જસદણમાં વડાપ્રધાનના આગમન લઈ GIDC શનિવારે રજા પાળશે

GIDC એસોસીએશન સવારથી જ પોતાના કામકાજોથી દૂર રહી વડાપ્રધાનનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

જસદણના આટકોટમાં આગામી તા.28 મે 2022ને શનિવારના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પટેલ સેવા સમાજ સંચાલીત કે.ડી. પરવાડીયા હોસ્પિટલનું લોકાર્પણ કરવા પધારી રહ્યા છે.ત્યારે આ અવસરે જસદણ જીઆઈડીસી આખો દિવસ પોતાના કામકાજમાં રજા રાખી માલિકો અને કામદારો આ પ્રસંગમાં સામેલ થશે એમ જસદણ જીઆઈડીસીના પ્રમુખ ઉદ્યોગપતિ વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડએ જણાવ્યુંં હતુ.

જસદણ પંથકનાં આંગણે વર્ષો બાદ નહી નફો અને નહી નુકશાનના ધોરણે સામાન્ય પરિવારોને પરવડે એવી આધુનિક હોસ્પિટલનું ડો.ભરતભાઈ બોધરાએ નિર્માણ કર્યું છે. આ હોસ્પિટલમાં જસદણ જીઆઈડીસી એસો.ના દરકે સભ્યો તન મન અને ધનથી શરૂઆતથી સાથે જ છે. ત્યારે આ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શનિવારે આટકોટમાં પધરામણી કરતા હોય અમને એક દેશવાસીઓ તરીકે ગૌરવની લાગણી થાય તે અનુસંધાને આગામી તા.28 ને શનિવારના રોજ જસદણ જીઆઈડીસી એસો. સવારથી જ પોતાના કામકાજોથી દૂર રહી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.