Abtak Media Google News

સાગર સંઘાણી

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ગઈકાલે એસટી બસની ઘોર બેદરકારી સામે આવી હતી જેમાં ચાલુ એસટી બસનો પાછળનો કાચ તૂટી જતાં બે વિદ્યાર્થી રસ્તા પર પટકાયા હતા અને વિદ્યાર્થીનો ચમત્કારિક બચાવ થયો હતો ત્યારે આ મામલે બસના ડ્રાઇવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

https://www.instagram.com/reel/CrP_UWLu_Of/?utm_source=ig_web_copy_link

ધ્રોલની છે જ્યાં એસટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં ધ્રોલ જોડિયા જામનગર રૂટની બસમાંથી બે વિધાર્થી એસટી બસમાંથી નીચે ખાબક્યા હતા. જોડિયાથી જામનગર આવી રહેલી એસટી બસ આજે ગુલાબનગર પાસે પહોંચતાં સ્પીડબ્રેકર પાસે ડ્રાઈવરે બ્રેક મારી હતી. ત્યારે અચાનક પાછળના ભાગના કાચ તૂટી પડતાં પાછળ બેસેલા બે વિદ્યાર્થી નીચે પટકાયા હતા અને તેમને સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ આ રૂટ પર મુસાફરોનો ટ્રાફિક વધારે થતો હોવાથી એક્સ્ટ્રા બસની વ્યવસ્થા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવી છે.

અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં જોઈ શકાય છે કે કાચ તૂટી પડતાંની જાણ થતા ડ્રાઈવરે બસનો ઊભી રાખી દીધી હતી. આસપાસથી પસાર થતા વાહનચાલકો પણ રોકાઈ ગયા હતા. સદનસીબે પાછળથી કોઈ વાહન આવતું ન હોવાના કારણે બંને વિદ્યાર્થીનો બચાવ થયો હતો. ત્યારેઅકસ્માતમાં સ્પીડબ્રેકર આવતું હોવા છતા ડ્રાઈવરે બસની સ્પીડ ધીમી ન કરતા એસટી વિભાગ દ્વારા ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.