- ખેતીને વધુ નફાકારક બનાવવા ગુજરાત સરકારે કૃષિ યાંત્રિકીકરણ પર વિશેષ ભાર મૂક્યો: કૃષિ મંત્રી રાઘવજી પટેલ
- છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લાના 4088 ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર સહાય અપાઈ
કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ખેતીને વધુ નફાકારક બનાવીને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ગુજરાત સરકારે કૃષિ યાંત્રિકીકરણ પર વિશેષ ભાર મૂક્યો છે. તેમજ મંત્રીએ કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લાના 4,088 જેટલા ખેડૂત લાભાર્થીઓને ટ્રેકટરની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ખેતીને વધુ નફાકારક બનાવીને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ગુજરાત સરકારે કૃષિ યાંત્રિકીકરણ પર વિશેષ ભાર મૂક્યો છે.
ગુજરાતના ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારે ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકી હતી. ગુજરાતના મહત્તમ ખેડૂતો ટ્રેક્ટરથી ખેતી કરી શકે તે માટે આ વર્ષના બજેટમાં ટ્રેક્ટર પર અપાતી સહાયમાં વધારો કરીને રૂપિયા એક લાખ કરવાની જોગવાઈ કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીએ કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લાના 4,088 જેટલા ખેડૂત લાભાર્થીઓને ટ્રેકટરની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે.