Abtak Media Google News

જુલાઈ માસમાં ટીમ ઇન્ડિયાના શ્રીલંકા પ્રવાસની જાહેરાત કરતા સૌરવ ગાંગુલી

જુલાઈ માસમાં ટીમ ઇન્ડિયા શ્રીલંકા પ્રવાસે જાય તેવી પ્રબળ શક્યતાઓ સૌરવ ગાંગુલીએ દર્શાવી છે. એક તરફ જૂન મહિનામાં ટીમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ખિતાબ જીતવા જનારી છે. ત્યાં ઓગસ્ટ મહિનામાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ પણ ટેસ્ટ એચ સિરીઝ ટીમ ઇન્ડિયાએ રમવાની છે. નોંધનીય બાબત છે કે, સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને રાખીને ટીમના ખેલાડીઓ કોઈ પણ દેશના પ્રવાસે જાય ત્યારે 14 દિવસનું કોરન્ટાઇન ફરજીયાત છે ત્યારે ટીમ ઇન્ડિયાની એક ટીમ ઇંગ્લેન્ડ જાય અને બીજી ટીમ શ્રીલંકા જાય તેવી પરિસ્થિતિ બને તો પણ નવાઈ નહીં. તેવી પરિસ્થિતિમાં નવોદિતો માટે ઉત્તમ તક ઉભી થશે. શ્રીલંકા પ્રવાસમાં મોટાભાગે નવોદિતો અને યુવા પ્રતિભાઓને સ્થાન આપવામાં આવે તેવી શકયતા છે.

ભારતીય ક્રિકેટ ટીમ જુલાઈ માસમાં શ્રીલંકા પ્રવાસે જનારી છે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ અંગે જાહેરાત કરી હતી. તેણે કહ્યું જુલાઇમાં ટીમ ઈન્ડિયાને શ્રીલંકા પ્રવાસ પર મોકલવાની યોજના છે. આ દરમિયાન ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચો રમાશે.

સૌરવ ગાંગુલીએ સ્ટાર સ્પોર્ટસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતને ત્રણ વનડે અને પાંચ ટી-20 મેચ માટે શ્રીલંકા જવું પડશે. આ પ્રવાસ જુલાઈમાં થવાની સંભાવના છે. જોકે, તેનું શેડ્યૂલ હજી બહાર આવ્યું નથી. ભારતીય ટીમ જૂન મહિનામાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર જનારી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ ન્યૂઝીલેન્ડથી 18 થી 22 જૂન સુધી રમાવાની છે.

સૌરવ ગાંગુલીના નિવેદનથી સ્પષ્ટ છે કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ બાદ ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા જવું પડશે. પરંતુ આજ સુધી શ્રીલંકા પ્રવાસ અંગે કોઈ વાત થઈ નથી. જ્યારે ઓગસ્ટમાં ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝ માટે ટીમની ઘોષણા કરવામાં આવી છે. ભારતીય ખેલાડીઓ કોરોના વચ્ચે સતત ક્રિકેટ રમી રહ્યા છે. નવેમ્બરથી જાન્યુઆરી સુધી ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર હતી. આ પછી,  જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ઇંગ્લેન્ડ સામે શ્રેણી રમી હતી. ત્યારબાદ આઈપીએલની શરૂઆત થઈ. જો કે, કોરોનાને કારણે, આ ટૂર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી હતી. સપ્ટેમ્બરમાં ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડ પ્રવાસથી પરત ફરશે. આવી સ્થિતિમાં, જો આ દરમિયાન આઈપીએલ ન બને, તો દક્ષિણ આફ્રિકા સામેની ટીમની શ્રેણી પ્રસ્તાવિત છે. ટી -20 વર્લ્ડ કપની તૈયારી તરીકે જોવામાં આવી રહ્યું છે. પરંતુ ટી-20 વર્લ્ડ કપના સંગઠન અંગે પણ શંકા છે. દેશમાં કોરોના કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, યુએઈમાં ઓક્ટોબર-નવેમ્બરમાં તેનું આયોજન થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.