Abtak Media Google News

કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન તરફથી ICSE, ISC પરીક્ષા પરિણામની રાહ જોઇ રહેલા વિદ્યાર્થીઓ માટે લેટેસ્ટ અપડેટ છે. ICSEએ એક સર્ક્યુલર જારી કરીને કહ્યું છે કે આવતી કાલે એટલે કે 24 જુલાઇએ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના ICSE અને ISC બોર્ડના પરિણામ ઘોષિત કરી દેવામાં આવશે. ICSEએ પોતાની વેબસાઇટ પર તેની જાણકારી આપી છે.

વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર બોર્ડના પરિણામ આવતી કાલે બપોરે 3 વાગે ઘોષિત કરવામાં આવશે. આ પરિણામ બોર્ડની વેબસાઇટ cisce.org અને results.cisce.org પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે જ SMSના માધ્યમથી પણ રિઝલ્ટ પ્રાપ્ત કરી શકાશે.

બોર્ડ દ્વારા એફિલિએેટેડ સ્કૂલ પણ પોતાના વિદ્યાર્થીઓના પરિણામ CISCEના CAREERS પોર્ટલ પર જઇને જોઇ શકે છે. તેના માટે અહીં લોગિન કરવુ પડશે. સ્કૂલ પ્રિન્સિપલના લોગઇન આઇડી અને પાસવર્ડ દ્વારા તેના પર રિઝલ્ટ જોઇ શકાશે. જણાવી દઇએ કે કોરોના મહામારીના કારણે આ વખતે CISCE પરિષદે ICSE અને ISCની બોર્ડની પરીક્ષાઓ રદ કરી દીધી હતી. તેમ છતાં જૂનમાં પરિષદે ઘોષણા કરી હતી કે તમામ વિદ્યાર્થીઓના પરિણામ ઇંટરનલ અસેસમેંટના આધારે આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.