Abtak Media Google News

મુગલ એ આઝમ, જંગલી, દિલ અપનાપ્રિત પરાઇ, ગંગા જમુના, સંગમ, ગાઇડ, વો કૌન થી, ગુમનામ અને આરાધના જેવી હિટ ફિલ્મો આ દશકામાં આવી

દિલીપકુમાર, વિશ્ર્વજીત, રાજકુમાર, સુનિલદત્ત, દેવાનંદ, રાજેન્દ્રકુમાર, મનોજકુમાર, ધર્મેન્દ્ર, શશીકપુર, શમ્મીકપુર, જીતેન્દ્ર, રાજેશખન્ના, જોય મુર્ખજી, વિનોદખન્ના, સંજય ફિરોઝખાન, સંજીવકુમાર જેવા ચોકલેટી હિરો સાથે સુપરસ્ટાર અભિનેતા ફિલ્મ જગતમાં ઉભરી આવ્યા: જુની ફિલ્મો જગતમાંઉભરી આવ્યા: જુની ફિલ્મોના ગીતો આજે પણ સદાબહાર

હિન્દી ફિલ્મ જગતનો 1960 નો દશકો સ્વર્ણિમ યુગ હતો. આ દશકામાં હિન્દી ફિલ્મ જગતની સફળતા  આસમાને હતી ને આ ગાળામાં શ્રેષ્ઠ હિન્દી ફિલ્મો દર્શકોને જોવા મળી હતી. આ યુગનું મહત્વ એટલા માટે પણ વિશેષ છે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોનું ચલણ બદલીને ટેકનીકલર, ઇસ્ટમેન્ટ કલરમાં બદલાવ થયો હતો. 1960ના પ્રારંભના દશકામાં શ્ર્વેત શ્યામ ફિલ્મો આવી પણ બાદમાં ટેકની કલર ફિલ્મો આવતા બોલીવુડ, સિનેમાંમાં કલર ફિલ્મોની શરુઆત થઇ. આજ દશકામાં ફિલ્મ ઉદ્યોગમાં આપણને સુપર સ્ટાર રાજેશ ખન્ના મળ્યા હતા.

આ દશકો આગળના દશકાની અસર તળે મિશ્રીત હોવાથી મનોજકુમાર, શમ્મીકપુર, સાયરાબાનુ અને સાધના જેવા ઘણા સિતારા ફિલ્મ જગતને મળ્યા, આ દશકાની સર્વ શ્રેષ્ઠ ફિલ્મો તેની બહુમુખી પ્રતિભાને કારણી નહી પણ તેના જુદા જુદા વિષયોને કારણે પ્રસિઘ્ધ થઇ હતી જેમાં યુઘ્ધ, રોમાંસ, કોમેડી,  હોરર જેવા પ્રયોગો જોવા મળ્યા હતા. 1960ની સર્વશ્રેષ્ઠ ફિલ્મ અને બોકસ ઓફીસ પર સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ હતી.આજ વર્ષે રાજકપૂરની ‘જીસ દેશ મેં ગંગા બહતી હૈ’ આવી જે ખુબ જ સફળ રહી હતી. આજ વિષયની દિલીપકુમારે તેના જીવનમાં એક માત્ર ફિલ્મ નિર્માણ કરીને ‘ગંગા – જમુના’ આવી હતી. ગુરૂદત્તની ‘સાહિબ બીબી ઔર ગુલામ’ (1962), બંદિની (1963), સંગમ (1964), દોસ્તી (1964), વહ કૌન થી (1964), ગુમનામ (1965) જેવી હિટ ફિલ્મો આવી જેમાં બ્લેક એન્ડ વ્હાઇટ અને રંગીન ફિલ્મો મીકસમાં હતી.

આ દશકામાં સસ્પેંસ થ્રિલર ફિલ્મો પણ હીટ થઇ જેમાં કાનુન (1960), બિસ સાલ બાદ (1962), વહ કૌન થી (1964), કોહરા (1964), ગુમનામ (1965), મેરા સાયા (1966), તીસરી મંઝીલ (1966), હમરાજ (1967), ઇત્તેફાક (1969) જેવી ફિલ્મો દર્શકોને ખુબ જ પસંદ પડી હતી. બ્લેક એનડ વ્હાઇટ અને કલર ફિલ્મોમાં સુંદર ગીતો આજે પણ દર્શકોના પ્રિય છે. એ જમાનાનજા વિલન પણ આજના યુગ જેવા બિહામણા ન હતા. સિમ્પલ દેખાતા કાળો કોટ અને ટોપીમાં સજજ વિલન પોતાની બોડી લેંગ્વેજ તથા ચહેરાના હાવભાવથી ડર પેદા કરતા હતા. ફિલ્મોનાં અંતે  થોડી નાનકડી ફાઇટીન સીન આવતા રાજેન્દ્રનાથ, મહેમુદ, ઘુમાલ, મુકરી, આઇ.એસ. જોહર, જોની વોકર જેવા કોમેડીયનો ની કોમેડી દર્શકોને બહુ જ ગમતી હતી.

