Abtak Media Google News

ભગવાન જથન્નાથ, ભાઇ બલભદ્રદજી, બહેન સુભદ્રાજી ના નગરજનો કરશે ઠેર ઠેર વધામણા

રાજકોટમાં અષાઢી બીજે 15મી રથયાત્રા યોજવામાં આવશે. રથયાત્રાનો રૂટ રર કી.મી. લાંબો રહેશે. જેને લઇને શહેર પોલીસ એલર્ટ બની બંદોરસ્ત તૈનાત રહેશે. રાજકોટના મોકાજી સર્કલ ખાતે કૈલાશધામ ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. જેને લઇને મંદિર દ્વારા પણ તૈયારીને આખરે ઓપ આપવામાં આવી રહ્યો છે. ભગવાનની રથયાત્રામાં સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં જોડાશે સાથે અલગ અલગ ફલોટસ તૈયાર કરી રથયાત્રામાં સાથે જોડાવામાં આવશે. કૈલાસધામ આશ્રમ નીજ મંદિર ખાતે મહાઆરતી સાથે પૂર્ણ થશે.શહેરના કાલાવડ રોડ નાના મૌવા સ્થિત જગન્નાથ મંદિરેથી કોરોના કાળના બે વર્ષ બાદ રંગેચગે નીકળનારી ભગવાન જગન્નાથજી બલભદ્રજી અને સુભદ્રાજીની નગરચર્યા કરશે.

Img 20220630 Wa0006

રથયાત્રામાં 3 મુખ્ય રથ સાથે  55 થી 60 જેટલા વાહનો અને બે થી અઢી હજાર ભાવિકો જોડાશે. નીજ મંદિરના પ્રાગણમાં કાલે સાંજે 4 વાગ્યે મામેરા દર્શન રાખવામાં આવ્યા હતા. તેમજ કાલે સાંજે પ વાગ્યે રથયાત્રાના રૂટ ઉપર બાઇક રેલી કાઢવામાં આવી જેમાં શહેરની વિવિધ સંસ્થાઓ અને યુવા વર્ગને જોડાયા હતા.કૈલાસધામ આશ્રમ જગન્નાથ મંદિરના મહંત ત્યાગીમનમોહનદાસજી ગુરુ રામકિશોરદાસજી બાપુના વડપણ હેઠળ આ વર્ષે પણ અષાઢી બીજના પાવન દિવસે રથયાત્રાનું ભવ્ય આયોજન કરેલ છે. રથયાત્રામાં જોડાનાર મુખ્ય ત્રણ રથના કલેવર શૃંગાર, નિમંત્રણ પત્રીકા, એરીયા, વાઇઝ પત્રીકા વિતરણ બેનર, હોડીંગ રથયાત્રા સમગ્ર રૂટ ઉપર સ્વાગત મંદિર સુશોભન વગરે તૈયારીઓને આખરી ઓપ અપાઇ ચૂકયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.