Abtak Media Google News

૫૦૨ રનનો પીછો કરતા આફ્રિકાની ટીમ ૪૩૧ રનમાં સમેટાઈ: ભારતને મળી ૭૧ રનની લીડ

દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે તેનાં પ્રથમ દાવમાં ૫૦૨ રન નોંધાવી ડિકલેર થઈ હતી ત્યારે સાઉથ આફ્રિકાએ ૫૦૨ રનનો પીછો કરતા ટીમ ૪૩૧ રનમાં સમેટાઈ ગઈ હતી જેનાં પરિણામ સ્વરૂપે ભારતને ૭૧ રનની લીડ મળી છે જેમાં રવિચંદ્રન અશ્વિનને ૧૪૫ રન આપી ૭ વિકેટો ખેરવી હતી જયારે રવિન્દ્ર જાડેજાએ ૨ અને ઈશાંત શર્માએ ૧ વિકેટ પ્રાપ્ત કરી હતી. આફ્રિકા તરફથી ડીન એલગર ૧૬૦ રન અને ડી કોકે ૧૧૧ રન નોંધાવી ટીમને મજબુતી આપી હતી ત્યારે બાકી રહેતા બે દિવસમાં શું મેચ ડ્રો થશે કે પરિણામ આવશે તે જોવાનું રહ્યું.

દક્ષિણ આફ્રિકા પ્રથમ ઇનિંગ્સમાં ૪૩૧ રનમાં ઓલઆઉટ થયું છે. તેમના માટે ડિન એલ્ગર અને કવિન્ટન ડી કોકે અનુક્રમે ૧૬૦ અને ૧૧૧ રનની ઇનિંગ્સ રમી હતી. તેમજ કપ્તાન ડુ પ્લેસીસે ૫૫ રનનું યોગદાન આપ્યું હતું. ભારતને ૭૧ રનની લીડ મળી છે. તેમના માટે ઓફ સ્પિનર રવિ અશ્વિને ૭ વિકેટ ઝડપી હતી. તેણે ઓગસ્ટ ૨૦૧૭ પછી પ્રથમ વાર ટેસ્ટમાં ૫ વિકેટ લીધી, તેમજ દક્ષિણ આફ્રિકા સામે પાંચમી વાર પાંચ વિકેટ લીધી છે.

દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે બેટ વડે શાનદાર પ્રદર્શન કરીને લડત આપી હતી. ૩૯/૩થી દિવસની શરૂઆત કરનાર આફ્રિકાએ ૮ વિકેટ ગુમાવીને ૩૮૫ રન કર્યા છે અને ભારતથી ૧૧૭ રન પાછળ છે.

ઓપનર ડિન એલ્ગર અને કવિન્ટન ડી કોકે સદી ફટકારીને દક્ષિણ આફ્રિકાને મેચમાં જીવંત રાખ્યું છે. ભારત માટે ઓફ સ્પિનર રવિ અશ્વિને પાંચ વિકેટ ઝડપી હતી. તેણે ઓગસ્ટ ૨૦૧૭ પછી પ્રથમ ટેસ્ટમાં ૫ વિકેટ લીધી, તેમજ દક્ષિણ આફ્રિકા સામે પાંચમી પાંચ વિકેટ લીધી છે.

ડી કોકે પોતાના ટેસ્ટ કરિયરની પાંચમી સદી ફટકારતાં ૧૧૧ રનની ઇનિંગ્સ રમી હતી. તે અશ્વિનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તે પહેલા ડિન એલ્ગરે કરિયરની ૧૨મી સદી મારી હતી. તે ૧૬૦ રને રવિન્દ્ર જાડેજાની બોલિંગમાં ડીપમાં પુજારાના હાથે કેચ આઉટ થયો હતો. જાડેજા સૌથી ઝડપી ૨૦૦ વિકેટ લેનાર ડાબોડી બોલર બન્યો છે. તેણે ૪૪ મેચમાં ૨૦૦મી વિકેટ લીધી છે, અગાઉ શ્રીલંકના હેરાથે ૪૭ ટેસ્ટમાં ૨૦૦ વિકેટ લીધી હતી. એલ્ગરે બીજી વાર ૧૫૦થી વધુ રનનો સ્કોર કર્યો હતો. આ પહેલા તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ ૨૦૧૭માં ૧૯૯ રન કર્યા હતા.

ભારતમાં ૨૦૧૨ પછી પહેલીવાર કોઈ વિદેશી ખેલાડીએ ૧૫૦થી વધુ રન કર્યા છે. છેલ્લે ૨૦૧૨માં એલિસ્ટર કૂકે ઈડન ગાર્ડન ખાતે ૧૯૦ રનની ઇનિંગ્સ રમી હતી. છેલ્લે હાશિમ અમલાએ ૨૦૧૦માં ભારતમાં સદી ફટકારી હતી. ૯ વર્ષ પછી દક્ષિણ આફ્રિકાના ખેલાડીએ ભારતમાં ટ્રિપલ ફિગર રજીસ્ટર કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.