Abtak Media Google News

કુશળ વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ આઈડિયાને અપાશે સરકાર દ્વારા નાણાકીય સહાય

સરકારી એન્જિનિયરિંગ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને પોતાના સ્ટાર્ટઅપ ના ફંડિંગ માટે નાણાકીય સહાય પૂરી પાડવા કોલેજ દ્વારા જજઈંઙ 2.0 ની શરૂઆત કરવામાં આવી છે.જે અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ ક્ષેત્રના સ્ટાર્ટઅપ પ્રોજેક્ટને રજૂ કરવામાં આવ્યા હતા તથા નિષ્ણાંતો દ્વારા તેની ચકાસણી અને ફંડિંગ આપવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ના ઈનોવેટિવ આઈડિયા ને ટેકનિકલ તથા નાણાકીય સહાય પૂરી પાડવા જજઈંઙ 2.0 શરૂ કરેલ છે, જેના ભાગ રૂપે સરકારી ઇજનેરી કોલેજ રાજકોટ ખાતે તા.31/03/2023 ના રોજ આત્મનિર્ભર ગુજરાત તથા મેક ઈન ઈન્ડિયા ના ઉદ્દેશ્ય ને સાકાર કરવા “ડેમો ડે – પ્રયાસ” નું આયોજન થયેલ. ઇવેન્ટ ના ઉદ્ઘાટન પ્રસંગે રાજકોટ કલેક્ટર શ્રી અરુણ મહેશ બાબુ એ પ્રેરક હાજરી આપેલ. પોતાના પ્રવચન માં વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કરતા અરુણ સાહેબે જણાવેલ કે વિદ્યાર્થીઓ પોતાના કૌશલ્યથી સામાન્ય માણસોની સમસ્યા દૂર કરી એમની સુખાકારી વધે એવો પ્રયત્ન કરે એ આવકાર્ય છે.

Screenshot 3 55

રાજકોટ માં બનેલ પ્રોજેક્ટ દેશ દુનિયા માં નામ કરે એવી આશા એમણે વ્યક્ત કરેલ. આ ઇવેન્ટ દરમિયાન વિદ્યાર્થીઓ ની આશરે 80 ટીમએ પોતાના તકનિકી કૌશલ્ય નો ઉપયોગ કરી અવાજ પ્રદૂષણ ની અસર ધટાડતા, પ્લાસ્ટિક વેસ્ટ માંથી ઇંટ બનાવતા, વીજચોરી ને રોકી શકતા, વોટ્સએપ ના ઉપયોગ થી ચેટબોટ, પોર્ટેબલ ઇ. વી. સ્કૂટર, લાઇફ સેવર ડ્રોન , વાયરલેસ પાવર ટ્રાન્સમિશન જેવા નવીનતમ આઈડિયા રજૂ કરેલ હતા. આ ઉપરાંત રાજકોટ ખાતે સ્કીલ ડેવલોપમેન્ટ માટે કાર્યરત સંસ્થા ગજઈંઈ તથા સરકારી ઇજનેરી કોલેજ વચ્ચે વિદ્યાર્થીઓ ને કારકિર્દી લક્ષી તાલીમ આપી શકાય એ માટે એમઓયુ પણ થયેલ. આ તબક્કે ગજઈંઈ ના જનરલ મેનેજર શ્રી કોહલી ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થા ના પ્રિન્સીપાલ શ્રી કે.જી. મારડીયા માં માર્ગદર્શન હેઠળ, જજઈંઙ કોર્ડીનેટર શ્રી કે. બી. રાઠોડ એ જહેમત ઉઠાવેલ.

વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ ખૂબ મોટી તક સમાન : અરુણ મહેશ બાબુ

રાજકોટ જિલ્લા કલેકટર અને મેજિસ્ટ્રેટ અરુણ મહેશ બાબુ જણાવે છે કે અબતકને જણાવે છે કે,આજરોજ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલીસી અંતર્ગતના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે,જેનું પ્રયાસ નામ આપવામાં આવ્યું છે. આશરે 35 જેટલા પ્રોજેક્ટ અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યા છે જે એક નવા કોન્સેપ્ટ સાથે વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે.આ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટની નિષ્ણાંતો દ્વારા ચકાસણી કરી અને રૂપિયા બે લાખ સુધીની સહાય પૂરી પાડવામાં આવશે જે એક વિદ્યાર્થીઓ માટે ખૂબ મોટી તક સમાન છે.વિદ્યાર્થીઓ જીવનમાં ખૂબ જ સફળ થાય અને દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવું છું.

કોલેજના આવા પ્રયાસોથી વિદ્યાર્થીઓની અંદર છુપાયેલી કુશળતા બહાર લાવી શકાશે: ભવ્ય પટેલ

અબતક સાથેની વાતચીતમાં ભવ્ય પટેલ જણાવે છે કે,હું કોમ્યુનિકેશન એન્જિનિયરિંગનું છઠ્ઠા સેમેસ્ટર નો વિદ્યાર્થી છું.સરકાર એન્જિનિયરિંગ કોલેજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓમાં છુપાયેલી કુશળતા છે તેને તે બહાર લાવી શકાય.આજરોજ મેં પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને બીમ રિફ્લેક્ટિંગ સિસ્ટમનો પ્રોજેક્ટ બનાવેલો છે,જે ધરતીકંપ વખતે જર્જરિત ઇમારત હોય કે નબળા બાંધકામની ઇમારત હોય તેને ડિટેક્ટ કરી અને માહિતી આપે છે.મારા સહિત અન્ય વિદ્યાર્થીઓના પ્રોજેક્ટને પણ માટે પણ ખૂબ સાથ-સહકાર કોલેજ દ્વારા આપવામાં આવ્યો છે જેથી હું ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજનો ખુબ ખુબ આભારી છું.

પસંદગી પામેલા સ્ટાર્ટઅપ આઈડિયાને 2 લાખ સુધીની સહાય આપવામાં આવશે: ડો.કે.જી.મારડીયા

અબતક સાથેની વાતચીતમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ ડો. કે.જી. મારડીયા જણાવે છે કે, સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આજરોજ રિજનલ લેવલે સ્ટાર્ટઅપ માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,જેમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજ સહિત રાજકોટની વિવિધ કોલેજઓએ ભાગ લીધો છે. વિદ્યાર્થીઓએ જુદી જુદી થીમ અને જુદા જુદા ક્ષેત્ર પરના સ્ટાર્ટઅપ માટેનું મોડલ રજૂ કર્યું છે. આવી આશરે 70 સ્ટાર્ટઅપ પોલીસી આવી હતી જેમાંથી 35 જેટલા સ્ટાર્ટ અપને સિલેક્ટ કરવામાં આવ્યા છે તથા તેમાંથી પણ નિષ્ણાતો દ્વારા ચકાસણી કરી અને રૂપિયા બે લાખની સરકારી સહાય આપવામાં આવશે,જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય વધુને વધુ ઉજળુ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.