Abtak Media Google News

ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે જો સ ચે તત્તા નહીં રાખવામાં આવે તો માઠા પરિણામો ભોગવવા તૈયાર રહેવું જ પડશે, અત્યાર સુધીની આ ચર્ચા હવે હકીકત બનીને સામે આવી રહી હોય તેમ બદલાયેલા વાતાવરણ અને ગ્લોબલ વોર્મિંગની અસરથી પરંપરાગત ઋતુચક્રમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે, છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસાના વરસાદમાં આવેલા અણધાર્યા ફેરફારો ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ થઇ રહ્યા છે દુનિયા આખીની પર્યાવરણ સાયકલ વધતા તાપમાનથી આડી અવડી થવા લાગી છે.

આખાત ના દેશોમાં વરસાદ, મુંબઈમાંકરાસાથે બરફ નો વરસાદ વિશ્વમાં સૌથી વધુ વરસાદ નો રેકોર્ડ ધરાવતા ચેરાપુંજીમાં વરસાદની ખેંચ, જેવા વિસ્મયજનક બદલાવો વાતાવરણમાં દેખાઈ રહ્યા છે, ગ્લોબલ વોર્મિંગની સૌથી વધુ અસર ઋતુચક્ર ના કારણે ચોમાસાના વરસાદ પર દેખાઈ રહી છે,શિયાળા ઉનાળા અને ચોમાસા ના પરંપરાગત માહોલના વાતાવરણમાં ધરમૂળથી ફેરફાર થઈ રહ્યા છે. શિયાળામાં જોઈએ એવી શરદી નો અભાવ ઉનાળામાં વરસાદ, ને ચોમાસામાં અનાવૃષ્ટિ ,અતિવૃષ્ટિ અને અનિયમિત વરસાદ ના વધતા જતા સંજોગો ને સ્વીકારી લઈને ખેતી સહિતની ઋતુ આધારિત પ્રવૃત્તિઓમાં પણ બદલાવ નો સમય આવી ગયો છે,

ગ્લોબલ વોર્મિંગ એ ઋતુચક્ર ને સંપૂર્ણપણે વિચલિત કરી દીધું છે અનેક એવા ફેરફારો થઈ રહ્યા છે જે લાંબા ગાળે નુકસાનકારક જ સાબિત થવાના છે, ચોમાસાની બદલાયેલી પેટન ના કારણે જૂનથી સપ્ટેમ્બર મહિનામાં વરસાદના આગમનથી લઈ અંતસુધીની આખી વ્યવસ્થા માં મોટો બદલાવ આવ્યો છે.

મે મહિનાનાઅંત સુધી માં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ થી લઈને હવે ઓક્ટોબર નવેમ્બર મહિના સુધી વાવાઝોડા અને લો પ્રેશર સિસ્ટમ ઊભી થતી અને વિખેરાઈ જતી હોવાના કારણે ખેતી તો ઠીક જીવનધોરણ અને અર્થતંત્રને પણ મોટું નુકસાન સહન કરવું પડે છે, ચોમાસાની બદલાયેલી પેટર્ન થી પરંપરાગત ખેતીમાં હવે પાક પસંદગીથી લઈને વાવણી પાકની લણણીના સમયમાં પણ ફેરફાર કરવો પડશે, ગ્લોબલ વોર્મિંગની પર્યાવરણ પર ખરાબ અસર પડશે તેવી વાત હવે જૂની થઈ ગઈ ગણી લેવી જોઈએ ,ગ્લોબલ વોર્મિંગની અસર ના માઠા પરિણામો સામે આવી જ ગયા છે.

વરસાદના બદલાયેલા મિજાજ ને ગ્લોબલ વોર્મિંગની દેન જ ગણવી જોઈએ હજુ મોડું થયું નથી માનવજાત અને સમગ્ર વિશ્વ એ ગ્લોબલ વોર્મિંગ ને વધુ ઘાતક બનતા અટકાવવા માટે આજથી જ સાવચેતીના પગલાં લેવાનું શરૂ કરવું જોઈએ નહીંતર આવનાર દિવસોમાં ચોમાસા શિયાળા અને ઉનાળા ને કુદરતની કૃપા નહીં પણ કોપ વરસાવતા કોઇ નહીં રોકી શકે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.