Abtak Media Google News

ગુજરાતમાં રાજકીય રીતે સતત સંઘર્ષમય સ્થિતિનો સામનો કરી રહેલ વિપક્ષ કોંગ્રેસમાં નાણાંની ખેંચથી અનેક નેતાઓ “વંડી” પર

નાણા વગરનો નાથિયો અને નાણે નાથાલાલ….. કહેવતમાં રૂપિયાની બોલબાલા કેવા ચમત્કાર સર્જે છે તેનો તાગ આપવામાં આવ્યો છે અત્યારે દેશના રાજકારણમાં કોંગ્રેસની સતત માઠી પનોતી ચાલતી હોય તેમ રાજકીય રીતે સતત રકાશ સહન કરી રહેલી કોંગ્રેસને હવે આર્થિક નાણા ભીડ પણ નળી રહી હોય તેમ યોગ્ય ભંડોળ અને આર્થિક રીતે મુશ્કેલી નો સામનો કરનાર કોંગ્રેસમાંથી ધારાસભ્યો પક્ષ છોડવાની તૈયારીઓ કરી રહ્યા છે

આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા નાણા ભીડનો સામનો કરી રહેલ કોંગ્રેસ , ગુજરાતમાં આમ પણ વિપક્ષ તરીકે સંઘર્ષ સમય સ્થિતિમાંથી પસાર થઈ રહી છે ત્યારે રાજકીય રીતે ઘસાઈ રહેલી કોંગ્રેસને પડિયા પર પાટુ લાગવાનું હોય તેમ આર્થિક કટોકટી પણ પડકારરૂપ પરિસ્થિતિ ઉભી કરી રહી છે સૌરાષ્ટ્રના છ જેટલા ધારાસભ્યો ટૂંક સમયમા માતૃપક્ષને અલવિદા કરે તેવી શક્યતાઓ ઊભી થઈ છે, કોંગ્રેસની ડૂબતી નવમાથી ધારાસભ્યોની સાથે સાથે તેમના ટેકેદારો પણ કેસરિયા કરે તેવું દેખાઈ રહ્યું છેગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ( ૠઙઈઈ ) ના ભૂતપૂર્વ પ્રમુખે જણાવ્યું હતું કે કેટલાક  ધારાસભ્યોએ ચૂંટણી ફંડની માંગણી કરી છે. તેમણે કહ્યું કે, “હાલમાં કોંગ્રેસ તેમની માંગ પૂરી કરી શકે તેવી સ્થિતિમાં નથી અને હવેતેથી તેઓ પાર્ટી છોડવાની તૈયારીમાં છે.”સૂત્રોએ જણાવ્યું હતું કે આર્થિક કટોકટી ના પગલે પક્ષને અલવિદા કરવા ની તૈયારી કરી રહેલા ધારાસભ્યોમાં ભાવેશ કટારા, ચિરાગ કલગરિયા, લલિત વસોયા, સંજય સોલંકી , મહેશ પટેલ અને હર્ષદ રિબડિયા પહેલેથી જ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મળી ચૂક્યા છે અને ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે .

છમાંથી ચાર ધારાસભ્યો પાટીદાર હોવાને કારણે કોંગ્રેસનો ત્યાગ પક્ષને સારું એવું નુકસાન કરશે તેમાં બે મત નથી,કોંગ્રેસ માટે વંડી પર બેઠેલા આગેવાનોમાંહાર્દિક પટેલના ભૂતપૂર્વ નજીકના સાથી લલિત વસોયા, પાટીદાર આંદોલન દ્વારા પ્રસિદ્ધિ થયા હતા અને તેઓ કોંગ્રેસના સૌથી વધુ અવાજ ઉઠાવનારા અને આક્રમક ધારાસભ્યો પૈકીના એક છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકીય સામાજિક પ્રભુત્વ ધરાવે છે

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ભંડોળની તંગી પાર્ટીને વિવિધ સ્તરે સખત અસર કરી રહી છે. “50,000 થી વધુ મતદાન મથકોમાં, જો અમે ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખવા માટે મતદાનના દિવસે 5,000 રૂપિયા સાથે એક-એક એજન્ટને મુકીશું, તો તેમાંથી ઘણા 10,000 રૂપિયા માટે અન્ય એ કામ કરવા તૈયાર થઈ જશે અને વિરોધીઓનું કામ કરી પક્ષને નુકસાન કરી શકે છે. અન્ય વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. “આવું ન થાય તે માટે અમારી પાસે પૈસા નથી,”

દરમિયાન, અઈંઈઈ ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત આજે ગુજરાતમાં હછે તેમની સાથે પક્ષના આર્થિક પાશા અંગે પણ ચર્ચા થશે. ગેહલોત મંગળવારે સુરત અને રાજકોટ ખાતે પાર્ટીના દક્ષિણ અને સૌરાષ્ટ્ર ઝોનના નેતાઓને મળશે અને મધ્ય અને ઉત્તર ઝોનના નેતાઓ સાથે બેઠક કરશે.બુધવારે વડોદરા અને અમદાવાદના આગેવાનો સાથે ચર્ચા કરશે દરમિયાન કોંગ્રેસના છ ધારાસભ્યો અને કેટલાક નેતાઓ પાર્ટીમાં ભંડોળના અભાવે મંડી પર બેઠા હોવાની પરિસ્થિતિ એ હાઇ કમાન્ડને ચિંતામાં મૂકી દીધા છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વખતે કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી. બહુજન સમાજ પાર્ટી પણ તમામ બેઠકો પર ચૂંટણી લડવા માટે જાહેરાત કરી ચૂકી છે ત્યારે એક તરફ અલગ અલગ વિચારધારા વાળા તમામ રાજકીય પક્ષો અને એક તરફ ભાજપ જેવો રાજકીય સમીકરણો રચાઈ રહી છે તેવા સંજોગોમાં ભાજપના વિકલ્પ માટે કોંગ્રેસ પર નજર માંડવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો જ જો ચૂંટણી ભંડોળના પોતાનો માતૃ પક્ષ છોડવા માટે તૈયાર થઈ ગયા હોય તો કોંગ્રેસ મોવડી મંડળ માટે અત્યારથી જ આંતરિક પડકારો જેવું ચિત્ર ઊભું થયું છે એક તરફ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ ગુજરાત ઉપર પૂરેપૂરું ધ્યાન આપવાની રણનીતિ તૈયાર કરી ચૂક્યું છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ અત્યારથી જ વિપક્ષની ભૂમિકા માં પણ ન રહે તેવા સંજોગો ઊભા થયા છે ભાજપના વિકાસવાદ સામે રાજકીય રીતે બરાબરની ટક્કર આપવા માટે કોંગ્રેસને વધુ મજબૂત બનવાની જરૂર છે તેવા સંજોગોમાં જ ભાવેશ કટારા ચિરાગ કલ્યાણી લલિત વસોયા સંજય સોલંકી મહેશ પટેલ અને હર્ષદભાઈ રીબડીયા પક્ષ છોડવાની તૈયારી કરી રહ્યા છે તે કોંગ્રેસ માટે ચૂંટણી સમયે મરણતોલ ફટકો પડે તો નવાઈ નહીં

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.