Abtak Media Google News

૧૯૪૨માં મહાત્મા ગાંધીજીને શ્રઘ્ધાંજલી અર્પતા ગીત ‘સુનો સુનો યે દુનિયાવાલો બાપુ કી યે અમર કહાની’ ગેર ફિલ્મીગીત આજે પણ લોકો યાદ કરે છે,મહંમદ રફીને પ્રારંભમાં આ સંગીતકાર જોડીએ એ જ મદદ કરી હતી

હિન્દી ફિલ્મ જગતનીફિલ્મો તેના ગીતો અને સંગીતને કારણે હમેશા લોકોના હ્રદયવસી જાય છે. ખાસ કરીને જાુની ફિલ્મોના ગીતના શબ્દો, સંગીત, ગાયકોના કારણે જ હિટ થઇ જતી. જાુનિ ફિલ્મોમાં છ-સાત ગીતો આવતા હતા. ૧૯૭૦ સુધીનો અવિસ્મરણીયા સુવર્ણયુગ ફિલ્મોનો રહ્યો બાદમાં બદલાતા જમાના સાથે ફિલ્મો બદલાય ને તેના ગીતો પણ તેની સાથે બદલાતા ગીતોની આવરદા ઓછી ગઇ ગઇ, બોલતી ફિલ્મ આલમ આરા પહેલા મુંગી ફિલ્મો આવતી. બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોનો એક સુવર્ણ યુગ જ તો લોકો સિનેમા હોલમાં એ જમાનામાં ગીતો ઉપર ઝુમવા લાગ્યા હતા.

હિન્દી ફિલ્મ જગતની પ્રથમ સંગીતકાર બેલડી હુશ્નલાલ ભગતરામ બોલીવુડમાં માઇલ સ્ટોન હતા, કેમ કે તેમણે શંકર, જયશિકન, લક્ષ્મીકાંત ગાયક મહેન્દ્ર કપુર જેવા કલાકારોને તાલીમ આપી હતી. હુશ્નલાલ હતા, તો ભગતરામ બન્ને સગા ભાઇ હતા. શાસ્ત્રીય ગાયનમાં નિપુણ હુશ્નલાલ હતા, તો ભગતરામ ફિલ્મોમાં સંગીત આપ્યું. ૧૯૪૪ થી બન્ને ભાઇ હુશ્નલાલ ભગતરામની જોડી એ સંગીતકાર તરીકે કાર્ય શરુ કર્યુ. સમગ્ર દેશમાં ફિલ્મોમાં જોડીમાં સંગીતકાર તરીકે હુશ્નલાલ ભગતરામે શરુ કર્યુ.

શરૂમાં કાકાના પુત્રભાઇ પંડિત અમરનાથ કે જે એચ.એમ.વી. માટે સંગીત આપતા હતા, તેની સાથે જોડાયા હતા. ૧૯૪૦ ના દશકામાં આવેલી ‘પ્યાર કી જીત’ બડી બહેન જેવી હિટ ફિલ્મો આપી, આ સંગીતકારે હિટ ગીતોના ગાયક મોહમ્મદ રફીના શરુઆતના ગાળાામાં ખુબ જ મદદ કરી હતી. એ જમાનામાં ‘એક દિલ કે ટુકડે હજાર હુએ…. કોઇ યર્હા ગીરા કોઇ વર્હા’ રફી સાહેબ પ્રથમ હિટ ગીત તેના સંગીતમાં બન્યું હતું.

હિન્દી ફિલ્મોના ગોલ્ડ એરામાં સંગીતકાર હુશ્નલાલ, ભગતરામે ખ્યાતનામ ગાયકો જોહરાબાઇ અંબાલાવાલી, જીન્નત બેગમ, અમીરભાઇ કર્ણાટકી, સુરૈયા, લત્તા સાથે ઉભરતા ગાયક રફી સાથે તલણ મહેમુદ જેવા વિવિધ ગાયકો સાથે કામ કર્યુ ને જાુના ઓલ્ડ-ગોલ સદાબહારગીતો ફિલ્મ જગતને આપ્યા, આ સંગીતકારને ડી.ડી. કશ્યપે ચાન્સ આપ્યા ૧૯૬૦ ના મઘ્ય દશકા સુધીમાં હિટ ફિલ્મો સાથે શ્રેષ્ઠ ગીતો આપ્યા.  હુશ્નલાલ ૧૯૬૮ માં ૪૮ વર્ષે અને ભગતરામ ૧૯૭૩માં પ૩ વર્ષે દુ:ખદ અવસાન પામ્યા હતા. સનમ ફિલ્મમાં દેવાનંદ-મીનાકુમારી સાથે આ સંગીતકારે સુંદર ગીતો આપ્યા હતા.

