વેપાર ખાધની ખાઈને પહોળી કરતા ક્રૂડ અને સોના સામે સરકાર સતત હરકતમાં

દેશની આયાત એ  નિકાસથી વધે એટલે વેપાર ખાધ ઉભી થાય છે. ભારતમાં વેપાર ખાધ વધારવા પાછળ મુખ્ય ભૂમિકા ક્રૂડ અને સોનાની છે. ક્રૂડ તો જરૂરી હોય સરકાર તેમાં એક જાટકે કોઈ અઘરો નિર્ણય કઈ શકતી નથી. છતાં સરકાર તેને લઈને સતત હરકતમાં રહી છે.

બીજી તરફ સોનાની આડેધડ આયાત ઉપર તો સરકારે કડક એક્શન લીધા જ છે.   સરકારે તાજેતરમાં સોના પરની આયાત જકાત 10.75 ટકાથી વધારીને 15 ટકા કરી હતી.  આ નિર્ણય ડોલર સામે દિન-પ્રતિદિન ઝડપથી ઘટી રહેલા રૂપિયાને રોકવા માટે લેવામાં આવ્યો હતો.

ભારત વિશ્વનો બીજો સૌથી મોટો સોનાની આયાત કરનાર દેશ છે.  સોનાની આયાત કરવા માટે સરકારને મોટી માત્રામાં વિદેશી ચલણ ખર્ચવું પડે છે.  વિદેશી ચલણની આયાત અને જાવકમાં વધારાને કારણે ચાલુ ખાતાની ખાધ પર વધુ દબાણ વધે છે.  આ દબાણ ઘટાડવા માટે સરકારે આયાત ડ્યુટી વધારી જેથી આયાતમાં ઘટાડો કરી શકાય અને વિદેશી ચલણને પણ બહાર જતા અટકાવી શકાય.