Abtak Media Google News

રાજકોટ રેલ  ડિવિઝન દ્વારા 16સપ્ટેમ્બરથી2 ઓક્ટોબર, 2022 દરમિયાન સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પખવાડિયા દરમિયાન તેમના પરિસરને સુંદર બનાવવા માટે સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ સતત કરવામાં આવી રહી છે.

Untitled 1 Recovered Recovered 165

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમશ્રી અભિનવ જેફે માહિતી આપી હતી કે પખવાડિયાના છઠ્ઠા દિવસે 21મી સપ્ટેમ્બરે’ક્લીન ટ્રેક’ની થીમ પર રેલવેકર્મચારીઓએ રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા, ઓખા, ખંભાળિયા,વાંકાનેરસહિતના મુખ્ય સ્ટેશનો પર શ્રમદાનકરીને ટ્રેક અને પ્લેટફોર્મને ચમકાવ્યું. ઓખારેલવે સ્ટેશન ખાતે બેટ દ્વારકા ઓખા નાગરિક સમિતિના સભ્યો દ્વારા રેલવે કર્મચારીઓ સાથે સ્ટેશન પરિસરમાં આવેલ પ્લેટફોર્મ, રેલવે ટ્રેક અને બગીચામાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રેલવેટ્રેકની આસપાસ ઉગેલું ઘાસ દૂર કરવામાં આવ્યું હતું. તેમજ ડ્રેનેજ ગંઠાઈ ન જાય તે માટે ટ્રેક વચ્ચેની ગટરોની પણ સારી રીતે સફાઈ કરવામાં આવી હતી. મુસાફરોનાઉપયોગનીજગ્યાઓ જેમ કે કોન્કોર્સ વિસ્તાર, શૌચાલય, વેઈટીંગ હોલ, વેઈટીંગ રૂમ વગેરેની પણ સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાન બાદ સ્ટેશનોની સ્વચ્છતા અને સુંદરતા નજરે પડે છે.

ઓખા રેલવે સ્ટેશન ખાતે બેટ દ્વારકા, ઓખા નાગરિક સમિતિના સભ્યો દ્વારા રેલવે કર્મચારીઓ સાથે સ્ટેશન રેલવે પરિસરમાં આવેલ પ્લેટફોર્મ, રેલવે ટ્રેક, બગીચામાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.