Abtak Media Google News

સાડા છ દાયકાની લાંબી બોલીવુડ યાત્રામાં તેમને 8 વખત ફિલ્મફેર એવોર્ડ મળેલ હતા: 1998માં તેમણે છેલ્લી ફિલ્મ ‘કિલ્લા’માં ડબલ રોલની ભૂમિકા ભજવી હતી: તેઓએ એકમાત્ર ‘ગંગા-જમુના’ ફિલ્મ 1961માં નિર્માણ કરી હતી, જેમાં તેને તેના નાનાભાઇ નાસીરખાનને ફિલ્મ પ્રવેશની તક આપી હતી

1 4 4

હિન્દી ફિલ્મ જગતમાં મહાન કલાકારોમાં દિલીપ કુમારનું નામ પ્રથમ હરોળમાં છે. તેમનું મૂળ નામ મોહમ્મદ યુસુફ ખાન હતું. ફિલ્મ પ્રવેશ વખતે વિખ્યાત અભિનેત્રી દેવીકારાનીએ તેમને દિલીપ કુમાર નામ આપ્યું. તેમના પ્રારંભિક સ્ટ્રગલના દિવસોમાં અભિનેતા અશોક કુમાર અને નિર્માતા શશીધર મુખર્જીએ ઘણી મદદ કરી હતી. હિન્દી ફિલ્મજગતના પ્રથમ ખાન અને ધ ટ્રેજડી કિંગ દિલીપ કુમારનો જન્મ 11 ડિસેમ્બર 1922માં પેશાવર પાકિસ્તાનમાં થયો હતો. આઝાદી પહેલા 1944માં પ્રથમ ફિલ્મ ‘જવારભાટા’થી તેમની અભિનય યાત્રા શરૂ થઇ હતી. એક ખાસ પ્રકારની તેમની અભિનય કલાનો શ્રેય દિલીપ કુમારને ફાળે જાય છે. તેમને સૌથી વધુ 8 વખત ફિલ્મ ફેયરનો એવોર્ડ જીતવાનો રેકોર્ડ છે. વિખ્યાત નિર્માતા સત્યજીત રે એ તેમને ‘ધ અલ્ટીમેટ મેથોડ એક્ટર’ તરીકે ગણાવ્યા હતા. તેમનું અવસાન 7 જુલાઇ 2021માં થયું હતું.

1 1 2

દિલીપકુમારે તેમની સાડા છ દાયકાની લાંબી ફિલ્મ કેરીયરમાં વિવિધ પ્રકારની ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથરીને દર્શકોના દિલ જીત્યા હતા. અંદાજ, આન, દેવદાસ, આઝાદ, મુગલ એ આઝમ જેવી અનેક ફિલ્મો કરી હતી. તેઓએ એક માત્ર ‘ગંગા-જમુના’ 1961માં પોતે ફિલ્મ નિર્માણ કરી હતી. જેમાં તેમના ભાઇ નાસીર ખાનને ફિલ્મ પ્રવેશની તક આપી હતી. તેઓ સામાજીક જીવન સાથે જોડાયેલા રહીને રાજ્ય સભામાં પણ એક ટર્મ તરીકે નિયુક્ત થયા હતા. 1979 થી 1982 સુધી મુંબઇના પ્રથમ નાગરિક “શેરીફ” પદ શોભાવ્યું હતું.

Dilip Kumar

અંગત જીવનમાં દિલીપ કુમાર સૌ પ્રથમ અભિનેત્રી કામિની કૌશલ સાથે પ્રેમમાં પડ્યા પણ તેમના લગ્ન તેમના બેનના મૃત્યું બાદ તેમના પતિ સાથે થતાં તેઓ દિલીપ કુમારને પરણી ન શક્યા. ત્યારબાદ અભિનેત્રી મધુબાલા સાથે પ્રેમ બંધાયો પણ પરિવારનાં વિરોધને કારણે તે લગ્ન ન થઇ શક્યા. આખરે 1966માં અભિનેત્રી અને સૌર્દ્ય સામ્રાજ્ઞી સાયરા બાનુ સાથે 1966માં લગ્ન થયા. લગ્ન સમયે સાયરા બાનું તેનાથી 22 વર્ષ નાની હતી. દિલીપ કુમારે 1980માં બીજા લગ્ન અસ્મા સાથે કર્યા પણ તે લાંબુ ટકી ન શક્યું. છેલ્લે 1991માં ઠાકુરવીર સિંહના પાત્રમાં ફિલ્મ “સૌદાગર” અભિનય કરીને ફિલ્મ ફેરનો સર્વોત્તમ પુરસ્કાર જીત્યો હતો. જો કે 1998માં છેલ્લે ‘કિલ્લા’ ફિલ્મમાં ડબલ રોલમાં અભિનય આપ્યો હતો પણ ફિલ્મ ચાલી નહી. આ ટાઇપનાં રોલમાં ક્રાંતિ, કર્મા, શક્તિ, મજદૂર, મશાલ, ધરમ અધિકારી, વિધાતા જેવી હિટ ફિલ્મો પણ કરી હતી.

