Abtak Media Google News

સિવિલ હોસ્પિટલ ચોકમાં  બ્રિજના કામથી ટ્રાફિક સમસ્યા સર્જાતા  બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના  મેમ્બર દિલીપ પટેલ અને બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણીની સફળ રજૂઆત

શહેરની મધ્યમાં આવેલી સિવિલ કોર્ટ બિલ્ડીંગના એક દરવાજાને બાદ કરતાં તમામ દરવાજાઓ છેલ્લા દોઢ વર્ષથી બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે કોર્ટ પાસે બની રહેલા ઓવર બ્રિજનું કામ ચાલુ હોવાથી  છેલ્લા ત્રણેક મહિનાથી થતી ટ્રાફિક સમસ્યાથી વકીલોને પડતી મુશ્કેલીની કરેલી  રજૂઆતોને પગલે સિવિલ કોર્ટનો દરવાજો ખોલવામાં આવતા વકીલ આલમમાં આનંદ છવાયો છે.

રાજકોટમાં કોરોનાની મહામારીમાં સિવિલ કોર્ટના એક દરવાજો જ અવર જવર માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો. જ્યારે બાકીના તમામ દરવાજાઓને તાળા લગાવી દેવામાં આવ્યા હતા. ત્યારે કોરોનાના કેસ ઘટતા વકીલો દ્વારા અવાર નવાર દરવાજા ખોલવા માટે રજુઆત પણ કરવામાં આવી હતી. હોસ્પિટલ ચોકમાં ઓવર બ્રિજનું કામ ચાલુ થતા ડિસ્ટ્રીકટ અને સિવિલ કોર્ટ બિલ્ડીંગ વચ્ચેના રોડ ઓપર પતરાની આડસ ઉભી કરવામાં આવતા રસ્તો બંધ થઈ ગયો હતો. બ્રિજના કામ કાજને લઈને રસ્તો બંધ થઈ જતા કોર્ટ બહાર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા.

Img 20210708 Wa0086

આ ટ્રાફિક સમસ્યાનો વકીલો ભોગ બનતા હતા. રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના  મેમ્બર દિલીપ પટેલ ક્લેઇમ બારના પ્રમુખ રાજેશ મહેતા સહિતએ હાઇકોર્ટ અને સેશન્સ જજને ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે સિવિલ કોર્ટનો વધુ એક દરવાજો ખોલવા રજુઆત કરવામાં આવી હતી. જે રજૂઆતોને ધ્યાને લઇ  હાલમાં વધુ એક દરવાજો આજે  ખોલી આપતા વકીલો અને અરજદારોને પડતી મુશ્કેલીમાં રાહત થઇ હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.