Abtak Media Google News

બોલીવુડ અભિનેત્રી રાણી મુખજીના ચાહકોએ તેની આવનારી ફિલ્મ માટે વધુ એક મહીનો રાહ જોવી પડશે. કારણ કે રાણી મુખર્જીની ફીલ્મ હીંચકીને હિંચકી આવતા તેની રીલીઝ તારીખ એક માસ પાછી ઠેલાઇ છે. એટલે કે ફીલ્મ હિંચકી હવે ર૩ ફ્રેબુઆરીએ નહિ પણ ર૩ માર્ચે રીલીઝ થશે.

હીંચકી કેમ એક મહિનો પાછળ લઇ ચાલો તેનું કારણ પણ જણાવી દઇએ યશરાજ ફીલ્મકે (વાયઆરએફ) એ વિચારીને હીંચકીને ર૩ માર્ચે રીલીઝ કરવાનું નકકી કર્યુ છે. કે ફેબ્રુઆરી માસમાં વિઘાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત હશે અને પરીક્ષા પુર્ણ થયા બાદ ર૩ માર્ચે મુવી રીલીઝ કરીશું. જેથી હિંચકી મુવીને પરીક્ષાનું ગ્રહણ ન નડે.

બોર્ડની પરિક્ષાઓને ઘ્યાને લઇ યશરાજ ફીલ્મસે આ પ્રકારે નિર્ણય લીધો છે. હિંચકી એક ફેમીલી મુવી છે. જેથી નાના બાળકોથી માંડી વિઘાર્થીઓ અને વડીલો મૂવી જોઇ શકે તે માટે યશ રાજ ફીલ્મે કહ્યું છે કે હિંચકી ના રીલીઝીંગ માટે ર૩ માર્ચ બેસ્ટ છે પ્રોડયુસર મનીષ મહેતાએ કહ્યું છે કે, હીંચકી ફીલ્મ વિઘાર્થીઓ અને ફેમીલીને વધુ કનેકટેડ છે. અને વધુને વધુ ઓડીઅન્સ ફીલ્મને માણે તે આશાથી ફીલ્મની રીલીઝ ડેટ ર૩ માર્ચ સુધી લંબાવાઇ છે.

જણાવી દઇએ કે હીંચકી મુવીમાં મેઇન રોલમાં રાણી મુખર્જી છે જે નૈના માથુરનું પાત્ર ભજવે છે. જેને હીંચકીની સમસ્યા હોય છે. આ ફીલ્મનું ડાયરેકશન સિઘ્ધાર્થ મલ્હોત્રાએ કરેલું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.