દિલીપ કુમારની આઝાદી પહેલાની ફિલ્મોમાં જવારભાટા, જુગ્નુ, નુરજર્હાં, પ્રતિમા, મિલન જેવી અનેક ફિલ્મોમાં મુખ્ય હિરો તરીકે અભિનય આપ્યો હતો. 1944 થી 2002 સુધી સતત છ દાયકા સુધી ફિલ્મજગતમાં અભિનય ચાહકોનાં દિલમાં રાજ કર્યું હતું. 1998માં આવેલી ‘કિલ્લા’ ફિલ્મ તેની આખરી ફિલ્મ હતી. આજે તેમને 97 વર્ષ ચાલી રહ્યા છે. આજે જ તેમને રોગપ્રતિકારક શક્તિ એકદમ ઘટી જવાથી હોસ્પિટલમાં એડમીટ કરેલા છે. તેમના પત્ની અને જાણીતી અભિનેત્રી સાયરા બાનુંએ પણ સૌ ચાહકોને દિલીપ સાહેબ માટે દુઆ કરવા અપીલ કરી છે.

1 5 2

તેમણે 65થી વધુ ફિલ્મોમાં કામ કર્યું જેમાં વિવિધ ફિલ્મોમાં રોમેન્ટિક, નાટકીય, ડાકુ, ઐતિહાસિક જેવી ભૂમિકા ભજવી હતી. ફિલ્મ “રામ ઔર શ્યામ” ફિલ્મમાં ડબલ રોલની સુંદર ભૂમિકા ચાહકોને વર્ષો સુધી યાદ રહેશે. દિલીપ કુમાર, રાજ કપૂર, મનોજ કુમાર, રાજ કુમાર, અમિતાભ, શશીકપૂર જેવા વિવિધ કલાકારો સાથે પણ કામ કર્યું હતું. ‘કર્મા’ ફિલ્મમાં તો જેકી શ્રોફ, અનિલ કપૂર, નસરૂદીન જેવા કલાકારો સાથે મહત્વની ભૂમિકા ભજવી હતી. 1976 થી 1981 પાંચ વર્ષ બ્રેક બાદ 1981માં ‘ક્રાંતિ’ ફિલ્મમાં દમદાર રોલ કર્યો હતો. ગોપી ફિલ્મનું ‘સુખ કે સબ સાથી દુખ મેં ન કોઇ’ તેમના ઉપર ફિલ્માંકન થયેલ ભજન આજે પણ મંદિરોમાં સાંભળવા મળે છે.

તેઓ પરિવારમાં 12 ભાઇ-બહેનો હતા. તેમનાં પિતા જમીનદાર અને ફળોના વેપારી હતા. રાજકપૂરના તે બાળપણના મિત્ર હતા. બાદમાં ફિલ્મ જગતમાં પણ તેમની દોસ્તી ચાલુ રહી હતી. 1940માં પિતા સાથે ઝગડો થતો ઘર છોડીને નાની મોટી નોકરી કરી હતી. બાદમાં બોમ્બે ટોકીઝની માલિક અને જાણીતી અભિનેત્રી દેવીકારાણીએ તેમની કંપનીમાં 1250 રૂા.ના માસિક પગારથી નોકરીએ રાખ્યા હતા. 1949માં આવેલી ‘અંદાજ’ ફિલ્મથી દિલીપકુમારનો સિતારો ચમક્યો હતો. આજ વર્ષે આવેલી ‘શબનમ’ ફિલ્મ પણ બોક્સ ઓફિસ ઉપર હીટ ગઇ હતી. પછી તો દર વર્ષે એક-બે હિટ ફિલ્મોમાં જોગન, બાબુલ, દિદાર, દાગ, અમર જેવી આવતી જ રહી હતી.

