ગણતંત્ર દિવસ પરેડમાં લશ્કરના આધુનિક શસ્ત્રો સાથે સૌ પ્રથમ વખત ‘વુમન પાવર’ દર્શાવાશે

પહેલીવાર અસમ રાઈફલની મહિલા અર્ધસૈનિક દળ કરશે પરેડમાં માર્ચ આ સાથે એમ ૭૭૭ અને કે.૯ વ્રજનું પ્રદર્શન તેમજ બાયો ફયૂલ જહાજ ઉડાડવામાં આવશે

ગણતંત્ર દિવસને હવે ગણતરીના કલાકોજ બાકી છે ત્યારે દિલ્હીના રાજપથમાં ગણતંત્ર દિવસની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મહત્વનું છે કે આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં ઘણી બધી વસ્તુઓ પ્રથમ વખત થવા જઈ રહી છે. મહત્વનું છે કે આ ગણતંત્ર પરેડમાં લશ્કનાં આધુનિક શસ્ત્રો સાથે સૌ પ્રથમ વખત ‘વુમન પાવર’ દેખાશે જેમાં ખાસ કરીને લશ્કરના નવા આધુનિક શસ્ત્રોમાં એમ. ૭૭૭ અને કે.૯ વજ્રને પહેલીવાર સામેલ કરવામાં આવશે આ સાથે આ પરેડમાં પ્રથમવાર મહિલા અર્ધસૈનિક બળ દ્વારા માર્ચ કરવામાં આવશે અને બધી પુરૂષટીમોનું નેતૃત્વ મહિલા ઓફીસર કરશે.

મહત્વનું છે કે અગાઉ પુરૂષો જ ગણતંત્ર પરેડમાં નેતૃત્વમાં જોડાતા હતા. અને પુરૂષ બટાલીયનને જ વધુ પ્રાધાન્ય અપાતું હતુ પરંતુ હવે ‘વુમનપાવર’ને પ્રાધાન્ય આપવાના આશયથી અને મહિલાઓ પોતાની ‘તાકાત’ બતાવી શકે તે ઉદેશ્યથી આ વર્ષે ગણતંત્ર પરેડમાં પુરૂષ બટાલીયનનું સંચાલન મહિલા ઓફિસર્સ કરશે. આ ઉપરાંત બોફોર્સને ૩૦ વર્ષ બાદ પહેલીવાર આર્મી એમ. ૭૭૭ અને કે. ૯ વજ્રનું પ્રદર્શન કરશે.

ગણતંત્ર દિવસ પરેડના સેંકડઈન કમાન્ડ મેજર જનરલ રાજપાલ પુનિયાએ કહ્યું કે પહેલીવાર પરેડમાં લશ્કર પોતાની નવી આર્ટિલરીનું પ્રદર્શન કરશે. ગત વર્ષે અમેરિકાથી લવાયેલ એમ ૭૭૭ એટ અલ્ટ્રાલાઈટ હોવિત્સર પણ આ પરેડમાં દેખાશે. આ ઉપરાંત ભારત માં બનેલી મેઈક ઈન ઈન્ડિયા કે. ૯ વજ્રનું પ્રદર્શન કરવામાં આવશે. તેનું નિર્માણ એલએન્ડટીએ કર્યું છે.

એમ.૭૭૭ એક ૧૫૫ એમએમ આર્ટિલરી ગન છે.જેની અધિકતમ રેન્જ ૩૦ કિલોમીટર છે. આ બંદૂક અફઘાનિસ્તાનમાં યુધ્ધ દરમિયાન પણ ઉપયોગમાં લેવાઈ હતી. ૨૦૧૭માં ભારત અને અમેરિકા વચ્ચે ૫૦ હજાર કરોડ રૂપીયાના ખર્ચે ૧૪૫ હોવિત્સરની ખરીદી થઈ હતી તો બીજી તરફ કે.૯ વજ્ર દક્ષિણ કોરિયાઈ આર્ટિલરી ગન છે. એલ એન્ડ ટી આ ગન ટેકનોલોજીને દક્ષિણ કોરિયાથી લવાઈ છે. કંપનીએ ૪૫૦૦ કરોડ રૂપિયામાં ૧૦૦ યુનિટનું સપ્લાય કર્યું છે.

મેજર જનરલ પુનિયાએ કહ્યું. ‘ડીઆરડીઓ ના બે ડિફેન્સ પ્રોજેકટ મધ્યમ દૂરીની સર્ફેસ ટુ એવર મિસાઈલ અને અઝાન આર્મ્ડ રિકવરી એન્ડ રિપેયર વ્હીકલ જેનો હજી ટ્રાયલ ચાલી રહ્યો છે. તેનું પણ પરેડમાં પહેલીવાર પ્રદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત સર્ફેસ માઈન કલીયરીંગ વીઈકલનું પણ પહેલીવાર પ્રદર્શન કરાશે. તેમણે જણાવ્યું કે ‘રાજપથ પર ફલાઈપાસ્ટ દરમિયાન એક ૩૨ ટ્રાંસપોર્ટ એયરક્રાફટ પહેલીવાર બાયો ફયુલથી ઉડાન ભરશે. આ ઉપરાંત નેતાજીની આર્મી આઈએનએનો હિસ્સો રહેલા ચાર વ્યકિત પણ પહેલીવાર પરેડમાં ભાગ લેશે.

મોટા મોટા હથિયારો ઉપરાંત પરેડનું મુખ્ય આકર્ષણ સેનાની મહિલા શકિત પણ હશે. પહેલીવાર મહિલા અધ્ધસૈનિકોની ટુકડી પરેડમાં હિસ્સો લેશે. આ ટુકડી અસમ રાઈફલનો હિસ્સો છે. જે દેશનો સૌથી જુનુક અર્ધસૈનિક દલ છે. આ ટુકડીનું નેતૃત્વ મેજર ખુશ્બુ કવર કરશે.

ફૂલ ડ્રેસ રિહર્સલ બાદ મેજર ખુશ્બુએ જણાવ્યું કે આ મારા માટે ખૂબજ ગર્વની ક્ષણ છે. કે પહેલીવાર પરેડનો હિસ્સો બની રહેલી બટાલીયનનું નેતૃત્વ હું કરી રહી છું. દેશના સૌથી જૂના સૈનિક દળને ૨૦૧૫માં મહિલાઓની પહેલી બેંચ એપ્રીલમાં ૨૦૧૬માં પાસ થયો હતો.

આજ ફોર્સમાં ૨૨૦ મહિલા રાઈફલ છે. જેમાં લગભગ ૩૩ ટકા ઉત્તર પૂર્વીય રાજયોમાંથી છે. બાકી મહિલાઓ દેશના અન્ય રાજયોમાંથી જો કે અસમ રાઈફલમાં મહિલા ઓફિસર સેનાથી ડેપ્યુટેશન પર આવે છે.

આ ગણતંત્ર દિવસની પરેડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિવિધ દેશોનાં આમંત્રીત મહેમાનોની ઉપસ્થિતિમાં લશ્કરનાં આધુનિક શસ્ત્રોની સાથે પુરૂષ બટાલીયનનું સંચાલન મહિલા ઓફિસર દ્વારા કરવામાં આવશે અને ‘વુમનપાવર’નું પ્રદર્શન થશે.