એક સંતાનના પિતાએ કોલેજીયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ

રાજકોટમાં રહેતી ર4 વર્ષની કોલેજીવન યુવતિને સુરતમાં રહેતા એક સંતાનનાં પિતાએ સોશ્યિલ મીડીયા મારફત પ્રેમ જાણમાં ફસાવી અને લગ્નની લાલચે અવાર નવાર શરીર સંબંધ બાંઘ્યા બાદ લગ્નની ના પાડી દેતા તેની સામે મહીલા પોલીસમાં દુષ્કમનો ગુનો નોંધાયો છે.

યુવતિએ જાણવેલ ફરીયાદ મુજબ તે ફેસબુક મારફત મુળ અમરેલી અને હાલ સુરતમાં રહેતો અને એક સંતાનનો પિતા ગૌતમ મેરામ ગરાણીયાએ તેને ફેસબુક માફરત પરિચીતમાં આવ્યો હતો અને તેમાં ચેટીંગ શરુ થતાં બન્નેને રીલેશનમાં આવ્યા હતા. અને બાદ તેઓ ફોન પર વાતચીત કરવા લાગ્યા હતા.

ત્યારે ગૌતમે કહ્યું હતું કે હું કુંવારો છું અને તારી સાથે લગ્ન કરવા માંગું છું. જેથી યુવતિને તેના પર વિશ્ર્વાસ બેસી ગયો હતો અને બન્ને પ્રેમમાં પડી ગયા હતા. અને આરોપી રાજકોટ મળવા માટે આવતો અને લગ્નની લાલચે અવાર નવાર શરીર સંબંધ બાંધતો હતો.

થોડા સમય બાદ ગૌતમે યુવતિને ફોન કરી કહ્યું કે, તું તારા ડોકયુમેન્ટ લઇને સુરત આવી જા ત્યારે તે સુરત જતી રહી હતી બાદ જેને મોટો ઘટસ્ફોટ કર્યો કે, મારી પત્ની હાલ ઘરે છે અને મારે એક દીકરો પણ છે. અને હું જેને સાથે છુટાછેડા લઇ તારી સાથે લગ્ન કરીશ. અને બાદ તેને રાજકોટ મુકી ગયો હતો. અને કહ્યું હતું કે હું તને ફરી મળવા આવીશ, ત્યારે યુવતિ ઘરે આવી તેના પરીવારને વાત કરતાં તેઓએ ફરીયાદ કરવાનું કહ્યું પણ તેને ના પાડી હતી.

બાદ થોડા સમય પછી આરોપી ગૌતમ રાજકોટ આવ્યો હતો ને બન્ને ગેસ્ટ હાઉસમાં મળ્યા હતા ત્યારે ગૌતમે શરીર સંબંધ બાંઘ્યા હતા અને ત્યાંથી જુનાગઢ ગયા ત્યારે શરીર સંબંધ બાંઘ્યા હતા બાદ મૈત્રી કરાર વિશે યુવતિએ વાતચીત કરતા તેને આ વિશે ઇન્કાર કર્યો હતો. અને ફરી બળજબરીથી શરીર સંબંધ બાઘ્યા હતા બાદ તેઓ રાજકોટ આવી ગયા અને યુવતિને મૂકી આરોપી ગૌતમ ત્યાંથી ચાલ્યો ગયોઅને બાદ તે વાત થતાં યુવતિ માધાપર ચોકડીએ આપઘાતના ઇરાદે ગઇ હતી જયાં આરોપી ગૌતમના પરીચીતો તેને સમજાવા જતાં તે ઘરે આવી હતી અને બાદ મહીલા પોલીસમાંથી તેને ફરીયાદ નોંધાતા સુરતના ગૌતમ વિરુઘ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.