140856 Dk

દિલીપકુમારની અમુક ફિલ્મોના અભિનયને કારણે તેમને ‘ટ્રેજેડી કિંગ’નું બિરૂદ મળ્યું હતું. 1952માં મહબુબખાનની ‘આન’ ફિલ્મ જે ટેકનીકલરમાં બની હતી અને તેનો પ્રિમિયર શો લંડનમાં થયો હતો. તેમણે વૈજયંતીમાલા, મધુબાલા, નરગિસ, નિમ્મી, મીનાકુમારી અને કામિની કૌશલ જેવી વિવિધ અભિનેત્રી સાથે કામ કર્યું હતું. 1950માં તેની 9 ફિલ્મ સૌથી વધુ કમાણી કરનાર 30 ફિલ્મોમાં ટોચ ઉપર હતી. આ વર્ષમાં તેમનો ફિલ્મમાં કામ કરવાનો સૌથી વધુ એક લાખ રૂપિયા હતા. આટલી રકમએ વર્ષોમાં કોઇ કલાકારને મળતી ન હતી. તેમની એવરગ્રીન શ્રેષ્ઠ ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ ફિલ્મ જગતની સૌથી સફળ ફિલ્મ ગણાય છે. જેને 44 વર્ષ પછી 2004માં કલરમાં ફરી રજૂ કરી હતી. 1962માં તેમને અંગ્રેજી ફિલ્મની ઓફર મળી હતી. 1960થી 1970ના દાયકામાં તેમની ઘણી હિટ ફિલ્મો આવી હતી. 1980ના દશકામાં તેને ચરિત્ર અભિનેતા તરીકે ઘણી હિટ ફિલ્મો આવી હતી. 1980ના દશકામાં તેને ચરિત્ર અભિનેતા તરીકે ‘ક્રાંતિ’, ‘વિધાતા’ જેવી હિટ ફિલ્મો કરી હતી. તેમને કોઇ સંતાન નથી. દિલીપકુમાર ભારતની લગભગ બધી ભાષા જાણે છે અને અંગ્રેજી તો ખૂબ જ સારૂ જાણે છે.

Dilip Kumar - Wikipedia

1944 – પ્રથમ ફિલ્મ જવારભાટા

1949 – અંદાજ (રાજકપૂર-નરગીશ સાથે)

1950 – જોગન

1951 – દિદાર અને દાગ

1954 – ઉડન ખટોલા

1955 – ઇન્સાનિયત અને દેવદાસ

1957 – નયા દૌર

1958 – મધુમતી અને યહુદી

1959 – પૈગામ

Dilip Kumar - Wikipedia Bahasa Indonesia, Ensiklopedia Bebas1960 – કોહિનૂર, મુગલ-એ-

આઝમ

1961 – ગંગા જમુના

1964 – લીડર

1966 – દિલ દિયા દર્દ લીયા

1967 – રામ ઔર શ્યામ (ડબલ રોલ)

1968 – આદમી (મનોજ કુમાર સાથે)

1970 – દાસ્તાન બાદમાં ગોપી, સગીના, બૈરાગ

1976 થી 1981 વચ્ચે એકપણ ફિલ્મ ન કરીને બાદમાં 1981માં મનોજ કુમાર સાથે ‘ક્રાંતિ’ ફિલ્મ કરી હતી.

પછી તો વિધાતા, સૌદાગર, શક્તિ, મશાલ, કર્મા જેવી અનેક ફિલ્મોમાં ચરિત્ર અભિનેતાનો રોલ કર્યો હતો.

  • દિલીપ કુમારને મળેલા એવોર્ડ

1 3 3

2015 – ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ

2000 થી 2006 – રાજ્યસભાના સભ્ય

1994 – દાદા સાહેબ ફાળકે એવોર્ડ

1991 – પદ્મભૂષણ સન્માન

1979 થી 1982 – મુંબઇના શેરિફ તરીકે નિયુક્ત

1998 – પાકિસ્તાન સરકાર દ્વારા નિશાન-એ-ઇમ્તિયાઝ

આ ઉપરાંત હિન્દી ફિલ્મ જગતમાં સૌથી વધુ 8 વખત ફિલ્મ ફેયર એવોર્ડ તેમને મળેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.