Abtak Media Google News

ઘડિયાળ ફરી બંધ ન થાય તેની પણ કાળજી રખાય: ડે.મેયરની સફળ રજુઆત

02

શહેરના હેરીટેજ એવા બેડી નાકા ટાવર તથા રૈયા નાકા ટાવરનાં જુદા જુદા પ્રશ્નો તથા વર્ષોથી બંધ પડેલ ઘડીયાલ ચાલુ કરવા અંગે ડે.મેયર ડો.દર્શિતાબેન શાહની  રજૂઆતને સફળતા મળી છે. ડે. મેયર ડો.દર્શિતાબેન શાહ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને  હેરીટેજ જેવા બેડીનાકા ટાવર તથા રૈયા નાકા ટાવરના પ્રશ્નો સંદર્ભ અગાઉ રજૂઆત કરી હતી કે હેરીટેજ એવા  બેડી નાકા ટાવર તથા રૈયા નાકા ટાવર આવેલ છે. જે આપણી સંસ્કૃતિની વિરાસત છે. તેની જાણવણી પણ જરૂરી છે.

રજૂઆતમાં મુખ્યત્વે બંને ટાવરોની ઘડિયાળો પુન: ચાલુ કરવા. તેમજ ટાવરમાં ઉપર જવા માટેના મુખ્ય દરવાજા તથા બારીઓમાં લોખંડની જાળી નાખવા. જેથી રાત્રીના સમયે અસામાજિક તત્વો ઉપર જઈ ના શકે. તેમજ ટાવરના અંદરના ભાગમાં તથા બહારના ભાગમાં લાઈટો વધારવા. તેમજ હેરીટેજ વિરાસત સમા આ ટાવરમાં નાનું મોટું રીપેરીંગ કરવા જરૂર જણાયેલ ટાવરને ક્ષતિ ન થાય તે રીતે પથ્થરોમાં પાલીશ કલર કરવા.તેમજ અંદરના ભાગમાં કલર કામ કરવા ડે.મેયરની રજૂઆત અન્વયે સત્વરે કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં બંને ટાવરોની સઘન સફાઈ હાથ ધરવામાં આવેલ ટાવરમાં રહેલ બારી તથા બારણામાં લોખંડની સેફ્ટી ગ્રીલ નાખવામાં આવેલ છે, તેમજ ઘડિયાળના કાચ બદલાવી નવા કાચ નાખવામાં આવેલ છે. ઉપર ટાવરમાં જવા માટે મુખ્ય દરવાજો રીપેરીંગ કરવામાં આવેલ છે. તેમજ અંદરના ભાગમાં કલર કામ કરવામાં આવેલ છે. તેમજ ટાવરમાં નાનુ મોટું રીપેરીંગ કામ પણ પૂર્ણ કરવામાં આવેલ છે. તેમજ વર્ષોથી બંધ રહેલ બંન્ને ટાવરોની ઘડીયાલોનું રીપેરીંગ કામ હાથ ધરી પુન: શરૂ કરવામાં આવેલ છે.

મહાપાલિકા દ્વારા ભવિષ્યમાં આ ઘડિયાલો બંધ ન થાય તે ધ્યાને લઈ આ બંન્ને ટાવરોની ઘડીયાલની  કામગીરી 5-વર્ષ સુધી મેઈટેન્સસ, જાળવણી સાથે આપવામાં આવેલ છે.

રૈયા નાકા અને બેડી નાકા ટાવર રાજકોટના ભવ્ય ભૂતકાળની સાક્ષી પુરી રહ્યા છે.આ બન્ને ટાવરની ઘડિયાળ શરૂ થતાં હવે રાજકોટનો ભવ્ય ભૂતકાળ ફરી સજીવન થયો હોય તેવો આહલાદક અનુભૂતિ થઈ રહી છે.ફરીથી આ બન્ને ટાવરના ડંકા બંધ ન થાય તે માટે કોર્પોરેશન દ્રારા પાંચ વર્ષનો મેઈનતેન્સનો કોન્ટ્રાક્ટ પણ આપવમાં આવ્યો છે.ડે. મેયર ડો.દર્શિતા બેન શાહ દ્રારા રજુઆત કરવામાં આવી છે.જેને સફળતા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.