Abtak Media Google News

જીયો પ્લેટફોર્મનો ઓવરસીઝ આઈપીઓ લાવીને રૂ.૭.૪૦ લાખ કરોડ એકઠા કરવાની કંપનીની તૈયારી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીની આગામી સમયનાં ઉદ્યોગોને પ્રવાહ પારખવાની આવડતના કારણે તેઓની ગણતરી એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિમં થાય છે. રિલાયન્સ જીયો દ્વારા ડીજીટલ ઉદ્યોગમં ઝંપલાવવીને ધુમ મચાવીને ચાર વર્ષમાં જીયોને દેશની સૌથી મોટી ડીજીટલ કંપની બનાવી દીધી છે. તાજેતરમાં રિલાયન્સ જીયોએ ફેસબુક સહિતની વિશ્ર્વની અનેક ડીજીટલ કંપનીઓ સાથે કટાક્ષ કયો છે હવે જીયો પ્લેટફોર્મ ઓવરસીઝ ઈશ્યુ લાવીને રૂા. ૭.૪૦ લાખ કરોડ એકઠા કરીને આંતરરાષ્ટ્રીય બજાર સર કરવા ફેસબુકની પાંખે જીયોએ ઉંડાણ જીયો પ્લેટ ફોર્મને ઓવરસીઝ લીસ્ટીંગ કરવા કંપનીએ છેલ્લા એક માસથી તૈયારીઓ શરૂ કરી છે. જે માટે કંપનીએ આગામી ૧૨ થી ૨૪ માસમાં ઓવરસીઝ આઈપીઓ લાવવાનો નિર્ણય કરાયાનું જણવા મળ્યું છે. આ ઓવરસીઝ આઈપીઓ દ્વારા કંપનીએ એક બિલિયન ડોલર એટલે કે રૂા. ૭.૪૦ લાખ કરોડ એક માસમાં એકઠા કરવાનો નિર્ધાર રાખ્યો છે. જોકે કંપનીએ લિસ્ટીંગ વેન્યુ ઉપરાંત આઈપીઓનો સમય કે કદ અંગે કોઈ અંતિમ નિર્ણય નથી કર્યો મુકેશ અંબાણીએ તાજેતરમા જ ફેસબુક ઈન્ક. મિલ્વર લેક પાર્ટનર અને જનરલ એપ્લાનિટક સાથે રોકાણના કરારો કર્યા હતા. ગયા અઠવાડીયે રિલાયન્સે કેકેઆર એન્ડ કું. સાથેના સોદાની મહોર લગાડી છે.જેથી કેકે આર જીયો પ્લેટફોર્મમાં નવું રોકાણ બન્યું છે.

જીયો પ્લેટફોર્મ રિલાયન્સની ડીજીટલ છે જે વાયરલેસ કેરિયર, રિલાયન્સ જીયો ઈન્ફોકોમ લી સાથે જોડે છે. જે ભારતના વિશાળ ગ્રાહક બજારમાં ટોચની ઈ-કોમર્સ અને પેઝેન્ટ ઓપરેટર બનવાનું લક્ષ્યાંક ધરાવે છે. રોકાણકારો જીયોની ભારતના વિશાળ ગ્રાહક બજારમાં પ્રવેશી અને તેની ટેકનોલોજીથી છૂટકથી લઈને શિક્ષણ અને પેમેન્ટ સુધીના પરંપરાગત ઉદ્યોગોમાં તેજી લાવવાની સંભાવના પર વિશ્ર્વાસ મૂકી રહ્યા છે. એકમાત્ર ભારતમાં ઈન્ટરનેટનું વિશાલ ખૂલ્લુ બજાર છે. જયાં વિદેશી ટેકનોલોજી જાયન્ટસ કંપનીઓ જેવી કે એમેઝોન વોલમાર્ટ ગુગલના પેરેટલ આલ્ફાબેટ ઈંક માર્કેટ શેર માટે સ્પર્ધા કરી શકે છે. વર્ષ ૨૦૧૬માં શરૂ થયેલી રિલાયન્સજીયો કંપની હવે ભારતની સૌથી મોટી વાયરલેસ કેરિયર કંપની બની ગઈ છે. રાષ્ટ્ર વ્યાપી ૪જીનું વિશાળ નેટવર્ક દ્વારા ભારતની તમામ જૂની ટેલીકોમ કંપનીઓને કિંમતની માંડીને તમામ મુદાઓ પર મ્હાત આપી હતી. ત્રણ વર્ષ પહેલા રિલાયન્સે રિલાયન્સ જીયોના આવેલા આઈપીઓમાં ૩૧ અબજ ડોલરનું રોકાણ થયું છે. જયારે વર્ષ ૨૦૧૯માં રિલાયન્સે બ્લુમબર્ગ ન્યુઝમાંપણ રોકાણ વધાર્યું હતુું.

મુકેશ દેશમાં ‘હીરો’ બન્યા જયારે ‘અનંત’ વિશ્ર્વ ફલક પર હીરો બનશે

Df

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડના પરંપરાગત ઓઈલ રીફાઈનરીના ઉદ્યોગમાંથી સતત વિકાસ કરીને મુકેશ અંબાણીએ આગામી સમયના ઉદ્યોગો પર નજર ઠેરવી હતી જેથી રિલાયન્સે રિટેલ પેટ્રોકેમિકલ્સ, ટેલીકોમ્યુનિકેશનના વ્યવસાયમાં ઝંપલાવ્યા બાદ, મીડિયા, ડીજીટલ વગેરે ક્ષેત્રોમાં રોકાણ કર્યું હતુ. સમયની માંગ પ્રમાણે ઉદ્યોગો જ શરૂ કરીને મુકેશ અંબાણીમાત્ર ભારતના જ નહીં એશિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં આવી ગયા છે. જેથી મુકેશ અંબાણી હાલમાં દેશમાં ઔદ્યોગીક હીરા સમાન બની ગયા છે. રિલાયન્સે તેની કંપની જીયો પ્લેટફોર્મના ફેસબુક, સિલ્વર લેક પાર્ટનર એન્ડ જનરલ એન્લાન્ટીક , કેકેઆર એન્ડ કું જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે કરારો કર્યા છે. જીયો પ્લેટફોર્મ કંપનીના બોર્ડમાં તાજેતરમાં મુકેશ અંબાણીના ૨૫ વર્ષિય પુત્ર અનંત અંબાણીને એડીશનલ ડીરેકટર બનાવવામાં આવ્યા છે. મુકેશ અંબાણીના જોડિયા સંતાનો આકાશ અને ઈશા અંબાણી રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રીટેલ ઉદ્યોગના બોર્ડમાં પહેલેથી જ કાર્યરત છે. હવે જીયો પ્લેટફોર્મ ઓવરસીઝ ઈશ્યું લાવીને પોતાના ડીજીટલ વ્યવસાયનો આંતરરાષ્ટ્રીય કક્ષાએ લાવવાની તૈયારી શરૂ કરી છે. ત્યારે તેમાં યુવા અનંતને એડીશનલ ડીરેકટર બનાવીને તેની વિશ્ર્વ ફલક પર હીરો બનાવવા મુકેશ અંબાણીએ તયારી આદરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.