Abtak Media Google News

દર્શકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો અંત આવી ગયો છે. કિસી કા ભાઈ-કિસી કી જાનનું ટ્રેલર લોન્ચ થઈ ચુક્યું છે. સલમાનના ચાહકોને ટ્રેલર ખુબ જ પસંદ આવી રહ્યું છે. સલમાન ખાન મોટાભાગે ઈદ પર પોતાની ફિલ્મો રિલીઝ કરે છે. જો કે આ વખતે અભિનેતા લાંબા સમય બાદ ચાહકોને ઈદી આપશે. છેલ્લી વાર તેની ફિલ્મ ભારત (2019) ઈદ પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ભારત બાદ સલમાનની ફિલ્મ રાધે (2021) પણ ઈદ પર રિલીઝ થઈ હતી. પરંતુ આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ ન હતી, તે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

 

આ ફિલ્મમાં સલમાન ખાન સિવાય પૂજા હેગડે, શહનાઝ ગિલ, પલક તિવારી, દગ્ગુબાતી વેંકટેશ, સિદ્ધાર્થ નિગમ જેવા સ્ટાર્સ છે. ફરહાદ સામજી ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. સલમાન આ ફિલ્મના પ્રમોશનમાં જોરશોરથી વ્યસ્ત છે. ફિલ્મના ગીતો પણ ચાર્ટબસ્ટર્સમાં ટોચ પર છે.

 

3 મિનિટ 25 સેકન્ડના આ ટ્રેલરમાં સલમાન ખાન જબરદસ્ત અને વિસ્ફોટક એક્શન કરતો જોવા મળી રહ્યો છે. આ એક્શન એટલા જબરદસ્ત છે કે એક પણ સીન પરથી તમારી નજર દૂર કરવી મુશ્કેલ બની જશે. આ ટ્રેલરમાં સલમાન ખાનના રોમાંસની સાથે પૂજા હેગડે સાથેની કેમેસ્ટ્રી પણ તમારા દિલને સ્પર્શી જશે.

ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં સલમાન ખાન બ્લેક આઉટફિટમાં હેન્ડસમ લાગી રહ્યા હતા. તેણે કાળા ચશ્મા પણ ચડાવ્યા હતા. બ્લેક શર્ટ અને પેન્ટમાં તે જોવા મળ્યા હતા.

Aba5Bd73345Ad5B09Df0D6Cda3Bf28151681130569899587 Original

ફિલ્મના થોડા દિવસો પહેલા જ યેંતમ્મા નામનું સ્પેશિયલ ગીત રિલીઝ થયું હતું. ચાહકોએ આ ગીત પર જબરદસ્ત પ્રેમ વરસાવ્યો. ગીતમાં સલમાન ખાન ધોતી પહેરીને ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

Bf68534C60E9D79243Aa616F74F7Ee221681127398286587 Original

આ ગીતની ખાસ વાત એ હતી કે સાઉથના સુપરસ્ટાર રામ ચરણે તેમાં ખાસ એન્ટ્રી આપી હતી. જો કે આ ગીતને લઈને વિવાદ પણ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.