Abtak Media Google News

સોમનાથ  મંદિરે  પરિસરે ભવતા હાર્દ સ્વાગતમ અસ્તિ

સોમનાથ ખાતે  આવતા યાત્રીઓનું દેવભાષા સંસ્કૃત ના પવિત્ર શબ્દોથી સ્વાગત થાય, તેવા શુભાશય સાથે યોજાયેલ પ્રથમ સંસ્કૃત સંભાષણ વર્ગનું સમાપન થયું, જેમાં સોમનાથ ટ્રસ્ટના સહયોગથી   સોમનાથ સંસ્કૃત- યુનિવર્સિટિ દ્વારા 15 દિવસિય તાલિમ વર્ગનું સોમનાથ યાત્રી સેવાકેન્દ્ર ભવન ખાતે આયોજન કરવામાં આવેલ હતું. જેમાં  સોમનાથ ટ્રસ્ટ ના  સોમનાથ મંદિર સહિતના અન્ય મંદિરોમાં ભગવાનની સેવા કરતા પૂજારી ઓ, તથા સ્થાનીક તિર્થપુરોહિતો ના પરિવારો સંસ્કૃત સંભાષણ સરળતાથી કરી શકે તેવા શુભાશય થી સંસ્કૃત સંભાષણ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 15 દિવસ ચાલેલા વર્ગમાં  સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના સંશોધક વિદ્વાનો દીલીપભાઇ ત્રિવેદી અને રવિભાઇ રાદડીયા તથા સહાયક શિક્ષક દિપ પોપલીયા દ્વારા 55 જેટલા લાભાર્થીઓ ને સંસ્કૃતનુ પ્રશીક્ષણ આપવામાં આવેલ હતુ.

આગામી સમયમાં સોમનાથ ખાતે સંસ્કૃત સંભાષણના વધુ બે વર્ગોનું આયોજન થનાર છે, જેમાં સ્વૈચ્છીક રીતે લોકો જોડાઇ સંસ્કૃત સંભાષણ શીખી શકે અને રોજ બરોજના ઉપયોગમાં સંસ્કૃત ભાષા કેમ ઉપયોગી બની રહે તે  રીતે પ્રશીક્ષણ આપવામાં આવશે, આ વર્ગોનું આયોજન  સોમનાથ ટ્રસ્ટના સહયોગથી   સોમનાથ યુનિવર્સીટી દ્વારા હાથ ધરવામાં આવનાર છે.

જેમાં  સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી પ્રો. જે ડી પરમાર સાહેબ,   સોમનાથ યુનિવર્સીટી ના કાર્યકારી કુલપતિ ડો.લલીત પટેલ, રજીસ્ટ્રાર  દશરથ જાદવ, સોમપુરા બ્રહ્મસમાજ ના પ્રમુખ દુષ્યંતભાઇ ભટ્ટ સહિત મહાનુભાવો, સ્થાનીકો ની પ્રેરક ઉપસ્થીતી માં યોજાયો હતો.આ વર્ગ સમાપન પ્રસંગે સંસ્કૃત સંભાષણ ઉપસ્થીત સૌને વિવિધ વિષયો દ્વારા સંબોધીત કરવામાં આવેલ હતા જેમાં   સોમનાથ મંદિર ના મુખ્ય પુજારીશ્રી વિજયભાઇ ભટ્ટ દ્વારા   સોમનાથ મંદિર ની દિનચર્યા, પરાગભાઇ પાઠક પુજારી દ્વારા   સોમનાથ મંદિર માહાત્મ્ય તથા પ્રાગટ્યકથા, વિશાલભાઇ જાની દ્વારા સોમનાથ મંદિર પરિચય, વૈભવભાઇ પાઠક પુજારી સંસ્કૃત અને સંસ્કૃતિ જેવા વિષયો અંગે ઉંડાણપુર્વણ જણાવેલ હતું.આ પ્રસંગે ઉપસ્થીત સૌ ની આભાર વિધિ ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર અજય દુબે દ્વારા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.