બંધારણના ઘડવૈયા અને દેશને બંધુત્વની દિશા દેખાડનાર ડૉ. આંબેડકરની જન્મજયંતિ: સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર સાદગીપૂર્ણ ઉજવણી

દેશને બંધુત્વની દિશા દેખાડનાર આ‘ભારતરત્ન’ની જયંતિની સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં શ્રધ્ધાસુમન અર્પણ કરી સાદગીપૂર્ણ ઉજવણી 

બંધારણના ઘડવૈયા તથા ‘મહામાનવ’ તરીકે પ્રખ્યાત દેશની મહાન વિભૂતિ ડો. ભીમરાવ આંબેડકરની આજે 130મી જન્મજયંતિ છે. દેશભરમાં આજે તેઓને શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવશે. 14 એપ્રિલ 1891માં મધ્યપ્રદેશના મહુ ગામમાં ડો. આંબેડકરનો જન્મ થયો હતો. તેમના માતાનું નામ ભીમાબાઈ અને પિતાનું નામ રામજી સકપાલ હતુ.તેઓનું જીવન બાળપણથી જ સંઘર્ષમય રહ્યું હતુ.દેશની વર્તમાન પેઢી આ વાતથી કદાચ અજાણ હશે કે બાબા સાહેબ પોતાના સમયના લોકોમાં સૌથી વધુ શિક્ષીત વ્યકિત હતા.આ મહામાનવે સમાજમાં સમયની સાથે આવતા અમાનવીય કુરિવાજો જેવા કે છુતઅછૂટ, ભેદભાવ, તિરસ્કાર વગેરેને પોતે પણ અનુભવ્યા હતા. તેમ છતાં તેઓ હિંસાથી દૂર રહ્યા હતા અને સમાજને જોડવાના પ્રયાસના ભાગરૂપે તેઓએ આ વંચિત વર્ગને સમાજમાં તેમની પ્રતિષ્ઠા પરત અપાવવા માટે પોતાના જીવનને સમર્પિત કરી દીધું હતુ.બાબા સાહેબનું માનવું હતુ કે સામાજીક સમરસતાનું નિર્માણ કરવાથક્ષ જ સામાજીક સમાનતા આવી શકે છે.

તેઓએ 24 નવેમ્બર 1947નાં રાજે દિલ્હીમાં કહ્યું હતુ કે ‘આપણે બધા ભારતીય પરસ્પર ભાઈ-ભાઈ છીએ આ બંધુત્વ ભાવનાનો અભાવ છે જેને કેળવવી જોઈએ.આવા રાષ્ટ્રપ્રેમી, સમાજ પ્રેમી દિગ્ગજ વ્યકિતત્વની પ્રતિમાને રાજકોટ જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર તથા ડીડીઓ અનિલભાઈ રાણાવસીયાએ શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા. તેમજ લોધીકાના ખીરસરા ગામે ખીમજીભાઈ મુકેશભાઈ તથા સોમાભાઈ સાગઠીયા પરિવાર તથા યુવા મિત્રોએ કોરોનાના કારણે ડો. બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અને વંદન કરી સાદગીપૂર્ણ ઉજવણી કરી હતી.

શહેર ભાજપ અને અનુસુચિત જાતિ મોરચા દ્વારા ડો.આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી

 

હાલ દેશમાં કોરોના વાઈરસને કારણે લોકડાઉન ની પિરસ્થિતિ હોય કેન્દ્ર સરકાર અને રાજય સરકારના આદેશોનુસાર સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવવુ અતિ આવશ્યક હોય તેને ધ્યાનમાં રાખીને દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજીની  જન્મજયંતીની ઉજવણી અંતર્ગત શહેર ભાજપ ધ્વારા સીવીલ હોસ્પિટલ ચોક ખાતે આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ અને ત્યારબાદ શહેરના તમામ બુથમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ  જાળવીને ડો. બાબાસાહેબ આંબેડકરજીને પુષ્પાંજલી અર્પણ કરવામા આવેલ હતી.


આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, મેયર ડો. પ્રદિપ ડવ, ધારાસભ્ય અરવીંદ રૈયાણી, બીનાબેન આચાર્ય, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, યુવા મોરચાના પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ, કાર્યાલય મંત્રી હરેશ જોષી, પી.નલારીયન પંડિતે જહેમત ઉઠાવી હતી.


આ ઉપરાંત શહેર ભાજપ અનુ.જાતી મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, મહામંત્રી નાનજીભાઈ પારઘીની આગેવાનીમાં પણ પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેર ભાજપ અનુ. જાતી મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, મહામંત્રી નાનજીભાઈ પારઘી તેમજ  ભારતીબેન મક્વાણા, પરષોતમભાઈ રાઠોડ, રવી ગોહેલ, જયંતી ધાંધલ, પ્રવીણ ચાવડા, મીનાબેન સરવૈયા, મહેશ અઘેરા, મૌલીક પરમાર સહીતના ઉપસ્થિત રહયા હતા.

શહેર ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા ભીમ જયોત કાર્યક્રમ યોજાયો


દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજીની  જન્મજયંતીની પૂર્વસંધ્યાએ  શહેર ભાજપ અનુ.જાતી મોરચા ધ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી કિશોર રાઠોડની ઉપસ્થિતિમાં શહેરના સીવીલ હોસ્પિટલ ચોક ખાતે ભીમજયોત કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.


આ તકે શહેર ભાજપ અનુ. જાતી મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, મહામંત્રી નાનજીભાઈ પારઘી,ભારતીબેન મક્વાણા, પરષોતમભાઈ રાઠોડ, ઈશ્ર્વરભાઈ જીતીયા, પ્રવીણ ચાવડા, દીનેશ સોલંકી, શોભીત પરમાર, મહેશ અઘેરા, સોમભાઈ પરમાર, જયંતીભાઈ સોલંકી, અરૂણભાઈ સોલંકી, રવી ગોહેલ, જયંતી ધાંધલ, મીનાબેન સરવૈયા, મૌલીક પરમાર, મોન્ટુભાઈ વીસરીયા, સચીનભાઈ પરમાર, પ્રવીણભાઈ સોઢા સહીતના ઉપસ્થિત રહયા હતા.