Abtak Media Google News

નખત્રાણા ખાતે એક પ્રૌઢને પોતાના સબંધીના અપરણીત લગ્નઈચ્છુક દિકરાના લગ્ન માટે યુવતી બતાવી જાંસામાં લઇ પ્રૌઢના આપત્તી જનક ખોટા ફોટા પાડી એક ગેંગ બ્લેકમેઇલ કરતી ગેંગ ઝડપાઈ હતી. મળતી માહિતી મુજબ આ ઘટના નખત્રાણાના વિરાણી મોટી ગામની છે જ્યાં પ્રોઢ ખેડૂત ફસાવીને ૫ લાખની ખંડણી માંગનાર ૪ આરોપીઓને પોલીસે રંગે હાથ ઝડપ્યા છે.

આ ગેંગ છેલ્લા ઘણા સમયથી નખત્રાણા પંથકમાં લોકોને યેનકેન પ્રકારે શિકાર બનાવતી હોવાનું પણ સામે આવ્યું છે જેમાં (૧) જસવંત રમણભાઈ રોહીત તથા (૨) રાધાબેન વા/ઓ કાન્તીલાલ વાઘેલા તથા (૩) ભારતીબેન વા/ઓ ભીમજીભાઇ ગરવા (૪) હંસાબેન વાણંદ સામેલ હતા. આ ચાર વ્યક્તિએ જેમણે જે પ્રૌઢ પાસેથી રોકડા રૂપિયા રૂ.૧૨ હાજર બળજબરી પુર્વક કઢાવી લીધા હતા અને એંસી હજાર અને ૬૦ હજારના બે ચેક બળજબરી પુર્વક લખાવી લીધેલ. આટલા પૈસા માંગીને પણ સંતોષ ન થતા વધુ પૈસાની માંગણી ચાલુ રાખી અને જો નહી આપો તો આ ફોટા વાયરલ કરી નાખશું અને છેડતી,બળાત્કાર,એટ્રોસીટી ના કેશમાં ફસાવી દેશું એવી ધમકીઓ આપતા હતા.

ગેંગની આવી ધમકીથી કંટાળી આ પ્રૌઢે પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસ મદદ માંગતા બનાવની ગંભીરતા સમજી તુરંત પોલીસ મદદ આપવામાં આવી પહોંચી હતી. આરોપીએ પૈસા અને ચેક આપવા માટે મણીનગર રૂડીસતી માતા મંદીરે પ્રૌઢને બોલાવેલ ત્યાં પ્રૌઢની સાથે જઈ આરોપી નં-(૧) જસવંત રમણભાઈ રોહીત ને રંગે હાથ ઝડપી પાડેલ. જે પોતાને આઝાદ ન્યુજ ચેનલનો પત્રકાર જણાવતો હતો. અને તેની પાસેથી આઝાદ ન્યુઝનું પત્રકાર તરીકેનુ ઓળખકાર્ડ પણ મળી આવ્યું હતું.

પ્રૌઢની ઇ.પી.કો.કલમ ૩૮૪, ૩૮૯, ૫૦૬(૨), ૫૦૭, ૧૨૦(બી) મુજબની ફરીયાદ લઈ કાર્યવાહી કરી તપાસ કરતા વધુ બે આરોપીની બહેનો રાધાબેન વા/ઓ કાન્તીલાલ વાઘેલા તથા ભારતીબેન વા/ઓ ભીમજીભાઇ ગરવાનાઓને પકડી પાડેલ.વધુમાં આરોપી જસવંતને કોર્ટમાં રજુ કરી પોલીસ રીમાન્ડની માંગણી કરતાં દિન-૨ ના પોલીસ રીમાન્ડ મેળવેલ છે.રીમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી ૧૨ હજાર રોકડા અને બે બેંકોના ચેક રીકવર કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.