Abtak Media Google News

લવ જેહાદના કાયદાના અમલીકરણ ઉપર રોક લગાવતા હાઈકોર્ટના હુકમને ગુજરાત સરકાર સુપ્રીમમાં પડકારશે કાયદા રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની જાહેરાત

 

અબતક રાજકોટ

ગુજરાતમાં અબળા  દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી ધર્માંતરણ કરાવતા તત્વોને કાબુમાં કરી દીકરીઓને સુરક્ષિત કરવાના મક્કમ નિર્ધાર સાથે ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલા લવજેહાદના કાયદાના અમલીકરણ ઉપર રોક લગાવતા હાઈકોર્ટના હુકમને ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો છે

કાયદાના રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં હિન્દુ સહિત તમામ વર્ગની બહેનો દીકરીઓ ને સુરક્ષિત કરવાના મક્કમ નિર્ધાર સાથે અમારી સરકાર આગળ વધી રહી છે દીકરીઓ સાથે દુર્વ્યવહાર કરનાર જેહાદી તત્વોને નાથવા માટે અમે લવ જેહાદ વિરોધી કાયદા રૂપી શસ્ત્ર રાજકીય ઇચ્છાશક્તિના પરિણામ એ આવ્યું છે નામ ધારણ કરી હિન્દુ ચિહ્નો ધારણ કરી ઓળખ આપી લોભ લાલચ કે પ્રભાવથી ફસાવીને બેન દીકરીઓ સાથે વિશ્વાસઘાત કરનાર તત્વો ના લગ્ન ઉપર રોક લગાવવાના શુભ હેતુથી રાજ્ય સરકારે ગુજરાત ધર્મ પાટણ સુધારા વિધેયક વિધાનસભામાં પસાર કરી બહેન દીકરીઓ ને સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં ઉમેર્યું હતું કે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા દીકરીઓને સુરક્ષા કવચ આપવા માટેના આ પ્રયાસો રૂપ કાયદો એ રાજકીય મુદ્દો નથી પણ દુર્વ્યવહાર પ્રત્યેની સમસ્યા અને વ્યવસ્થામાં બદલાવ લાવવાનો પ્રયાસ છે. આ કાયદાની સુધારેલી કલમ 3 મુજબ કોઈ પણ વ્યક્તિનું એક ધર્મ માંથી અન્ય ધર્મમાં  બળજબરી દબાણ દ્વારા અથવા લાલચ દ્વારા ધર્માંતરણ કરવામાં આવ્યું હોય તો તેને સજાપાત્ર ગણવાની જોગવાઇ કરવામાં આવી છે ત્યારે લવજેહાદના કાયદાના અમલીકરણ ઉપર રોક લગાવતાં હાઇકોર્ટના હુકમને પગલે ગુજરાત સરકાર આ કાયદાની સુરક્ષા માટે સુપ્રીમ કોર્ટમાં જશે તેમ તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આ સુધારા અરજી નું હાઇકોર્ટ દ્વારા સ્વીકાર્ય ન કરવામાં આવતા ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે લવ જેહાદના કાયદાને મજબૂત પણ એ અમલ્ય બનાવવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.