ભૂતકાળમાં ધરબાયેલા પ્લેસમેન્ટ કૌભાંડનું ભૂત હજુ પણ ધૂણે છે!!

ગુજરાત સરકારે ગ્રેચ્યુઇટી ન ચૂકવનાર કેન્દ્રો સામે અંતે ફોજદારી દાખલ કરી: હજુ પણ અનેક શહેરોમાં પ્લેસમેન્ટના નામે એજન્સીઓ ખોલીને બોગસ પ્લેસમેન્ટ આપીને નાણાં ઉસેડવાના ગોરખધંધા મોટા પ્રમાણમાં ચાલે છે

ભૂતકાળમાં ધરબાયેલા પ્લેસમેન્ટ કૌભાંડનું ભૂત હજુ પણ ધુણે છે. ગુજરાત સરકારે ગ્રેચ્યુએટીની રકમ ન ચૂકવનાર કેન્દ્રો સામે અંતે ફોજદારી દાખલ કરી છે. જો કે હજુ પણ અનેક શહેરોમાં પ્લેસમેન્ટ આપીને નાણાં ઉસેડવાના ગોરખધંધા ચાલી જ રહ્યા છે. ત્યારે નક્કર તપાસ જરૂરી બની છે અને આ કૌભાંડો સામે કડક હાથે કાર્યવાહી લેવા જરૂરી બની છે.

ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અમદાવાદ,સુરત, વડોદરા અને વલસાડના ૮ કેન્દ્રો સામે કર્મચારીઓ સામે ગ્રેચ્યુએટી ન ચૂકવવા બદલે ફોજદારી રાહે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સરકારી કેન્દ્રો સામે ફોજદારી રાહે કામગીરી કરવાના આ નિર્ણય પર અધિકમુખ્ય સચિવ વિપુલ મિત્રાએ હસ્તાક્ષર કર્યા હતા.

છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓ અને યુનિટનો પાસે પેમેન્ટ ઓફ ગ્રેચ્યુએટી ૧૯૭૨ અન્વયે બાકીની રકમ ચૂકવવા અંગે મળેલી ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી હતી. અને ૮ કેન્દ્રોમાં આ અંગે કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યા બાદ સોકોઝ નોટિસ ફટકારવામાં આવી હતી.

કાયદાની જોગવાઈ મુજબ ચુકવણીમાં વિલંબ થયાનું સાબિત થાય તો ફોજદારી રાહે પગલા લેવાના આદેશ મુજબ કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે.

ચૂકવણીના હુકમનો ઉલ્લંઘન કરનારને પેમેન્ટ ઓફ ગ્રેચ્યુએટી એકટ ૧૯૭૨ની કલમના અને પેટા કલમ ૯ હેઠળ ત્રણ મહિનાથી ૧ વર્ષ સુધીની સજા અને ૧૦ થી ૨૦ હજાર રૂપીયાના દંડની જોગવાઈ છે.

અમદાવાદની સંસ્થાઓમાં પેસ સેન્ટર બીઝનેશ સોલ્યુશન પ્રાઈવેટ લી. નિબંસ ફંડ પ્રા.લી. રોજબેલ બાયોશાયન્સ લીમીટેડ, પરફેકટ બેરીંગ પ્રા.લી. ઉપરાંત ટ્રીબલીજ એલએન્ડટી રાજકોટ, ડી.જી. નાગરાણી હોસ્પિટલ વડોદરા, એકતા પ્રીન્ટર્સ સુરત, ક્રિએટીવ મીલ વલસાડ, સામે ઓકટોમ્બરમાં મજૂર વિભાગ અમદાવાદ , ગાંધીનગરમાં તપાસ શરૂ કરી હતી ચકાસણી દરમિયાન આ પેઢીઓએ ગેચ્યુએટીની રકમ ચૂકવી ન હોવાનું બહાર આવ્યું હતુ સરકારના આ પગાથી ગ્રેચ્યુએટી ન ચૂકવનાર વર્ગમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

એકબાજુ સરકાર નવી નવી નોકરીઓની જાહેરાત કરે છે જ્યારે બીજી બાજુ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના અનેક શહેરોમાં પ્લેસમેન્ટોના નામે બોગસ એજન્સીઓ ખોલીને બેઠેલાઓ મસમોટું કૌભાંડ કરી રહ્યા છે. જો કે હજુ સુધી આ કૌભાંડ બહાર આવ્યું નથી કૌભાંડ હજુ ધણ ધણી રહ્યું છે. આ કૌભાંડ બહાર આવે તો કેટલાય લોકોની સંડોવણી બહાર આવી શકે તેમ છે. બોગસ પ્લેસમેન્ટના નામે પૈસા ઉઘરાવી મોટા પ્રમાણમાં હાલ ગોરખધંધાઓ ચાલી રહ્યા છે તેને ડામવાની પૂરી જરૂરીયાત છે.