સ્ત્રી ગાયકોએ ગાયેલા એકલા ગીતો સાથે પુરૂષ ગાયકો સાથેના ડયુએટ સોંથનો જમાનો આવ્યો ને રફી – લત્તા – આશા – કિશોર – મન્ના ડે – મુકેશ – મહેન્દ્ર કપુર – શારદા – સુમન કલ્યાણપુર જેવા ઘણા ગાયકોના મીઠડા ગીતો આજે પણ મોબઇલમાં સ્ટોર કરીને ચાહકો સાંભળે છે. 1960 થી 70 હિન્દી ફિલ્મ સંગીતનો સુવર્ણ યુગ હતો. રોમેન્ટીક ફિલ્મોમાં દિલીપકુમાર, રાજકપુર તથા દેવાનંદની ત્રિપુટીની શ્રેષ્ઠ ફિલ્મો માણવા મળ જયારે જાુના ગીતો રેડીયો પર વાગતા તો તલત મહેમુદના ગીતો જ વધુ સાંભળવા મળતા, મુુકેશના ગીતો 1960 ની ફિલ્મ દિલ ભીતેરા હમ ભીતેરે જે ધર્મેન્દ્રની પ્રથમ ફિલ્મ હતી તેના ગીતો ખુબ જ સફળ થયા હતા. પછી તો દુલ્હા દુલ્હન (1964), સંત  જ્ઞાનેશ્ર્વર (1964), સહેલી (1965), રાત ઔર દી ન (1967), જે નરગીશની છેલ્લી ફિલ્મ હતી. આ બધી ફિલ્મોના ગીતોને કારણે ફિલ્મ રસીયા વારંવાર જોવા જતા હતા.

મુકેશ બાદ રફીના શ્રેષ્ઠ ગીતોનો દૌર પણ આ યુગમાં રહ્યો જેમાં બરસાત કી રાત (1960), જંગલી (1962), સેહરા (1963), મેરે મહેબુબ (1963), બેટી બેટે (1964), ભીગી રાત (1965), જબ જબ ફુલ ખીલે (1965) વિગેરે ફિલ્મોમાં રફી સાહેબના ગીતો ખીલી ઉઠયા હતા. આ ગાળામાં સંગીતકાર, ગાયક હેમંતકુમાર ના પણ સુંદર ગીતો બોલીવુડ ફિલ્મોને મળ્યા, આ ગાળામાં લત્તા, આશા, મુકેશ, રફી, કિશોરના બહુ જ સુંદર હિન્દી ફિલ્મી ગીતો બોલીવુડ જગતને મળ્યા જે આજે પણ અમર છે., ગમે છે.

1960 થી 70 ના દાયકામાં ફિલ્મ અભિનેત્રી મુમતાજે લાખો દિલો ઉપર તેના ફિલ્મી અભિનયથી રાજ કર્યુ હતું. આશા પારેખ, તનુજા, વહિદા રહેમાન જેવી વિવિધ અભિનેત્રીઓ એ પણ શ્રેષ્ઠ ફિલ્મો  બનાવી હતી.

ગાઇડ (1965), તીસરી મંઝીલ (1966), અન છેલ્લે 1970 માં દેવ-હેમા ની જોડીની હિટ ફિલ્મ જોની મેરા નામ દર્શકોને બહુ જ પસંદ પડી હતી. આ ગાળાની રાજેશાખન્નાનાની ડબલ રોલ વાળી ફિલ્મ ‘સચ્ચા જાુઠા’ બોકસ ઓફીસમાં સુપર ડુપર રહી હતી. આ દશકામાં ફિરોઝખાન અને સંજય ખાન, ભાઇઓની પણ સફર – દોસ્તી – આદમી ઔર ઇન્સાન, એક ફુલ દો માલી જેવી વિવિધ હિટ ફિલ્મો આવી હતી.

