાસવર્ડ અને ડેટા લીક થયાના સમાચાર પણ આવે છે જે વિષે હું અત્રે લખી ચુક્યો છું વળી પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરની ટ્રમ્પ સાથે મુલાકાત વખતે પણ અત્રે લખેલું કે આ મુલાકાતને હળવાશથી લઇ શકાય નહિ તે મુજબ ઈરાન બાબતે પાકના સુર બદલ્યા છે અને હવે જયારે સેનાપતિ મંગળ સિંહ રાશિમાં કેતુ સાથે પસાર થઇ રહ્યા છે અને એમાં પણ મંગળ કેતુના મઘા નક્ષત્રમાં થી પસાર થઇ રહ્યા છે જે ઈરાન ઇઝરાયેલ યુદ્ધને આ દિવસોમાં નિર્ણાયક બનાવે છે અને જૂન અંત સુધી મંગળ મઘા નક્ષત્રમાં રહેનાર છે એ સમય આ યુદ્ધ માટે અતિભારે ગણી શકાય જેમાં બીજા અનેક દેશ ઝંપલાવતા જોવા મળે અને બહુ જલ્દી કોઈ સમાધાન કે હલ નીકળતો જોવા ના મળે જેમાં પાકિસ્તાન સંદિગ્ધ ભૂમિકા નિભાવતું જોવા મળશે વળી અગાઉ લખ્યા મુજબ સેનાપતિ મંગળ રાજા સૂર્યના ઘરમાં છે અને સિંહાસન પર તેની નજર છે જે પાકિસ્તાનની હાલની સ્થિતિને બરાબર લાગુ પડે છે આ સિવાય અન્ય કેટલાક દેશમાં પણ સેનાપતિ પોતાનું વર્ચસ્વ જમાવવા પ્રયત્ન કરે જેનો ભોગ દિગ્ગજ અને ઉચ્ચ પદે બિરાજમાન લોકો બને. ઈરાન ઇઝરાયેલ યુદ્ધમાં ઇઝરાયેલ પણ ઝખ્મી થાય છે કેમ કે જે દશામાં યુદ્ધ શરુ થયું તે બંનેમાંથી કોઈ માટે શુભ નથી તેથી બંનેનો ખુવારી અંક મોટો હશે અને ઘાતક હથિયારોનો વિપુલ માત્રામાં પ્રયોગ પણ જોવા મળશે અને આગામી દિવસો અનેક બાબત માટે નિર્ણાયક સાબિત થશે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