હુશ્નલાલ-ભગતરામે ચાંદ (૧૯૪૪) મીર્ઝા સાહેબાન (૧૯૪૭) આજ કી રાત (૧૯૪૮), અમર કહાની (૧૯૪૯), બડી બહન, બાલમ, ૧૯૪૮માં પ્યાર કી જીત, બાદમાં આધી રાત, અફસાના, સનમ, કાફીલા અને ૧૯૫૫માં અદલે જર્હાગીર સાથે ૧૯૬૩ શહિદ ભગતસિંહ ફિલ્મોમાં સંગીત આપેલ હતું. બડી બહેન ફિલ્મનું ‘ચુપ ચુપ ખડે હો જરૂર કોઇ બાત હૈ’ ગીત આજે પણ એટલું જ હિટ છે.મિર્ઝા સાહિબાન ફિલ્મ ૧૯૪૭માં આવી જેમાં સંગીત હુશ્નલાલ, ભગતરામ તથા કાકાના પુત્ર પંડિત અમરનાથે ત્રણેય સાથે મળીને આપ્યું હતું. ૧૯૬૦ શરુના દશકમાં ગીતકારોની સાથે જાુના સંગીતકારોને ફિલ્મ મળતી બંધ થવા લાગી કારણ કે નવા જમાનાના દોર સાથે નવા નવા સંગીતકારો વિદેશી ટયુન, સાઝના ઉ૫યોગથી ગીતો બનાવા લાગતા આવા જાુના સંગીતકારો કામ વગરના થયા હતા. હુશ્નલાલ-ભગતરામ તેનાં ઉતરાર્ધમાં પણ ખોવાય ગયા. જયાં તેની કોઇ દરકાર ન કરી તેઓએ હિન્દી ફિલ્મ જગતને જેટલું આપ્યું તેટલું એ ગ્રેડ આપ્યું છે. આજે પણ લોકો તેમના ગીતો યાદ કરે છે.

પ્યાર કી જીત અને બીડી બહેનની સફળતા બાદ હુશ્નલાલ ભગતરામે ૧૯૪૯ થી ૫૦ વચ્ચે ૧૮ ફિલ્મો કરી હતી. બડી બહનના ગીતો તો ખુબ જ મશહુર થયા હતા. ૧૯૫૦ થી ૬૦ વચ્ચે નવા સંગીતકારોમાં એસ.ડી. બર્મન, સી.રામચંદ્ર, ઓ.પી. નૈયર સંગીતકારો વચ્ચે પણ આ સંગીતકાર જોડીની ડિમાન્ડ હતી. બી.આર. ચોપરાએ ૧૯૫૧ માં ‘અફસાના’માં હુશ્નલાલ-ભગતરામે જ સંગીત આપ્યું હતું.

રાજેન્દ્ર ક્રિષ્ણએ લખેલા ગીતને માત્ર ર૪ કલાકમાં જ મોહમ્મદ રફી પાસે હુશ્નલાલ-ભગતરામે સંગીત બઘ્ધ કરીને પૂ. મહાત્મા ગાંધીના અવસાન બાદ જ ‘સુનો સુનો એ દુનિયા વાલે બાપુ કી યે અમર કહાની’ ખરેખર અમર બનાવી દીધું હતું. રફીના સ્વર સાથે સુરૈયા, લત્તા સાથે કેટલાક યાદગાર યુગલ ગીતો આપ્યા હતા. ભગતરામ (૧૯૧૪ થી ૧૯૭૩) અને હુશ્નલાલ (૧૯૨૦ થી ૧૯૬૮) જીવન પાત્રા રહી. સુરીલા-મધુર ગીતો અને ગોલ્ડન એરા વચ્ચે એક સેતુના રૂપમાં તેમનું સંગીત સદૈવ યાદ રહેશે. ફિલ્મ જગતના સંગીત ઇતિહાસમાં તેમનું નામ સુર્વણ અક્ષરે રહેશે. ભલે બીજા સંગીતકારોની જેમ તેને મળવી જોઇ તેટલી પ્રસિઘ્ધી મળી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.