Abtak Media Google News

સુપરવા મિશ્રાએ ગુજરાત અને ઓડિશાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઓળખવામાં આવે છે. સાથે જ તેઓ એક લેખક, નૃત્યાંગના, સમાજ સેવિકા અને ફિલ્મ નિર્માતા પણ છે. તેમણે લેખક તરીકે પાંચ પુસ્તકો લખી છે. તેમનું માનવું છે કે કોઈપણ શાસ્ત્રીય નૃત્ય માટે સાહિત્ય અગત્યનું હોય છે. તેમનું પહેલું પુસ્તક ‘ભારતીય નૃત્ય’ હતુ જયારે બીજું પુસ્તક ‘ઓડિસા નૃત્ય અને ભારતીય સંસ્કૃતિ’ હતુ જેના માટે તેમને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ પણ મળેલ છે. ‘દ્વારકાની સૂર્યાસ્ત’, ‘ભકત કવિ નરસિંહ મહેતા’ અને હાલનું તેમનું પુસ્તક ‘ગુજરાત કી જલ મંદિરોમે ગુંજતી ભારતીય સંસ્કૃતિ’ છે. તેઓ ઓડિશી નૃત્યમાં નિષ્ણાંત છે. બાળપણમાં તેમના માતા ગાયક હોવાથી તેમને પરિવારનો ખૂબ સાથ સહકાર મળ્યો હતો. બાળપણથી જ નૃત્ય કરવાનો તેમને શોખ હતો. માતાની પ્રેરણાથી નૃત્ય શીખવાનું ચાલુ કર્યું. તેમણે એમ.બી.એ., એમ.સી.એ માકેટીંગ સાયન્સમાં ડીગ્રી મેળવેલ છે. તેઓ અભ્યાસની સાથે નૃત્ય પણ શીખતા હતા. તેમનું માનવું છે કે તેમની આ કળા તેમને અભ્યાસમાં એકાગ્રતા માટે મદદરૂપ થતી હતી. તેઓ પદ્મશ્રી સંજુકતા પાનીગ્રહીને પોતાના રોલ મોડલ માને છે. તેમનું કહેવું છે કે ભારતીય શાસ્ત્રીય નૃત્યથી ભારતની સંસ્કૃતિને ઓળખ મળે છે.

તેમણે નરસિંહ મહેતાની કાવ્ય, ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ ને ઓડિસામાં પ્રસ્તુત કર્યું છે. તેમણે દેશ-વિદેશમાં 46 શોકર્યા છે. તેમણે જણાવ્યું કે નઆજની મહિલાઓ બહુ આગળ વધી ગઈ છે. ઘરનો પાયો મહિલાઓ છે.મહિલા સશકત બને તો આખો સમાજ સશકત બને, આખો રાષ્ટ્ર સશકત બને. ટાઈમ મેનેજમેન્ટ દ્વારા મહિલાઓએ નોકરી અને ઘર એમ બંને સાચવી શકે છે.

તેઓ ઓડીસી નૃત્યમાં અલગ અલગ પ્રતિયોગીતામાં નિર્ણાયક તરીકે જાય છે. તેમણે 8 માર્ચે એક ફિલ્મનો પ્રોમો રીલીઝ કરી છે. જેમાં તેમણે શ્રી રાધાની વાત કરી છે. પદ્મશ્રી રામાકાંત રયજીનાં શ્રીરાધાની કવિતા ઉપર આ ફિલ્મ બની છે. વધુમાં તેમણે જણાવ્યું કે નારી સશકત પણ છે અને પ્રેમની પ્રતીક પણ છે. સ્ત્રીનાં આ બે રૂપનો રાધા પ્રતિધ્વન્ત કરે છે. ફિલ્મ દ્વારા એમનો નમ્ર પ્રયાસ છે. આજની પેઢી જે પવિત્ર પ્રેમને ભૂલી ગઈ છે. એવા રાધા-ક્રિશ્ર્નના પ્રેમને ફિલ્મ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.તેમનું કહેવું છે કે ધ એન્ડલેસ પોસીબીલીટી ઓફ લવ ફિલ્મ બનાવવાની પ્રેરણા તેમને શ્રી રાધા કાવ્ય વાંચ્યા પછી થઈ અને એ માત્ર કાગળ પર રહી ન જાય માટે તેમણે નવી પેઢી સુધી પહોચાડવા માટે ફિલ્મ નિર્માણ કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.