Abtak Media Google News

મેક ઇન ઇન્ડિયા”આત્મનિર્ભર ભારત” વેગ આપવા ઘર આંગણે સ્પેરપાર્ટ બનાવી એ સી ,એલ,ઈ, ડી ને એસેમ્બલ કરવાનો ઉદ્યોગ વિકસાવાશે

 

આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા ના ક્ધસેપ્ટને વેગવાન બનાવવા માટે સરકાર દ્વારા ઉત્પાદન પ્રોત્સાહન આધારિત યોજના ને વધુ વેગ આપવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અત્યારે એર કન્ડિશન અને એલીડી લાઇટ બહારથી મંગાવવામાં આવે છે તેનું ઉત્પાદન કરવા માટે સરકાર દ્વારા કેટલીક પસંદ કરાયેલી કંપનીઓને એસી અને એલઈડી લાઈટ ના સ્પેરપાર્ટ ઘર આંગણે બનાવવા માટે ખાસ પ્રોત્સાહન આપશે ઉપર ટ્યુબ એલ્યુમિનિયમ ફોઇલ કમ્પ્રેસર એલીડી જીપ રજીસ્ટર આઇસી અને ફયુઝ જેવા સ્પેરપાર્ટબનાવીને ઘરઆંગણે એસેમ્બલ કરવા માટે સરકારે ઉપયોગી ચીજવસ્તુઓ નું ઘર આંગણે ઉત્પાદન વધારવા માટે ઉત્પાદન પ્રોત્સાહન યોજના અંતર્ગત 6238 કરોડ રૂપિયા નું ભંડોળ ફાળવ્યું છે નાણાકીય વર્ષ 2022થી 2029સુધીમાં દેશમાં ઘર આંગણે તમામ ચીજવસ્તુઓ ના સ્પેરપાર્ટ બનાવવામાં આવશે અને તેનાથી ઘર આંગણે એસી એલીડી લાઇટ સહિતની ચીજવસ્તુઓ નું એસેમ્બલ થશે

એસીના સ્પેરપાર્ટ બનાવતી કંપનીઓ માટે રૂપિયા 150 કરોડ રૂપિયા અને એલીડી માટે 50 કરોડ રૂપિયા ના વતની યોજનામાં 100 કરોડથી વધુનું રોકાણ અને 20 કરોડ રૂપિયા ની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે સરકારે ગયા મહિને જ ઉત્પાદન પ્રોત્સાહન યોજના અંતર્ગત એરક્ધડીશન અને એલીડી લાઇટ ના સ્પેરપાર્ટ બનાવવા ને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું હતું પ્રોડક્શન લિંક ઈનસેટ ઇન્સેંતિવસ્કીમમાં સ્પેરપાર્ટ અને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઘર આંગણે એસેમ્બલ થાય તે માટે સરકારે 238 કરોડ રૂપિયા નું ભંડોળ ઊભું કર્યું છે આ માટે સ્પેર પાર્ટ બનાવતી કંપનીઓ અને ટાર્ગેટ આપવામાં આવશે અને આ ટાર્ગેટ પૂરું કરનારને સરકાર દ્વારા ખાસ વળતર આપવામાં આવશે અરજદારે પોતે કરેલા કરાર મુજબ ની સમયમર્યાદામાં ઉત્પાદન પુરુ કરવાનું રહેશે સરકારની આ યોજનાથી ઘર આંગણે એર ક્ધડીશનર અને એલીડી ના સ્પેરપાર્ટ નું ઉત્પાદન કરવામાં આવશેઅને આ ઉત્પાદનમાં વધારો થાય તે માટે સરકારે કરેલી આ યોજના થી એર કન્ડિશન અને એલઈડી નું ઘર આંગણે થશે અત્યારે આ બંને ચીજો ચાઇના થી આવતા માલ ઉપર નિર્બળ છે આગામી દિવસોમાં સરકારની આ યોજનાથી દેશમાં એસેમ્બલ ચીજવસ્તુઓનો ઉપયોગ હરણફાળ ભરશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.