બીજેપીનો અખતરો, કોંગ્રેસનું નબળું નેતૃત્વ પ્રજાને અકળાવી ગયું…!!

ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપના ભવ્ય વિજય અને વિરોધીઓના ભારે રકાસ થી રાજકીય ક્ષેત્રે ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ વો થયો છે આ વખતના પરિણામો અને ઉભા થયેલા રાજકીય સમીકરણો અનેક રીતે વિચિત્ર અને આશ્ચર્યજનક બની રહ્યા છે પ્રજાને રાજકીય પક્ષોના કેટલાક ગણિત હજુ મનમાં નિરુત્તર રહ્યા છે, આ વખતની ચૂંટણી ના મુખ્ય હરીફ પક્ષ ભાજપ અને કોંગ્રેસ ની રણનીતિમાં એક સમાન રણનીતિ એ રહી છે કે બંને પક્ષ માટે આ ચૂંટણી અસ્તિત્વ ટકાવી રાખવાનો જંગ બની રહ્યો હતો, ભાજપ માટે રાજ્યો અને કેન્દ્ર શાસનના લેખાજોખા અને પ્રજાના મનને ઓળખવા માટે ની આ લિટ્મસ ટેસ્ટ જેવી ચૂંટણી હતી વળી મોંઘવારી ફુગાવો કોરોના કટોકટીનો માહોલ અને વેપાર ઉદ્યોગ લાંબા સમય પછી ધમધમતા થયા હતા ત્યારે શાસક પક્ષ માટે ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી થી લઈને એન્ટી ઈન કમબનસી મતોની ભય રેખા સામે દેખાતી હતી કોંગ્રેસ માટે આ ચૂંટણીમાં શાસક પક્ષ સામેના વિરોધ નો લાભ લેવાનો અવસર હતો ત્યારે ભાજપે આ વખતની ચૂંટણીમાં નીવડેલા અનુભવી અને જીતેલા ઉમેદવારો પર ભરોસો કરવાને બદલે તદ્દન નવા કોઈપણ જાતના લાગવગ વગર ના પરિવારના પાયાના કાર્યકર નવોદિતોને મેદાનમાં ઉતારવાનો પ્રયોગ કર્યો, પ્રજા માટે કોંગ્રેસ ને મળેલી સરકાર સામે પ્રજાના વ્યાપક અસંતોષ વચ્ચેની આ ચૂંટણી ની તક માં સંગઠનને મજબૂત કરીને ઉમેદવારની પસંદગીથી લઈને એક જૂથ થઈને ચૂંટણી લડવાની કોંગ્રેસની નેતૃત્વ ની જરૂરિયાત સામે કોંગ્રેસ માં આરંભથી જ નેતાગીરીની નબળાઈ છતી થઇ ગઇ હતી ચુકાદો ભાજપ તરફે એ એક તરફી રીતે આવ્યો ત્યારે પ્રજા ભાજપના અખતરા અને કોંગ્રેસની નબળી નેતાગીરી થી રીતસરની અકળાઈ ઉઠી છે રાજકારણમાં કે હરીફાઈ ની જગમાં હંમેશા “જો જીતા વહી સિકંદર”નિ યુક્તિ લાગુ પડે છે ભાજપ માટે અત્યારે તમામ અખતરાના દાવ સીધા પડી ગયા છે ભાજપની આ નવોદિતો ના અખતરા ની થીયરી રાજકારણના માટે અખતરા થી વધુ ખતરા જેવી હતી ચુંટણી જીતવામાં જાણીતા ઉમેદવારો વગદાર કાર્યકરો અને અનુભવી અને પસંદગીનું પ્રથમ પાત્ર માનવામાં આવે છે ભાજપે રાજકારણની આ પદ્ધતિથી તદ્દન વિપરીત પરિસ્થિતિમાં પક્ષના અસંતોષની જરા પણ પરવા કર્યા વગર નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા અને પાટીલની આ પદ્ધતિ સફળ નીવડી પ્રજા કોંગ્રેસના નેતૃત્વના અભાવ અને શાસક પક્ષ સામે અનેક પડકારો હતા પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો હોય કે કિસાન આંદોલન ના અલગ-અલગ પ્રતિભાવો શાસક પક્ષ સામે એન્ટી શક્ષભજ્ઞળય બંસી મતોના ધ્રુવીકરણ નો પડકાર હતો તેવા સમયમાં કોંગ્રેસ માટે ફરીથીરાજકારણમાં આવવાની  એક તક હતી, કોંગ્રેસ નેતૃત્વ નબળુ પુરવાર થયું કોઈ મહેનત કરી જ નહીં તેઓ પ્રજા અનુભવ કરી રહી છે પ્રજા માટે ભાજપનો નવો દાવ કોંગ્રેસની નેતૃત્વના અભાવની તેથી અકળાવનારી છે ભાજપને વિકાસ વા દ બરાબર ફળ્યો અને કોંગ્રેસને સમય પારખવા નીબેદરકારી મોંઘી પડી ગઈ