૩૧મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે રાજકોટ એઇમ્સનું ઇ- ખાતમુહૂર્ત

એઇમ્સના ખાતમુહૂર્ત માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ: સીએમ- ડે. સીએમ માટે હેલિપેડ ‘સજ્જ’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી ૩૧મી ડિસેમ્બરના રોજ એઇમ્સના વર્ચ્યુઅલ ખાતમુહૂર્તનો કાર્યક્રમ ફાઇનલ થઈ ગયો છે. જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વધુમાં  ત્યાં બાય રોડ જવાની સારી સુવિધા ન હોવાથી સી.એમ.અને ડે. સીએમ માટે હેલિપેડ પણ સજ્જ કરવામાં આવ્યું છે.

એઇમ્સના ડે. ડાયરેક્ટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું કે ૩૧મી ડિસેમ્બરના રોડ ઙખ મોદીના હસ્તે એઇમ્સનું ખાતમુહૂર્ત કરાશે. ખાતમુહૂર્તને લઇને ડોમની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. રાજકોટમાં ૨૦૦ એકરમાં ૧૭ જેટલા બિલ્ડિંગો બનાવવામાં આવશે. એઇમ્સ તરફ જવાના બિસ્માર માર્ગો નવા બનાવવામાં આવી રહ્યા છે. ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, બધા ધારાસભ્યો તથા ઉચ્ચ અધિકારીઓ સાઇટ પર હાજર રહેશે.

અગાઉ જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયા સહિતના મહાનુભાવોએ સભાસ્થળ, ખાતમૂહર્ત સ્થળ અને સંભવિત હેલીપેડના સ્થળોની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં આવનારા આમંત્રિતો, સામાન્ય નાગરિકો તથા અધિકારીઓ માટેના રૃટની વ્યવસ્થા, મેઈનરોડથી સભાસ્થળ સુધીના રૃટના આયોજન, કોરોના સંબંધી સરકારી માર્ગર્દિશકાનું પાલન, વીજળી પુરવઠો, પીવાનું પાણી વગેરે મુદ્દે આયોજન કરવા મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.