Abtak Media Google News

જામનગરના લતીપુરમાં  390 લાખના વિકાસ કામોનું મંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે ખાતમૂહૂર્ત-લોકાર્પણ

અબતક, સંજય ડાંગર, ધ્રોલ

જામનગર જિલ્લાના લતીપુર ખાતે શ્રમ અને રોજગાર પંચાયત-ગ્રામ ગ્રુહ નિર્માણ. રાજ્યમંત્રી  બ્રિજેશભાઈ મેરજાના અઘ્યક્ષ સ્થાને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ તેમજ સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રી  બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત બાદ આત્મનિર્ભર ગામડાઓ બને તે માટે સરકાર દ્વારા ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગ્રામ્ય સંસ્કૃતિના વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે.અતિવૃષ્ટિ ના સમયમાં 79 હજાર ખેડૂતોના ખાતામાં આર્થિક સહાય જમા થઈ છે જે સરકારની ખેડૂતો તથા વંચિતો માટેની હમદર્દી દર્શાવે છે.આ યાત્રા થકી ગ્રામ્ય જીવન વધુ સુગમ અને સુલભ બનશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.આત્મનિર્ભર ગ્રામ યાત્રા ધ્રોલ તાલુકાની ખારવા તથા લતીપુર સીટમાં આજરોજ આગમન થયેલ જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જામનગરની વિવિધ યોજનાઓ અંતર્ગત મનરેગા યોજનાના ખેંગારકા, હાડાટોડા, જાયવા, રાજપર ગ્રામ પંચાયતના રૂપિયા 56.00 લાખ તેમજ કાગડા, ખેંગારકા આંગણવાડી કેન્દ્રોના રૂ.14.00 લાખ સહિત કુલ 132.10 લાખના લોકાર્પણ તથા ખાતમુર્હત કરવામાં આવ્યા.

સમગ્ર યાત્રા દરમિયાન પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ  ગીતાબા જાડેજા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ જ્યંતીભાઇ કગથરા, કારોબારી અધ્યક્ષ  વસંતબેન તરાવીયા, તાલુકા ભાજપ પ્રમુખ  નવલભાઇ મુંગરા, અગ્રણી દેવાણંદભાઇ જીલરીયા,જિલ્લા કલેકટર  ડો.સૌરભ પારધી, જીલ્લા વિકાસ અધિકારી  મીહીર પટેલ, પ્રાંત અધિકારી  એચ.પી.જોષી, સહિત વિવિધ વિભાગોના અધિકારી-પદાધિકારી અને કર્મચારીઓ સહિત સરપંચઓ, લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.