Abtak Media Google News

અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા ના આંતરરાષ્ટ્રીય મંચ પર રાજદ્વારી પડઘાતો પડ્યા જ છે, સરકારને માન્યતા આપવાનો મુદ્દો સમગ્ર વિશ્વમાં ચર્ચાસ્પદ બન્યો છે અને તાલિબાનો જો તેમની 1990ની આંતરરાષ્ટ્રીય ત્રાસવાદની જેહાદી છાપ નહીં બદલે તો સરકારને કોઈપણ સંજોગોમાં માન્યતા ન આપવા વિશ્વના મોટાભાગના દેશો મક્કમ બની રહ્યા છે,બિન અધિકૃત સરકાર ને માન્યતા આપવાની સમસ્યા સાથે સાથે તાલિબાનોના કબજા એ આંતરરાષ્ટ્રીય કેફી દ્રવ્યોની સિન્ડિકેટ ને મોકળું મેદાન મળી ગયું હોવાનો મુદ્દો સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બન્યો છે,

અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી અને હેરોઇન,બ્રાઉન -સુગર જેવા માદક પદાર્થોના ઉત્પાદનો ને હવે કાયદાનું કોઈ આવરણ કે નિયમો ના બંધન નડે તેવું નથી ત્યારે અફઘાનિસ્તાન માં થી મોટાપાયે દુનિયાભરમાં કેફીદ્રવ્યોના ક્ધટેનરો ભરાઈને રવાના થવા લાગ્યા છે, અફઘાનિસ્તાનમાં રેઢાં રાજ જેવા માહોલમાં તાલિબાનો પાસે આવક ઊભી કરવા માટે અત્યારે કોઈપણ  રસ્તો અપનાવવો અનિવાર્ય બની ગયો છે,યુરોપ અને અમેરિકા સુધી અફઘાનિસ્તાન ના સુકામેવા અને કેસર ની સાથે સાથે હવે કેફીદ્રવ્યો ના ક્ધસાઈન્મેન્ટ પહોંચાડવાનું શરૂ થયું છે

ત્યારે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ દ્વારા વિશ્વમાં નશીલો માલ પહોંચાડવા માટે નવું નેટવર્ક નવો રૂટ ઉભો કરવા મથામણ થયો રહી છે ત્યારે વાયા ગુજરાત થઈને અફઘાનિસ્તાનના સુકામેવા અને કેસર ની જેમ નશીલા પદાર્થો પણ વિશ્વમાં સપ્લાય કરવામાં આવે તેવી ફિરાકમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાનો ડોળો અત્યારે ગુજરાત ઉપર મંડાયો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે છેલ્લા કેટલાક સમયથી કેફી દ્રવ્યોના હજારો કરોડના ક્ધસાઇનમેન્ટ પકડાઈ રહ્યા છે જોકેગુપ્તચર વિભાગ સર્વત્ર સતર્કતા દાખવી રહ્યું છે સરહદીય ભૂમિ અને જળસીમા પર ચકલુ યે ન ફરકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

પરંતુ ચોરની સો નજર  અને સહુકારની એક નજર ની જેમ દાણચોરો ક્યાંકને ક્યાંક છીંડા શોધતા જ રહે છે ગુજરાત નો વિશાલ સાગરકાંઠો કચ્છનું રણ અને પાકિસ્તાનની સરહદ લગ્ન વિસ્તારોમાં કેફીદ્રવ્યોના નેટવર્ક માટે દાણચોરો સક્રિય બને તે પહેલા ગુજરાતમાં તમામ સંવેદનશીલ વિસ્તારો, કેફીદ્રવ્યો સાથે જોડાયેલા નામીચા અને ગુમનામ તત્વો ની સાથે સાથે જ્યાં જ્યાં નશીલા પદાર્થોનું ચોરીછૂપીથી વેચાણ થતું હોય તેવા વિસ્તારો પર સતત વોચ રાખી ક્યાંયથી પણ કેફીદ્રવ્યો ઝડપાય તો તેના મૂળ નેટવર્ક સુધી પહોંચવું જોઈએ સ્થાનિક પોલીસ બાતમીદારોબોર્ડર સિક્યુરીટી ફોર્સ લઈને કોસ્ટ ગાર્ડ સુધીના નેટવર્ક ને શબ્દે કરી ગુજરાતને આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા સેફ ઝોન ન જો બનાવી લે તે માટે અત્યારે સતર્કતા દાખવવાનો સમય છે …

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.