પરિવાર રાજસ્થાન ગયો અને બંધ મકાનમાં ચોર કળા કરી ગયા..

પરિવાર રાજસ્થાન ગયો અને બંધ મકાનમાં ચોર કળા કરી ગયા: રૂ.1.43 લાખની ચોરી

શહેરના ભગવતીપરા વિસ્તારમાં આવેલી સુખ સાગર સોસાયટીમાં સફાઈ કામદારના ઘરમાંથી તસ્કરો સોના-ચાંદીના ઘરેણાં સહિત ગેસનો બાટલો પણ ચોરી ગયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભગવતીપરા વિસ્તારમાં આવેલી સુખ સાગર સોસાયટીમાં શેરી નંબર 6માં રહેતા સફાઈ કામદાર પવનભાઈ પ્રવીણભાઈ પરમારના ઘરમાં ચોરી થઈ હોવાનું બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી પોતાના પરિવાર સાથે રાજસ્થાન પ્રસંગમાં ગયા બાદ તસ્કરોએ મકાનના તાળા તોડી તેમાંથી સોના અને ચાંદીના ઘરેણાં અને રોકડા સાથે ટીવી, હોમ થિયેટર અને ગેસના બાટલા સહિત રૂ.1.43 લાખની મત્તની ચોરી થયાનું જણાવ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથધરી છે.

તો વધુ એક ફરિયાદમાં જણાવ્યા મુજબ દિનેશભાઈ મોહનભાઈ જેઠાએ જણાવ્યું હતું કે મોરબી રોડ પર કચ્છી લુહાણા વાડી સામે પોતાના ટ્રક નંબર જીજે 03 એટી 4299 માંથી તસ્કરો રૂ.39,000ની કિંમતના બે ટાયર ચોરી ગયા છે. પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.