Abtak Media Google News

ર1મી સદીના આધુનિક ભારતના નિર્માણમાં

નગરપાલિકાઓની પાણી પુરવઠા પાઇપલાઇન નેટવર્ક, સ્ટ્રીટ લાઇટ નેટવર્ક, અને અન્ય અસ્કયામતોની માળખાકીય સંપતિઓનું ડેટા મેપીંગ કરવાની કરાશે કામગીરી
ગતિશકિત-ગુજરાત અંગે રાજકોટ રીજીયનમાં યોજાયો વર્કશોપ

અબતક, રાજકોટ

વડાપ્રધાનના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારત આગામી પેઢી માટે અસરકારક આંતરમાળખાકીય સુવિધાઓ થકી અભૂતપૂર્વ ઉંચાઈને આંબવાના મજબૂત પ્રયાસો કરી રહ્યું છે. ગતિશક્તિ અભિયાન ભારતના લોકો, ભારતીય ઉદ્યોગ, ભારતીય વેપાર, ભારતીય ઉત્પાદકો અને ભારતીય ખેડૂતો માટે જ છે. તે 21મી સદીના અત્યાધુનિક ભારતનું નિર્માણ કરવા માટે દેશની વર્તમાન અને ભાવિ પેઢીને નવી ઉર્જા પુરી પાડશે.

ગતિશકિત-ગુજરાત અંગે રાજકોટ રીજીયનમાં યોજાયો વર્કશોપ

સરકારના વિવિધ વિભાગના અધિકારીઓમાં ગતિશક્તિ અભિયાન અંગે જાગૃતિ લાવવાના ભાગરૂપે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (ૠઈંઉઇ) અને ભાસ્કરાચાર્ય નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જીઓ-ઈન્ફોર્મેટિક્સ (ઇઈંજઅૠ-ગ) દ્વારા સંયુક્ત રીતે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર ખાતે પાંચ પ્રાદેશિક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટર કચેરી, જિલ્લા વિકાસ અધિકારીની કચેરી, મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ, નગરપાલિકાઓ અને ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડના અધિકારીઓએ પી.એમ. ગતિશક્તિ અને ગતિ શક્તિ ગુજરાતનો હેતુ સમજાવ્યો હતો. તેમજ સંકલિત સ્વરૂપે આયોજનો હાથ ધરવાથી શહેરી સ્થાનિક સંસ્થાઓ અને અન્ય એજન્સીઓને કેવી રીતે ફાયદો થશે અને અમલીકરણનો સમય અને પ્રોજેક્ટ ખર્ચ બચશે તે અંગે પણ વિગતો આપી હતી.

આ વર્કશોપમાં આંતર વિભાગીગ સંકલન અને ગતિ શકિત ગુજરાત પ્લેટફોર્મ હેઠળ સંકલિત અભિગમના વિવિધ કેસ સ્ટડી દર્શાવવામાં આવ્યા હતા. અને નગરપાલિકાઓ, પાણી પુરવઠા પાઇપલાઇન નેટવર્ક, સુએઝ નેટવર્ક, સ્ટોર્મ વોટર નેટવર્ક, સ્ટ્રીટ લાઇટ નેટવર્ક અને અન્ય અસ્કયામતોની માળખાકીય સંપતિઓનું ડેટા મેપીંગ કરવાની કામગીરી પર પ્રકાશ પાડયો હતો. શહેરી સ્થાનીક સંસ્થાઓના પડકારો અને તેના ઉકેલ માટે (ઇઈંજઅૠ-ગ) એ શહેરી સ્થાનીક સંસ્થાઓના સઁકલિત માસ્ટર પ્લાન તૈયાર કરવામાં મદદરુપ થશે. શહેરી સ્થાનીક સંસ્થાઓ માટે મોબાઇલ એપ્લિકેશન વિકસાવવાથી કરી શહેરી સ્થાનીક સંસ્થાઓ માટે તેમની સંપતિના મેપિંગ અને જીઓ રેફરન્સિગ માટે સરળ બનશે જેનો બાદમાં રાજયના સંકલિત માસ્ટર પ્લાનમાં સમાવેશ કરવામાં આવશે.

આ વર્કશોપમાં આંતર-વિભાગીય સંકલન અને ગતિ શક્તિ ગુજરાત પ્લેટફોર્મ હેઠળ સંકલિત અભિગમના વિવિધ કેસ સ્ટડી દર્શાવવામાં આવ્યા હતા. અને નગરપાલિકાઓ, પાણી પુરવઠા પાઈપલાઈન નેટવર્ક, સુએઝ નેટવર્ક, સ્ટોર્મ વોટર નેટવર્ક, સ્ટ્રીટ લાઈટ નેટવર્ક અને અન્ય અસ્કયામતોની માળખાકિય સંપત્તિઓનું ડેટા મેપિંગ કરવાની કામગીરી પર પ્રકાશ પાડયો હતો. શહેરી સ્થાનિક સંસ્થાઓના પડકારો અને તેના ઉકેલ માટે ઇઈંજઅૠ-ગ એ શહેરી સ્થાનિક સંસ્થાઓના સંકલિત માસ્ટર પ્લાન તૈયાર કરવામાં મદદરૂપ થશે. શહેરી સ્થાનિક સંસ્થાઓ માટે મોબાઇલ એપ્લિકેશન વિકસાવવાથી કરીને શહેરી સ્થાનિક સંસ્થાઓ માટે તેમની સંપત્તિના મેપિંગ અને જીઓ-રેફરન્સિંગ માટે સરળ બનશે. જેનો બાદમાં રાજ્યના સંકલિત માસ્ટર પ્લાનમાં સમાવેશ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.