• સુરતની ગોડ ટચ એન્ટરટેનમેન્ટ લિમિટેડ દ્વારા નિર્મિત
  • ‘અબતક’ની મુલાકાતમાં સતરંગી રેના સ્ટારકાસ્ટ  કથા પટેલ, રાજબાસીસ ડાયરેક્ટર ઈર્શાદ દલાલ અને ટીમે ફિલ્મની વિગતો આપી ગુજરાતીઓને સિનેમા હાઉસફુલ કરી દેવા કરી અપીલ
  • ગુજરાતી ફિલ્મ રસિકોનું ગુજરાત સહિત દેશ અને વિશ્વભરના દર્શકો માટે સહ પરિવાર મનોરંજનની સાથે સાથે સામાજિક સંઘર્ષ અને સફળતા સુધી પહોંચવાના સંઘર્ષની ગાથા રજુ કરતી ફિલ્મ સતરંગી રે શુક્રવારે 20 સપ્ટેમ્બરના રોજ રાજ્યના તમામ  થીયેટરોમાં રિલીઝ થશે.

‘અબતક’ની મુલાકાતે આવેલા ફિલ્મ સતરંગી રે…ના સ્ટાર કાસ્ટ હિરોઈન કથાપટેલ, અભિનેતા રાજબાસીસ રાઇટર ડિરેક્ટર લિરિક્સ મેકર ઇર્શાદભાઈ દલાલ સપોર્ટ સ્ટારકાસ્ટ ભાવિની જાની પ્રશાંતભાઈ બારોટ  જીગ્નેશ મોદી અને ધર્મેશ જોષીએ ફિલ્મ અંગે વિસ્તૃત માહિતી આપી જણાવ્યું હતું કે ગુજરાતી ફિલ્મ રસીકો માટે હળવા મૂડ સાથે જીવનની ગંભીર સમસ્યાના ઉકેલ માટેનો રસ્તો બતાવતી સતરંગી રે ફિલ્મમાં જીગરદાન ગઢવી એશ્વર્યા મજમુદાર પાર્થિવ ગોહિલ અને અનવેષા સહિતના પ્લેબેક સિંગરોના પાંચ ગીતોનું ભરપૂર મનોરંજન માણવા મળશે

સંપૂર્ણપણે પારિવારિક કથા વસ્તુ અને યુવા વર્ગ સાથે બાળકો અને ઘરના વડીલોને હૃદય સ્પર્શે તેવી ફિલ્મ સતરંગી રે માત્ર મનોરંજન અને હસી મજાક ના ક્ધટેન્ટ પૂરતી મર્યાદિત ન રહી જીવનના સંઘર્ષ માં સફળ કેવી રીતે થવું તેની ગાથા દર્શાવે છે

સંપૂર્ણપણે પારિવારિક ફિલ્મ માં એન્ટરટેનમેન્ટના તમામ ક્ધટેન્ટને સમાવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ,ફિલ્મ સતરંગી રે માં સારી સ્ટોરી ઉપરાંત ફિલ્મ ફોટોગ્રાફી અને ડિજિટલ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે ગુજરાતી ફિલ્મને વર્લ્ડક્લાસ બનાવવાના પ્રયત્નો સાથે ફિલ્મનું શૂટિંગ રાજકોટથી શરૂ કરવામાં આવ્યું છે ફિલ્મ બારડોલી સુરત અમદાવાદ અને દમણની ગ્રામ્ય શહેરી અને પ્રાકૃતિક સૌંદર્યની લોકાલિટી સમાવવામાં આવી છે

શુક્રવાર તારીખ 20 સપ્ટેમ્બરે ગુજરાતના તમામ સિનેમા ઘરોમાં રિલીઝ થનારી ફિલ્મ “સતરંગી રે “માં નવોદિત કલાકારોની સાથે સાથે અનુભવી ફિલ્મ દિગ્ગજોની અદાકારી અને માર્ગદર્શનનું સમન્વય કરવામાં આવ્યું છે આ ફિલ્મમાં સમાજના જટિલ પ્રશ્નો પ્રેમ, બ્રેકઅપ સામાજિક લાગણી અને જીવન સંઘર્ષમાં રસ્તા શોધવાની જીજીવીશાને કચકડે કંડારવામાં આવી છે. ફિલ્મ મનોરંજનના તમામ ક્ધટેન્ટને એવી રીતે વણવામાં આવ્યા છે કે યુવા વર્ગથી લઈ મોટેરા અને વડીલો તમામને પસંદ પડશે

