Abtak Media Google News

કોઈ વ્યક્તિ તકલીફમાં હોય અને તે તકલીફ દૂર કરવા માટે ખાસ કરીને નાણાંની જરૂર પડે એટલે ગુજરાતીઓ હંમેશા અવ્વલ જ રહેતા હોય છે અને તેમની તોલે દેશ-વિશ્વનું એક પણ શહેર કે રાજ્ય આવી શકે નહીં તે સાચી વાત છે. આવું જ માનવતાને મહેકાવી દેતું વધુ એક કાર્ય ગુજરાતમાં થવા પામ્યું છે. ગણતરીના દિવસમાં જ 16.50 કરોડ રૂપિયાનું દાન એકઠું થઈ ગયું છે. ત્યારે ધૈર્યરાજસિંહનાં ઈલાજને શક્ય બનાવવા ભારત સરકાર દ્વારા પણ 6 કરોડની આયાત ડ્યુટીને માફ કરવામાં કરવામાં આવી છે.

મહીસાગર જિલ્લાના કનેસર ગામમાં જન્મેલા 3 મહિનાના ધૈર્યરાજસિંહ રાજદીપસિંહ રાઠોડ નામના નવજાતને એસ.એમ.એ.1(Spinal Muscular Atrophy Fact Sheet)નામની ગંભીર બીમારી હોવાનું નિદાન થયું હતું. આ બિમારીમાંથી સાજા થવા માટે ધૈર્યરાજસિંહ માટે વિદેશથી એક ઈન્જેક્શન મંગાવવું પડે તેમ હતી અને આ ઈન્જેક્શન 16 કરોડની કિંમતનું હોવાથી ધૈર્યરાજસિંહના માતા-પિતા તેને ખરીદી શકે તેવી સ્થિતિમાં નહોતા એટલા માટે તેમણે લોકો પાસેથી ઈન્જેક્શનની રકમનું દાન કરવા હાકલ કરી હતી. આ હાકલ સોશ્યલ મીડિયા પર વાયુવેગે પ્રસરી જતાં માત્ર ગણતરીના દિવસમાં જ 16.50 કરોડ રૂપિયાનું દાન એકઠું થઈ ગયું છે.

ધૈર્યરાજે જન્મજાત ગંભીર બીમારી એસએમએ-1(Spinal Muscular Atrophy Fact Sheet) સાથે જન્મ્યો છે. આ રોગની સારવાર ખૂબ મોંઘી છે, તેના માટેનું ઈજેક્શન રૂપિયા 16 કરોડમાં યુ.એસ.થી મંગાવવું પડે છે. જેની માન્યતા ડિસેમ્બર-2016માં યુ.એસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન(સ્પિનરાઝા)ને મળેલી છે. કરોડરજ્જુની આજુબાજુ પ્રવાહીમાં ઇન્જેક્શન દ્વારા સંચાલિત થાય છે. જે પ્રોટીનનું ઉત્પાદન વધારવા માટે કરવામાં આવે છે. જેના લીધે માંસ પેસીઓની હિલચાલ અને કાર્ય કરવાની શક્તિમાં પણ સુધારો કરે છે. ધૈર્યરાજસિંહનાં ઈલાજને શક્ય બનાવવા ભારત સરકાર દ્વારા 6 કરોડની આયાત ડયુટીને માફ કરવામાં આવેલ છે. ત્યારે કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને વિત્તમંત્રી નિર્મલા સીતારમણનો આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.