રાજકોટના ફેશન ડિઝાઇનરે કોરોનાના દર્દથી કંટાળી ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

0
45

બાર દિવસ ક્વોરન્ટાઈન રહ્યા બાદ આધેડે કર્યો આપઘાત: પરિવારમાં કલ્પાંત 

શહેરના સાધુ વાસવાણી રોડ પર રહેતા ફેશન ડિઝાઇનરે કોરોનાના દર્દથી કંટાળી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. આધેડના આઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

આ અંગેથી પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પારિજાત રેસિડેન્સી બ્લોક-111માં રહેતા મેહુલભાઈ ગોરધનભાઇ હિરપરા નામના 47 વર્ષના આધેડે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘરે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મેહુલભાઈ હીરપરા એક ફેશન ડિઝાઇનર હોવાનું અને કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.મેહુલભાઈને કોરોના પોઝિટીવ આવ્યા બાદ છેલ્લા 12 દિવસથી તેઓ હોમ ક્વોરન્ટાઈન હતા. આજ સાવરે પોતાના રૂમમાં અંદરથી દરવાજો બંધ કરી છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ મેહુલભાઈ કોરોના પોઝિટિવ આવ્યા ત્યારથી માનસિક તણાવમાં હતા અને તેના જ કારણે મોત મીઠું કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here