આ જાણીતા સાઉથ સુપરસ્ટારનું કોરોનાને કારણે થયું નિધન

વિશ્વભરમાં કોરોના વાયરસે ઘણાબધા લોકોના જીવ લીધા છે. કોરોનાએ એવા કેટલા બધા લોકોના પ્રાણહર્યા છે, જેની ખોટ દેશને આજીવન રહશે. આવી જ એક ખોટ તમિલ ફિલ્મ ઉદ્યોગને પડી છે. તમિલ ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અને એન્કર TNRનું સોમવારે કોરોનાથી અવસાન થયું હતું. TNR છેલ્લા એક અઠવાડિયાથી કોરોના સંક્રમિત હતા. તેને સારવાર માટે હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેની હાલત સુધરવાની બદલે લથડતી હતી.

TNRનું ઓક્સિજનનું લેવલ નીચું થઈ રહ્યું હતું, અને સોમવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ થોડી ક્ષણોમાં તે કોરોના સામે જંગ હારી ગયા. TNRના મોતથી તમિલ ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વર્યું હતું. અભિનેતા નાની, વિજય દેવરકોંડા અને વિષ્ણુ મંચુએ TNRના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે . TNR એક ટોક શો “ફ્રેન્કલી સ્પીકિંગ વિથ ટી.એન.આર”થી લોકપ્રિય બન્યા હતા.

ટોક શો સિવાય TNRએ ઘણી બધી ફિલ્મોમાં યાદગાર ભૂમિકા ભજવી છે. જેમાં નેને રાજુ નેને મંત્રી, સુબ્રમણ્યપુરમ, ફલકુમા દાસ, જ્યોર્જ રેડ્ડી, સાવરી, એચઆઇટી જેવી હિટ ફિલ્મો સામીલ છે. તેમના અવસાન સાથે સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ છે. સોમવારે તેના ઓક્સિજનમાં અચાનક ઘટાડો થયો હતો, જેના કારણે તેની સારવાર પણ કરવામાં આવી રહી હતી, પરંતુ ડોકટરોના પ્રયત્નો છતાં તેણે વિશ્વને અલવિદા કહી દીધું હતું.