Abtak Media Google News

સરકારે વધુ ૪ હજાર કરોડ ખર્ચવા પડશે

સરકારે આગામી ખરીફ સીઝન માટે પાક વીમા યોજનાનું પ્રિમીયમ ૧૨.૫ ટકાથી ઘટાડીને ર ટકા કર્યુ છે. ખેડુતોને લાભકર્તા આ પાક વીમો યોજના માટે સરકારે વધુ રૂ. ૪ હજાર કરોડ ખર્ચવા પડશે.સરકારે ખેડૂતોના લાભાર્થે ખરીફ પાક યોજના શરૂ કરી છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોમાંથી ૫૮ ટકા એટલે ૩૭૫ કરોડ ખેડૂતો જ આ પાક વીમા યોજનાનો લાભ છે.

Screenshot 3 6

કેન્દ્ર સરકાર અને રાજય સરકાર ખેડૂતોની પાક વીમા યોજના માટે સરખા ભાગે હિસ્સો આપે છે કેન્દ્ર સરકાર ખેડૂતોના પ્રીમીયમ પેટે દર વર્ષે રૂ . ૨૪ થી રપ હજાર કરોડ રકમ ખર્ચે છે. ખેડૂતો ખરીફ પાક વીમા યોજના અપનાવતા ન હોવાથી અને દર વખતે ઘટતી જતા સંખ્યાને ઘ્યાને લઇ સરકારે આ વખતે ખરીફ પાક વીમા યોજના માટેનું પ્રીમીયમ ૧૨.૫ ટકા થી ઘટાડીને માત્ર ર ટકા જ કર્યુ છે. પાક વીમાનું પ્રીમીયમ ઘટાડતા સરકારે હવે દર વર્ષે વધુ રૂ . ૪ કરોડનો ખર્ચ વધુ કરવો પડશે. આ વખતે હવામાન વિભાગ દ્વારા સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે ઓછા ખેડૂતો પાક વીમા યોજના અપનાવશે. આ વખતે દેશનું ઓછા જોખમ વાળા વિસ્તારો જેવા કે પશ્ર્ચિમ ઉત્તર પ્રદેશ, આસામ, ગુજરાત અને મઘ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોના ખેડૂતો ખરીફ પાક વીમા યોજનામાં નહીં જોડાય અથવા ઓછા જોડાશે તેમ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું.

પાક વિમા વચ્ચે ખેડુતો પરનું આર્થિક ભારણ વધે તેવી શકયતા છે. આગામી સમયમાં સરકાર દ્વારા પાક વિમો મોંઘો થાય તેવી ચર્ચા ચાલી રહી છે. આગામી સમયમાં રૂ .૪૦૦૦ કરોડ જેટલી રકમ સરકારને પાક વિમા પાછળ ખર્ચવી પડશે અલબત લાંબા સમયથી પ્રિમીયમમાં થયેલા ઉતાર-ચઢાવ સરકારની તિજોરી પર પણ ભારણ લાવી રહ્યા છે. ઉતરપ્રદેશ, આસામ, ગુજરાત અને મધ્યપ્રદેશનાં કેટલાક વિસ્તારોને ઓછા જોખમી માનવામાં આવે છે. વર્ષ ૨૦૧૬-૧૭માં ગ્રોસ પ્રિમીયમ ૨૧,૯૨૭ કરોડનું હતું. ૨૦૧૭-૧૮માં ૨૫,૩૪૭ કરોડ અને વર્ષ ૨૦૧૮-૧૯માં ૨૮,૮૭૦ કરોડ થયું હતું. દર વર્ષે પ્રિમીયમમાં સરેેરાશ ૧૧ ટકાનો વધારો જોવા મળ્યો હતો. ખેડુતનાં લાભાર્થે સરકારે ખરીફ પાક યોજના શરૂ કરી છે જેમાં છેલ્લા ત્રણ વર્ષથી ખેડુતોને લાભ મળે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. પ્રિમીયમ પેટે દર વર્ષે રૂ .૨૪ થી ૨૫ હજાર કરોડ રકમ સરકાર દ્વારા ખર્ચવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.