- લઘુ ભારત તરીકે ઓળખાતા ગાંધીધામનો 75મો સ્થાપના દિવસ
- મહાનગરપાલિકા દ્વારા આદિપુરમાં ભાઈપ્રતાપ દિયલદાસની સમાધિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ
- ધારાસભ્ય માલતી મહેશ્વરી, સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
12 ફેબ્રુઆરી 1948ના ગાંધીધામની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે લઘુ ભારત તરીકે ઓળખાતું શહેર વટ વૃક્ષ બની ગયું છે. તેમજ 75 માં સ્થાપના દિવસની ઉજવણી નિમિતે મહાનગરપાલિકા દ્વારા આદિપુરમાં ભાઈપ્રતાપ દિયલદાસની સમાધિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ધારાસભ્ય માલતી મહેશ્વરી, કોર્પોરેશન ડેપ્યુટી કમિશનર સંજય રામાનુજ, મેહુલ દેસાઈ સહિત શહેરના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમના અંતે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ સૌને શુભકામનાઓ પાઠવી હતી.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, આજ રોજ આદિપુર શ્રમજીવી ઉત્કર્ષ એસોસિએશન દ્વારા ગાંધીધામ ડે ના દિવસે 80 બજાર થી ભાઈ પ્રતાપની સમાધિ સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી ,અને તેમની સમાધિ પર પુષ્પહાર અર્પી કોર્પોરેશન અને ધારાસભ્યનો શાંતિપૂર્વક ઘેરાવ કરી રજૂઆત કરી કે, અમો આ કેબિન ધારકો અહી છેલ્લા 35 થી 40 વર્ષ થી નાની મૂડી રોકી ધંધો રોજગાર કરી પોતાનું ગુજરાન ચલાવીએ છીએ , આ લાકડાની કેબિનોની પાછળની જગ્યા એ અનુક્રમે 1 માછી માર્કેટ ,2 પ્રાથમિક શાળા ,3 નવ યુવક ગ્રુપ 4 TCPC ની દીવાલ ને અડીને છેલ્લા ખૂણા સુધી આવેલ કેબિનો બાબતે એસ આર સી પાસે અનેક વાર રજૂઆત કરી છે.
એસોસિયેશનના સભ્યો એસ આર સી ના તમામ નિયમોના ધારા ધોરણે આજ એમની એસ આર સી ની હદમાં પાકી દુકાનો બનાવવાનું પ્લાન છે જે અગાઉ પણ GDO દ્વારા વર્ષ 2005 DPT ની મંજુરી મુજબ નકશા મંજૂર કરેલ હતા જેનો સમયગાળો 2 વર્ષ વીતી જતાં એ નકશાઓ રદ્દ કરેલ છે. હાલ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ કાર્ય ને અનુસંધાને કોઈ નાના કેબિન ધારકોના ધંધા રોજગાર છીનવાઈ ન જાય તે માટે એસ આર સી ની હદમાં માત્ર 6 થી 7 ફૂટ કેબિનો પાછળ હટાવી છે,મહાનગરપાલિકા શહેર ને સુંદર બનાવવા માંગે છે જેમાં અમારો પૂરો સહયોગ છે પણ જે આદિપુર શ્રમજીવી કેબિન એસોિયેશનના સભ્યોને રોજનું કમાઈને ખાનારા ધંધામાં વિક્ષેપ ન પડે બેરોજગારી ના વધે તેનું પણ ધ્યાન રાખવામાં આવે. અને હવે જો એસ આર સી પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે તો ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે જવાનું કેબિન ધારકો વિચારી રહ્યા છે. આ તકે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આદિપુર પોલીસ હાજર રહી હતી
અહેવાલ: ભારતી માખીજાણી