સતરંગી રે  સંપૂર્ણ પારિવારિક ક્ધટેન સાથેની ફિલ્મ દર્શકોને ખૂબ ગમશે: કથા પટેલ

સતરંગી રેની મુખ્ય અભિનેત્રી તથા પટેલે જણાવ્યું હતું  ફિલ્મ સતરંગી રે સંપૂર્ણ પારિવારિક ક્ધટેન્ટ સાથે મારુ અવનીનું પાત્ર સંઘર્ષસીલ યુવતીની કથા દર્શાવે છે ફિલ્મ હળવા મનોરંજનની સાથે સાથે સમાજની મુખ્ય સમસ્યાઓને કેવી રીતે ઉકેલવી જોઈએ તેનો સંદેશો અપાયો છે ગુજરાતી ભાષા જાણકાર વિશ્વના તમામ દર્શકોને સતરંગી રે અવશ્યપણે ગમશે તેવો વિશ્વાસ કથા પટેલી વ્યક્ત કર્યો હતો

સતરંગી રે ફિલ્મ દર્શકોની લોકપ્રિયતાના રેકોર્ડ તોડશે :રાજ બાસિસ

‘અબતક’ની મુલાકાતમાં રે સતરંગી ફિલ્મના હીરો રાજ બાસીસે જણાવ્યું હતું કે આ ફિલ્મ બનાવવામાં આખી ટીમે ખૂબ જ મહેનત કરી છે મારું પાત્ર સંઘર્ષ કરનાર યુવાનનું છે આ ફિલ્મ સાથે મારુ કેરિયરનું ફ્યુચર જોડાયેલું છે ફિલ્મના ક્ધટેન અને સ્ટોરીથી લઈ દ્રશ્યકન અને મેસેજ દરેક વર્ગના દર્શકોને હૃદયથી ભીંજવશે રે સતરંગી ફિલ્મ શુક્રવારે તારીખ 20 ના રોજ રિલીઝ થશે ત્યારે લોકપ્રિયતા ના તમામ રેકોર્ડ તૂટી જશે તેવો વિશ્વાસ એક કરી હીરોએ દર્શકોને આ ફિલ્મ જોવા અપીલ કરી હતી

ફિલ્મ સતરંગી રે મનોરંજનની દુનિયામાં ધૂમ મચાવશે: ઈર્શાદ દલાલ

સુરતની ગોડ ટચ એન્ન્ટર ટેઇનમેન્ટ લિમિટેડ દ્વારા નિર્મિત ફિલ્મ સતરંગી રે 10 સપ્ટેમ્બરે ગુજરાતના તમામ થિયેટરોમાંમાં રિલીઝ થવાની છે આ ફિલ્મમા પાંચ ગીત સાથે સંપૂર્ણ મનોરંજન પીરસવામાં આવ્યું છે ફિલ્મ ગોડ ટચ એન્ટરટેનમેન્ટ કંપનીના પ્રોડક્શનની આ પ્રથમ ફિલ્મ છે તેના નિર્માણમાં કોઈ કસર ન રહે તેની ચોકસાઈ રાખવામાં આવી છે ફિલ્મ સંપૂર્ણ સાત્વિક મનોરંજન પીરસનારી બની રહેશે સંપૂર્ણપણે ગુજરાતી ફિલ્મ અવશ્યપણે દર્શકોને ગમશે તેવો વિશ્વાસ ફિલ્મના રાઇટર ડાયરેક્ટર ઇર્શાદભાઈ દલાલે વ્યક્તિ કરી ‘અબતક’ના માધ્યમથી દર્શકોને આ ફિલ્મ અવશ્ય જોવા અપીલ કરી છે

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.