Abtak Media Google News

69 હેલિકોપટર, 225 મિસાઈલ અને 307 તોપની ખરીદી કરશે 

સંરક્ષણ સાધનોને અદ્યતન બનાવવા માટે સંરક્ષણ મંત્રાલય અને કેન્દ્ર સરકાર દ્વારા 70000 કરોડ રૂપિયા મંજૂર કરી દીધા છે. ત્યારે હવે સંરક્ષણ વિભાગ 69 હેલિકોપ્ટર, 225 મિસાઈલ અને 307 તોપની ખરીદી કરશે. તમામ સાધનો મેક ઇન ઇન્ડિયા હોવાનું પણ સામે આવ્યું છે જ્યારે સરક્ષણ પ્રોજેક્ટ ચાલુ થયા છે તેમાં નવી ડિઝાઇન અને તે દરેક પ્રોજેક્ટ ડેવલપમેન્ટ સ્ટેજ ઉપર જોવા મળી રહ્યા છે ત્યારે સરક્ષણ વિભાગ 60 હેલિકોપ્ટર 32 હજાર કરોડના ખર્ચે ખરીદશે જે હિન્દુસ્તાન એરોનોટિક્સ દ્વારા બનાવવામાં આવશે એટલું જ નહીં ડિફેન્સ એક વિશેષણ કાઉન્સિલે રૂપિયા 3,800 કરોડ રૂપિયા માર્ક 3 હેલિકોપ્ટર કે જે કોસ્ટ ગાર્ડ માટે ઉપયોગમાં લેવામાં આવશે તેવા નવ હેલિકોપ્ટરની ખરીદી કરશે.

બીજી તરફ 20,000 કરોડ રૂપિયાના ખર્ચે 225 બ્રહ્મમોસ મિસાઈલની ખરીદી કરશે. અવાજની ગતિ કરતા ત્રણ ઘણી ઝડપે કોઈ પણ નિશાનને ભેદી શકશે એટલું જ નહીં બ્રહ્મોસ મિસાઇલ માટે પણ અધ્યતન ટેકનોલોજી ની અમલવારી સંરક્ષણ વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે હાલ આ મિસાઈલ ની રેન્જ 290 કિમિ નિર્ધારિત કરવામાં આવી હતી જેને વધારી 450 કિમિ ની કરવામાં આવી છે જે આગામી વર્ષોમાં સરક્ષણ વિભાગને સોંપવામાં આવશે.

બીજી તરફ 3007 એડવાન્સ એટલે કે અદ્યતન તોપ ની પણ ખરીદી સરકાર 8526 કરોડ રૂપિયાના ખર્ચે કરશે જેની મહત્તમ રેન્જ 48 કિમિ સુધી નિર્ધારિત કરવામાં આવી છે આ તો ભારત ફોર જેને ટાટા એડવાન્સ સિસ્ટમના સંયુક્ત ઉપક્રમે બનાવવામાં આવશે. ગામી દિવસોમાં અન્ય દેશોના સરક્ષણ સાધનોની સાથે ભારત પણ પોતાના અતિ આધુનિક સાધનો વિકસાવશે સંરક્ષણ વિભાગને વધુ મજબૂત બનાવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.