એક સપ્તાહમાં 80,000 બાળકોને વેક્સિન આપી કોરોનાથી સુરક્ષિત કરવાનું લક્ષ્યાંક

જસાણી સ્કૂલ ખાતેથી 15 થી 18 વર્ષની વયના બાળકોના વેક્સીનેશન અભિયાનનો આરંભ: કોર્પોરેશને 400 ટીમો ઉતારી

આજથી દેશભરમાં 15 થી 18 વર્ષની વયના બાળકોને કોરોનાની વેક્સિન આપવાના મહાઅભિયાન આરંભ કરી દેવામાં આવ્યો છે. શહેરમાં 80,000થી પણ બાળકોને એક જ સપ્તાહમાં વેક્સીન પ્રથમ ડોઝ આપી કોવિડ સામે સપૂર્ણ સુરક્ષિત કરવાના લક્ષ્યાંક સાથે આજથી કોર્પોરેશન દ્વારા વેક્સીનેશન શરૂ કરવામાં આવ્યું છે. 400 ટીમો ઉતારી દેવામાં આવી છે. 4 દિવસ મહાઅભિયાન હાથ ધરવામાં આવશે ત્યારબાદ બે દિવસ શાળાએ ન જતાં બાળકોને શોધી-શોધીને રસી આપવામાં આવશે.

મહાપાલિકા દ્વારા આજથી જસાણી સ્કૂલ, પી. ડી. એમ. કોલેજ પાસે, ગોંડલ રોડ ખાતેથી 15 થી 18 વર્ષના બાળકોને કોરોના સામેની વેક્સીન આપવાના અભિયાનનો  પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે  ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયા, વોર્ડ નં. 13 ના કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, શહેર ભાજપ મંત્રી દિવ્યરાજસિંહ ગોહિલ, વોર્ડ નં. 13ના પ્રમુખ કેતનભાઈ વાછાણી, ડે.કમિશનર આશિષકુમાર, આરોગ્ય અધિકારી ડો. વાજા, જસાણી સ્કુલના પ્રિન્સીપાલ તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં.

આ વેક્સીનેસનમાં કુલ આશરે 80,000 જેટલા બાળકોને રસી આપવામાં આવશે. વેક્સીન લેવા આવનાર બાળકોનું સ્થળ ઉપર જ રજીસ્ટ્રેશન કરવામાં આવશે. બાળકોએ રસી લેવા માટે આધાર કાર્ડ / સ્કુલનું આઈ-કાર્ડ રજુ કરવાનું રહેશે, ઉપરાંત બાળકે પોતાનો અથવા માતા-પિતાનો મોબાઈલ ફોન નંબર આપવાનો રહેશે.

વિશેષમાં આ વેક્સીનેશનમાં કુલ 317થી વધુ શાળાઓ / કોલેજ /આઇટીઆઇ કોલેજના બાળકોને કુલ 400 મેડીકલ ટીમ દ્વારા કુલ 80,000 જેટલા વેક્સીન આપવામાં આવી રહી છે. આજથી શરૂ થયેલ વેક્સીનેશનમાં 71 સ્કુલના 15000 બાળકોને આવરી લેવામાં આવશે. બાળકો માટેના આ રસીકરણ અભિયાન તા.9 સુધી ચાલશે.

મહાપાલિકા દ્વારા 93 ટીમ દ્વારા વિવિધ 71 સ્કૂલોમાં વેક્સીનની કામગીરી ચાલી રહી છે. બપોરના 1 વાગ્યા સુધીમાં 8021 બાળકોને વેક્સીન આપવામાં આવેલ.

બાળકોને  વેક્સીન આપવાની કામગીરીનો પ્રારંભ થતા મેયર ડો. પ્રદીપ ડવ સામાજિક પ્રસંગના કારણે બહારગામ હોય આ પ્રંસગે ઉપસ્થિત રહી શકેલ નથી તેઓએ વેક્સીનની કામગીરીને શુભેચ્છા પાઠવેલ અને 15 થી 18 વર્ષના વયના તમામ બાળકો વેક્સીનનો ડોઝ લઈ લેવા અપીલ કરી હતી.

આહથીથી 1પ થી 18 વર્ષનાં કિશોરોને કોરોના વિરોધી રસી આપવાનાં અભિયાનનો પ્રારંભ રાજકોટના મ્યુ.કમિશનર દ્વારા રાજકોટની જસાણી સ્કુલ ખાતેથી કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેર અને ગ્રામ્યમાં  આશરે બે લાખ  બાળકોને આ અભિયાનમાં આવરી લેવામાં  આવશે.

રાજકોટ શહેર અને જિલ્લામાં મળી કુલ બે લાખ વિદ્યાર્થીઓને આગામી 7 જાન્યુઆરી સુધી કોરોના રસીથી સુરક્ષિત કરવામાં આવશે. રાજકોટ ગ્રામ્યમાં બાળકોનાં રસીકરણ માટે રપપ ખાસ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. જ્યારે શહેરમાં 400 જેટલા કેન્દ્ર પર બાળકોને રસી આપવામાં આવશે.ઓન લાઈન રજીસ્ટ્રેશન ઉપરાંત સ્થળ પર પણ રસી માટે નોંધણી કરવામાં આવશે.

રાજકોટ જિલ્લામાં  આરોગ્યની ટીમ શાળાઓમાં જઈને બાળકોને રસી આપશે. જિલ્લામાં આશરે  શાળાએ જતા આશરે 7પ હજાર બાળકો મળી 9પ હજાર બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જે ચાર દિવસમાં પુરો કરવાનું આયોજન છે. આ ઉપરાંત રાજકોટ શહેરમાં આશરે 80 હજાર બાળકોને રસી આપવા આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ ગ્રામ્યમાં 95 હજાર ડોઝનો જથ્થો પૂરો પડાયો

જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકાનાં અધિકારીઓ સાથે બાળકોનાં રસીકરણ અભિયાનનાં મૂદે ચર્ચા કરી હતી. રાજકોટ ગ્રામ્યને કોવેકસીનનો 9પ હજાર ડોઝનો જથ્થો પુરો પાડવામાં આવ્યો છે. રાજકોટ ગ્રામ્યમાં રર. 1પ લાખ વેકસીનનાં ડોઝ આપવામાં આવ્યા છે તેમાં પહેલો ડોઝ 11.7પ લાખ અને બીજો ડોઝ 10.39 લાખ લોકોને આપવામાં આવ્યો છે.