”ગાયોના ગોવાળિયા” કહેવાતા એવા શ્રીકૃષ્ણનો અનેરો મહિમા…

Janmatami
Janmatami

જન્માષ્ટમી કૃષ્ણ ના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ‌‌) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. આ વાર્ષિક હિંદુ તહેવાર વિષ્ણુનાં આઠમાં અવતાર શ્રી કૃષ્ણનાં જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

દર વર્ષે ગ્રેગોરીયપંચાંગ પ્રમાણેના ઓગસ્ટ કે સપ્ટેમ્બર માસમાં આ તહેવાર આવે છે. દ્વારકા અને મથુરા સમેત વિશ્વભરનાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી તથા આરતી, પૂજાના કાર્યક્રમો હોય છે.

આ દિવસે લોકો ઘરમાં ગોકુળિયુ સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણજન્મોત્સવ ઉજવે છે. આઠમના દિવસે કૃષ્ણજન્મના સમય એટલે કે રાત્રિના ૧૨ વાગ્યા સુધી ઉપવાસ રાખે છે અને બીજા દિવસે સવારથી જ ગોવિંદાઓની ટોળીઓ મટકી ફોડ માટે નીકળી પડે છે. ક્યારેક સંતાનપ્રાપ્તિ માટે કે ક્યારેક સંતાનપ્રાપ્તિની ખુશીમાં મટકી ફોડ કરાવવામાં આવે છે. ફૂટેલી માટલીની ટુકડીને તિજોરીમાં રાખવી શુકનવંતી માનવામાં આવે છે. મોટા શહેરોમાં મટકી ફોડ માટે ઈનામો પણ રાખવામાં આવે છે.

હિંદુ અવતારવાદ અને ભાગવત પુરાણ પ્રમાણે કૃષ્ણ એ વિષ્ણુનો અવતાર છે. તેઓ વસુદેવ અને દેવકીનાં પુત્ર છે. શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રીએ મથુરાનાં કારાગૃહમાં જન્મ, અને પછી તુરંત તેમના પિતા તેમને યમુના (નદી) પાર કરી ગોકુળમાં નંદરાય અને યશોદાને ત્યાં મુકી આવ્યાની કથા જાણીતી છે.

તમને સાંભળવામાં જરૂર આશ્ચર્ય થશે પણ ભગવાન કૃષ્ણ અને માતા રૂકમણીની એક નાની ભૂલના કારણે 12 વર્ષ જુદા રહ્યા હતા. આ જ કારણે ગુજરાતના દ્વારકાધીશ મંદિરથી આશરે 12 કિમીની દૂરી પર રૂકમણી દેવીનો મંદિર છે આ મંદિર 12મી શતાબ્દીમાં બનાવ્યું હતું .

એક પૌરાણિક કથા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીને 12 વર્ષ જુદા રહેવાની પૌરાણિક કથા છે જેમાં ભગવાન શ્રીકૃષ્ણ દર્વાસા ઋષિને તેમનો કુળગુરૂ માનતા હતા.

શ્રી કૃષ્ણની બાળલીલા વિશે…

એક દિવસ યશોદા માખણ બનાવી રહ્યા હતા. અચાનક એ સમયે બલરામ અને શ્‍યામ ત્‍યાં આવી પહોંચ્‍યા શ્રી કૃષ્‍ણએ યશોદાનો ચોટલો પકડી તેમને પોતાના તરફ ખેંચ્‍યા. બલરામ પણ આવું જ વર્તન કરવા માંડયા. બન્‍નેએ જણાવ્‍યું કે પોતે બહુ ભૂખ્‍યા છે અને તેમણે માખણ-રોટલીની માંગણી કરી. યશોદાએ તેમને રસોડામાં જઈ દૂધ અને મીઠાઈ ખાઈ લેવા જણાવ્‍યું પરંતુ શ્રી કૃષ્‍ણએ મીઠાઈ-દૂધ નથી ભાવતા તેમ કહી માખણ-રોટીની માંગણી દોહરાવી પરંતુ યશોદાએ જણાવ્‍યું કે ખૂબ માખણ ખાવાથી તેના વાળ બળભદ્ર જેવા લાંબા નહી થાય.

આ સાંભળતા જ શ્રીકૃષ્‍ણ એ જણાવ્‍યું કે મને ખબર છે કે આપ મને માખણ-રોટીની કેમ ના પાડો છો ? યશોદાએ પૂછયું કે કેમ ? શ્રી કૃષ્‍ણએ જવાબ આપ્‍યો કે બલરામ મને કહેતા હતા કે આપ મારી માતા નથી એટલે આપ મને માખણ આપતા નથી આ સાંભળતા જ યશોદાએ શ્રી કૃષ્‍ણને માખણ આપ્‍યું અને કહ્યું કે બલરામ ખોટું બોલે છે.

ભગવાન શ્રી ક્રુષ્ણનો ગાયું પ્રત્યેનો પ્રેમ…

શ્રી કૃષ્‍ણને ગાય પ્રત્‍યે અનહદ પ્રેમ હતો દરેક ગાયને શ્રી કૃષ્‍ણના સમયમાં ગોકુળમાં જન્‍મ લેવાનો આવકાર મળતો. શ્રી કૃષ્‍ણ ગાયોને માતા સમજી આદર આપતા. સામે ગાયોને પણ સમાન આદરભાવ હતો. એક દિવસ એક ગાય નંદબાબાને ત્‍યાં ઉભી રહી ગોપાલ બહાર આવે તેની રાહ જોઈ રહી હતી.

ગાય પોતાનું દૂધ શ્રી કૃષ્‍ણને આપવાની ઈચ્‍છા ધરાવતી હતી, ગાયને આપોઆપ દૂધ આવી રહ્યું હતું. શ્રી કૃષ્‍ણની ગાય પર નજર પડતાં જ તેમણે તે દૂધ પીવાનું શરુ કર્યુ. યશોદા આ બધું જોઈ રહ્યાં હતા. તેમણે વિચાર્યું કે ગાય કેટલી નસીબદાર છે તેમણે મનોમન ગાયને નમસ્‍કાર કર્યા !