Abtak Media Google News

આંધળી ચાકણ તરીકે ઓળખાતા બે મોઢાવાળા સાપનું ખરીદ-વેંચાણ કરતા પાંચ શખ્સોની ધરપકડ

ધાંગધ્રા પાસે આવેલા રણકાંઠાના વિસ્તારમાં  અવારનવાર  અભ્યારણની અંદર ઘુડખર તેમ જ નીલગાય સહિતના  મૃતદેહો મળી આવે છે અને શિકાર  થવા ની તેમજ આકસ્મિક મોતની ઘટનાઓ બનતી હોય છે  અને  વનવિભાગ દ્વારા  આ અવેઇદ્ય શિકારને રોકવા માટે સતત  વોચ રખાતી હોય છે  ક્યારે  ધાંગધ્રા વનવિભાગને  હાલ સાપ નું  ગેરકાયદેસર વેચાણ થતું  હોવાના સમાચાર મળવાને પગલે પી. બી. દવે, મદદનીશ વન સંરક્ષક  ઘુડખર અભયારણ્ય, ધ્રાંગધ્રા   તથા બજાણાં સંરક્ષણ બી.એમ છાસિયા તથા આર.એફ.ઑ કે.એ મુલતાની,વ નપાલ બી આર મકવાણા તેમજ બીજે પાટડીયા તેમજ એચ.એમ પારેજીયા અને મહેશભાઈ રબારી સહિતની ટીમને  આરોપીઓને  છટકું ગોઠવીને પકડી પાડવામાં સફળતા મળી છે  જેમાં ધ્રાંગધ્રા વનવિભાગના અધિકારીઓને મળેલ ગુપ્ત બાતમીના આધારે ઇસ્કોન ફુડ મોલ, કચોલીયા પાસે અમદાવાદ હાઇવે પર છટકું ગોઠવીને આંધળી ચાકણ (કોમન સેન્ડ બોઆ) સર્પ જીવ-૧નું વેચાણ કરવા આવેલ ઇસમો પૈકી બે ઇસમોને તથા ખરીદવા માટે આવેલ ઇસમો કે જેઓ રાજકોટ તથા જામનગરથી આવેલ હતા તે સહિત કુલ ૪ આરોપીઓ રસીદખાન કાળુખાન મલેક, રહે. સેડલા, તા. દસાડા, રાજુભાઇ ભરતભાઇ પનારા, રહે. કોઠારીયા, તા. વઢવાણ, ઘનશ્યામભાઇ મોહનભાઇ પટેલ, રહે. રાજકોટ, કૌશિકભાઇ દેવીદાસભાઇ પારેખ, રહે. જામનગરને તેઓને રંગે હાથ પકડી લેવામાં  આવ્યા હતા જેમાં બે તરફના મો વાળા સાપ તરીકે પ્રખ્યાત આંધળી ચાકણ તરીકે ઓળખાતા સર્પમાં રહેલ મેડીસીનલ ગુણ તથા તેનાથી ધનલાભ થાય તેવી અંધશ્રદ્ધાના કારણે આ વન્યજીવોનો વેપાર થતો હોય છે. આ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨ હેઠળ રક્ષિત છે. આ બાબતે ગુનો નોંધી તપાસ ચાલુ છે અને આ ગુનામાં વધુ ઇસમો સંડોવાયેલા હોય તેવી પણ શંકા સેવાઈ રહી છે અને એ બાબતમાં તપાસ ચાલુ છે. આ પ્રશ્ને આવા વન્યજીવોની તસ્કરી રાજ્ય બહાર પણ થતી હોવાની સંભાવનના પગલે ભારત સરકારનાં વાઇલ્ડલાઇફ ક્રાઇમ ક્ધટ્રોલ બ્યુરોનાં મુંબઇ સ્થિત અધિકારીનો સંપર્ક કરીને તેઓનું માર્ગદર્શન પણ લેવામાં આવેલ છે એવું પણ ધાંગધ્રા વનવિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

બાદમાં વનવિભાગની મોડી સાંજે ચાર આરોપીઓને ઝડપી અને સઘન પૂછપરછ કરતા પાંચમો આરોપી પરસોતમ ચૌહાણ ઉર્ફે શિવો રહેવાસી લખતર વાળા નું નામ ખૂલતા તેને ઝડપી લઇ આ પાંચેય આરોપીઓ પાસેથી સરકારી ધારાધોરણ મુજબનું દંડ ફટકારી પાસેના રોકડ દંડ કરાવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.