ઝાઝા હાથ રળિયામણા, આ પવિત્ર કાર્યમાં આપ સૌના સાથ-સહકારની છે જરૂર

ધરતી એ માં છે, ચાલો વૃક્ષો વાવી માતાને હરિયાળી ચૂંદડી ઓઢાડી ઋણ અદા કરીએ

 

આજે વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગનું vadhtu પ્રમાણ જોવા મળે છે. આ ગ્લોબલ વોર્મિંગ પાછળનું મહત્વું કારણ છે, વૃક્ષો અથવા જંગલના પ્રમાણમાં ઘટાડો થવો. ભારતીય વન-નીતિ મુજબ કુલ જમીનના 33% વિસ્તારમાં વૃક્ષો હોવા જોઈએ. પરંતુ ગુજરાતમાં કુલ વિસ્તારના 10% જ જંગલો છે. જંગલો વધારવા માટે સરકાર પાસે હવે જમીન નથી. પરંતુ 90% લોકો જ્યાં રહે છે, ત્યાં લોકો પોતાની રીતે વૃક્ષો વાવતા થાય તો આપણે આ સમસ્યાનો સામનો કરી શકીયે.


વૃક્ષો વાવી એને ઉછેરવા સુધીના અભિયાનો ચલાવતા વી. ડી. બાલા(નિવૃત્ત રેન્જ ફોરેસ્ટ ઓફિસર)સાહેબનું કામ બિરદાવા લાયક છે. 2005 તે જયારે હિંગોળગઢ અભયારણ્યમાં સર્વિસ કરતા, ત્યાં હિંગોળગઢ અભયારણ્યની આજુબાજુના 10 ગામમાં બાલા સાહેબ તરફથી વિદ્યાર્થીઓને વિનામુલ્યે વૃક્ષારોપણ માટે લીંબુ, જામફળ, સીતાફળ, આંબળા, દાડમ, બોરસલી, બિલી, રાવણા, પીપળ, ઉમરા, વાંસ, નિલગિરી, આસોપાલવ, દેશી આંબા, કરંજ, મીઠી આંબલી, શેતુર વગેરેના રોપા આપેલા અને એવું આયોજન કરવામાં આવ્યું હતું કે, હર એક વિદ્યાર્થી એક વૃક્ષ વાવે અને તેની પુરી સાર-સંભાળ લે.

વી. ડી. બાલા સાહેબના આ મિસનને પછીના વર્ષોમાં રોપા-વિતરણમાં ગામોનો વધારો થતો ગયો. વર્ષ 2015 થી 100 ગામમાં, ગામ દીઠ 1000 રોપા ચોમાસાની ઋતુમાં વિનામુલ્યે આપે છે. મોટાભાગે આ કામગીરીમાં જે પણ ખર્ચો થાય એ બાલા સાહેબ પોતાનો હોય છે. આવતા વર્ષોમાં 200 ગામમાં, ગામ દીઠ 1000 રોપાઓ વિનામુલ્યે પહોંચાડવાની નેમ છે, આ સાથે ચોમાસામાં સૌરાષ્ટ્રના 50 તાલુકાઓ અને જિલ્લા મથકે 2013થી કલમી રોપાઓનું રાહતદરે વિતરણ કરે છે. જેમાં આંબા, ચીકુ, બિજોરાં, લીંબુ, જામફળ, સિંગાપુર-ચેરી અને નાળિયેરીના રોપા મુખ્ય હોય છે. આ રોપાઓ ફળિયામાં કે પોતાની વાડીમાં અથવા પોતાની માલિકીની જમીનમાં વૃક્ષો વાવવામાં આવે અને તેને ઉછેરવામાં આવે તો તે સૌથી સારી બાબત છે.


ઝાઝા હાથ રળિયામણાં એ કહેવત મુજબ, બાલા સાહેબના આ પવિત્ર કાર્યમાં આપ સૌના સાથ-સહકારની જરૂર છે. ગામડે એક રોપો પહોંચાડવાનો ખર્ચ 10 રૂપિયા આવે છે. બાલા સાહેબ દ્વારા જેટલી આર્થિક સેવા થતી હતી એટલી તેમને કરી. બાલા સાહેબએ પોતાના પુત્રના લગ્ન એક દમ સાદાઈથી કરી જે રૂપિયા બચ્યા તે બધા વૃક્ષારોપણના કાર્યમાં વાપર્યા. આવી રીતે 2005 થી 2020 સુધી અંદાજિત 5 લાખ રોપાનું વિતરણ કરેલું છે.

બાલા સાહેબની જાહેર જનતાને એક અપીલ છે કે, ચોમાસામાં તાલુકા મથકે રાહત દરે રોપા વિતરણ કરવા જવાનું હોય અને રોપા પહોંચાડવા વાહનભાડા માટે આર્થિક મદદની જરૂર છે. જો કોઈ આ વૃક્ષ વાવેતરના મહા યજ્ઞમાં સહયોગ આપવા માંગે તો આર્થિક સહાય માટે નીચે તેમની બેન્ક-ખાતાની માહિતી આપી છે, તેમાં તમે આર્થિક સહાય કરી શકો.

બેન્ક ની વિગત :

ખાતાનું નામ : નવરંગ નેચર નિધિ
A/c No. : 72630 10000 8749
બેન્ક : બેન્ક ઓફ બરોડા
શાખા : આજી, ભક્તિનગર-રાજકોટ
IFSC : BARB0DBAJIX (5th digit is ZERO)