1965માં બોકસ ઓફિસની હિટ ફિલ્હોમાં વકત, જબ જબ ફુલ ખીલે, હિમાલય કી ગોદમે, આરવુ, ગાઇડ, જાનવર, ખાનદાન, મેરે સનમ, કાજલ, નિત દેવીયા, ગુમનામ જેવી ફિલ્મો તો 1967માં ઉપકાર, રામ ઔર શ્યામ, ફર્ઝ, હમરાઝ, શાર્ગીદ, મિલન, એન ઇવનીંગ ઇન પેરીસ, પત્થર કે સનમ, મહેરબાન, આમને સામને જેવી ફિલ્મો ઘણી સફળ રહી હતી.

ફિલ્મ જગતના પ્રારંભિત ગાળાથી ગીતો, નૃત્યો માટે ફિલ્મો મહત્વની હતી. બ્લેક એન્ડ વ્હાઇટ તથા કલર ફિલ્મો બન્નેમાં 6 થી 7 શ્રેષ્ઠ ગીતો જોવા મળતા કેટલીય ફિલ્મોમાં શાસ્ત્રીય નૃત્ય ગીતો પણ હીટ થઇ ગયા હતા. 1960 થી 70 ના દશકામાં ફિલ્મની નવી લહેર, પટકથા, ગીતો આઉટ ડોરના નયન રમ્ય લોકેશનો, ગીતો  નવા ઉભરતા કલાકારોને કારણે આ યુગ સુવર્ણ યુગ કહેવાયો, આ દશકામાં જ અભિનેતા, અભિનેત્રીની સંખ્યામાં ઘણો વધારો જોવા મળ્યો હતો. આ દશકામાં જ જંપીગજેક જીતેન્દ્રએ પોતાનો પગદંડો જમાવ્યો હતો. રાજેશ ખન્ના સુપર સ્ટાર બન્યાને રાજેન્દ્રકુમાર  તો જયુબેલી સ્ટાર કહેવાતા હતા, કારણ કે તેની બધી ફિલ્મો સિનેમા ઘરોમાં બહુ ચાલતી હતી.

1960ના પ્રારંભે જ ધરાના, આસકાપંજી, સસુરાલ, હમ દોનો, કાબુલીવાલા, ઝુમરૂ, સોલા ઔર શબનમ જેવી હિટ ફિલ્મો આવી હતી. 1962માં પ્રોફેસર, એક મુસાફીર એક હસીના, અસલી નકલી, અનપઢ, આરતી, દિલ તેરા દિવાના, સન ઓફ ઇન્ડિયા, ચાઇના ટાઉન જેવી હિટ ફિલ્મો આવી હતી. આ દશકામાં વિનોદખન્ના, શત્રુગ્ન સિંહા જેવા ઘણા કલાકારો આવ્યા ને એક બે ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી બાદમાં વિલન તરીકે પ્રસિઘ્ધ થયા હતા.

હીરોને મળ્યા ઉપનામ

  • રાજેશ ખન્ના – સુપર સ્ટાર – કાકા
  • જીતેન્દ્ર – જમ્પીંગ જેક
  • દિલીપ કુમાર – ટ્રેઝડી કીંગુ
  • ધર્મેન્દ્ર – હિમેન
  • શમ્મીકપૂર – રોમેન્ટીક હીરો
  • શશીકપૂર – ચોકલેટી હિરો
  • મનોજકુમાર – ભારતકુમાર (દેશભકિત)
  • વિશ્ર્વજીત – રોમેન્ટીક હીરો
  • રાજેન્દ્રકુમાર – જગુબેલી કુમાર
  • સુનિલ દત્ત – એંગ્રીમેન
  • ફિરોઝખાન તથા સંજયખાન – ખાન બ્રધર્સ
  • જોય મુખરર્જી – ચોકલેટી હિરો
  • દેવાનંદ – સદાબહાર
  • વિનોદખન્ના – લાખન (મેરા ર્ગાવ મેરા દેશ ફિલ્મ પછી)

 

1960 થી 1970 ના દશકાના મશહુર વિલન

  • અજીત
  • પ્રાણ
  • જીવન
  • પ્રેમચોપરા
  • કે.એન. શીંગ
  • પ્રેમનાથ
  • મદનપુરી
  • શેટ્ટી
  • વિનોદખન્ના
  • રણજીત

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.