Abtak Media Google News

જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓનું કરાયું સન્માન

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ તથા બોદર પરીવાર સેવા ટ્રસ્ટના પ્રમુખ  ભુપત ભાઈ બોદરની ખાસ ઉપસ્થિતીમાં સૂરત ખાતે બોદર પરીવાર નો પ્રથમ સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભુપતભાઈ બોદર એ ઉપસ્થિત બોદર પરિવારના અગ્રણીઓને ઉદબોધન કરતા જણાવ્યું હતું કે હું રાજકોટ જિલ્લાના બેડલા ગામ નો ખેડૂતપુત્ર છું અને હાલ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સત્તાને સેવાનું માધ્યમ બનાવી સમાજની સેવા નો જે અમૂલ્ય અવસર મને મળ્યો છે તે આપ સૌના આશીર્વાદ છે.

ત્યારે બોદર પરિવારે સમાજને ડોક્ટર,એડવોકેટ, પોલીસ, એન્જિનિયર, ઉદ્યોગપતિ અગ્રણી, વેપારીઓ આપ્યા છે અને તેઓ પોતાનું સામાજિક દાયિત્વ અદા કરી રહ્યા છે તે સમગ્ર બોદર પરિવાર માટે ગૌરવની બાબત  કહેવાય. ત્યારે બોદર પરિવાર ઉપર કુળદેવી ખોડિયાર માતાજી અને  કુળદેવતા મોણપર વાળા હનુમાનદાદા ની કૃપા અવિરત વરસતી રહે તેવા આશીર્વાદ માંગ્યા હતા. ત્યારે વધુમાં ભુપતભાઈ બોદર એ જણાવેલ કે દેશના પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી કે જેમણે વિશ્વમાં વિકાસની રાજનીતી પ્રસ્થાપિત કરી છે તેમના નેતૃત્વમાં દેશમાં અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ના માર્ગદર્શન હેઠળ ગુજરાત સતત વિકાસના પંથ ઉપર પ્રગતિના સોપાનો સર કરી રહ્યું છે. ત્યારે આ વિકાસના સાક્ષી બનવાનું આપણે સૌ અનુભવી રહ્યા છીએ.

આ કાયઁકમ માં તમામ ટ્રસ્ટીઓનું,પરિવારના વિશિષ્ઠ વ્યક્તિઓ,ડોકટરો,વકીલો, અધિકારીઓ જેવા કે બેંક મેનેજર,આર.ટી.ઑ.ઇન્સ્પેક્ટર,પોલીસ સબ ઇન્સ્પેક્ટર, આર્મી.મેન,આઇ.ટી.સેક્ટર ના નિષ્ણાતો તથા આ કાર્યક્રમ માં યોગદાન આપનારનું સન્માન કરવામાં આવ્યું હતુ .આ કાર્યક્રમ માં તમામ ટ્રસ્ટીશ્રીઓ તથા બોદર પરીવાર મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યો હતો.

આ તકે બોદર પરિવાર સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ભુપતભાઈ બોદર,ઉપ પ્રમુખ લાલભાઈ બોદર, મંત્રી હંસરાજભાઇ બોદર,હ મંત્રી  મનસુખભાઇ બોદર, ખજાનચી બાબુભાઈ બોદર,ુખ્ય સલાહકાર નાનજીભાઈ બોદર,  ટ્રસ્ટીધનજીભાઈ બોદર, ટ્રસ્ટી હીમતભાઈ બોદર, રામપર વાળા ટ્રસ્ટી હિંમતભાઈ બોદર (વડેરાવાળા) ,ટ્રસ્ટી  ભીમજીભાઈ બોદર. આ તમામ ટ્રસ્ટીઓનું સમાજ દ્વારા સન્માન કરાયું તેમજ વિશિષ્ઠ વ્યક્તિઓ માં બોદર પરિવાર ના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.