Abtak Media Google News

માતા-પિતા પોતાના બાળક માટે જીવ પણ આપી દેતા પરંતુ એક એવી ઘટના સામે આવી છે જેમાં એક પિતાએ જ બાળકનો જીવ લઈ લીધો પરંતુ તેણે આ કૃત્ય દીકરાના હિત માટે કર્યું હતું. આ ઘટના તમિલનાડુની છે જ્યાં હાડકાના કેન્સરથી પીડિત 14 વર્ષના છોકરાને તેના પિતાએ ‘ઝેર’ આપ્યું હતું. આ કેસમાં સલેમ પોલીસે આરોપી પિતા સહિત 3 લોકોની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છોકરાને ત્રણ દવાઓના મિશ્રણથી ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું, ત્યારબાદ તેનું મોત થયું હતું.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પેરીયાસામીનો 14 વર્ષનો પુત્ર વન્નાથમીઝન છેલ્લા એક વર્ષથી હાડકાના કેન્સરથી પીડિત હતો. પોતાના દીકરાને રાત -દિવસ દુ:ખમાં રડતો જોઈને, પેરીયાસામીએ પ્રયોગશાળા ચલાવતા વેંકટેસનનો સંપર્ક કર્યો. પેરીયાસામીએ વેંકટેસનને તેના પુત્રની તકલીફ દૂર કરવાના નિરાકરણ વિશે પૂછ્યું.

પેરીયાસામી અને વેંકટેસને પછી મેડિકલ પ્રોફેશનલ પ્રભુનો સંપર્ક કર્યો. પ્રભુ પેરિયાસામીના ઘરે ગયો અને 14 વર્ષીય વન્નાથમીઝનને ઈન્જેક્શન આપ્યું, ત્યારબાદ  મૃત્યુ થયું. પોલીસ સૂત્રોનું કહેવું છે કે પ્રભુએ ત્રણ દવાઓના મિશ્રણનું ઇન્જેક્શન આપ્યું હતું, જેના ‘ઓવરડોઝ’ ના કારણે બાળકનું મૃત્યુ થયું હતું.

ત્રણેય આરોપીની કરાઈ ધરપકડ

Accused

આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ, કોંગુનાપ્રમ પોલીસે પેરીયાસામી, વેંકટેશન અને પ્રભુની ધરપકડ કરી હતી અને કલમ 109 (અપરાધને પ્રોત્સાહન) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.