Abtak Media Google News

ના ના કરતે પ્યાર તુમહિસે કર બેઠે.

ક્રિપટોની આવક માંથી ઘણા રોકાણકારો ‘કેપિટલ ગેઇન ટેકશ’ ચૂકવે છે : રેવેન્યુ સચિવ

અબતક, નવીદિલ્હી

હાલ સરકાર દ્વારા જે ગતિવિધિ જોવા મળી રહી છે તેમાં એ વાત સ્પષ્ટ થાય છે કે આગામી વર્ષના સમયગાળા દરમિયાન ક્રિપટોને માન્યતા મળી જશે. બીજી તરફ આ કરન્સી મા રોકાણ કરનારાઓની સંખ્યા અને કંસ વધારે છે ત્યારે વધુને વધુ લોકો આ કરન્સી મા રોકાણ કરે અને કોઈ પણ પ્રકારનું જોખમ ઊભું ન થાય માટે સરકાર ક્રિપટોકરન્સી ને ટેક્સના દાયરામાં લેવા માટે ની કવાયત હાથ ધરી રહ્યું છે અને આવનારા બજેટમાં ટેકશ લોમાં પણ બદલાવ આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. બીજી તરફ રેવન્યુ સચિવ તરુણ બજાજે માહિતી આપતા કહ્યું હતું કે દેશના ઘણા ખરા રોકાણકારો કેપિટલ ગેઇન ટેકશ ચૂકવે છે.

સાથોસાથ રેવન્યુ સચિવ સ્પષ્ટ માહિતી આપતા જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ ક્રિપટો મારફતે આવક ઉપાર્જિત કરતા હશે તો તેઓ તેમનો કર ભરવો જ પડશે કારણ કે ભારતમાં ક્રિપ્ટો કરન્સી તરીકે નહીં પરંતુ એસેટ તરીકે માનવામાં આવે છે. જેથી આવનારા સમયમાં જે કોઈ લોકો ક્રિપટોકરન્સી મા ટ્રેડિંગ કરતા હશે તેમાં તેઓને ફેસીલીટેટર, બ્રોકરેજ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ તરીકે માન્યતા પાસે અને તેઓને જીએસટીના દાયરામાં પણ લેવામાં આવશે. પરિણામે જ સરકાર દ્વારા આગામી શિયાળુ સત્રમાં ક્રિપટોના બિલને રજૂ કરવામાં આવશે.

છેલ્લા ઘણા સમયથી આ અંગેની જાહેર ખબરો ફિલ્મ સ્ટાર દ્વારા આપવામાં આવતી માહિતીઓ અને રોકાણ માં જે સારું વર્તન મળે છે તે સ્થિતિ સામે આવતા જ હવે ભારત દેશમાં પણ ક્રિપટો ને માન્યતા આપવામાં આવે તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે. બીજી તરફ વિશ્વના કોઈપણ દેશમાં ક્રિપટોને માન્યતા મળી નથી પરંતુ આ જ ક્ષેત્રમાં રોકાણ કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે સામે જે વળતર મળવું જોઇએ તે પણ ઝડપી મળે છે. બીજી તરફ ચાલુ સપ્તાહમાં જ ફાઇનાન્સની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા આ અંગે ની બેઠક ‘બાક’ સાથે યોજવામાં આવી હતી જેમાં તેઓ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ક્રિપ્ટને બેન નહીં પરંતુ તેને રેગ્યુલરાઈઝ કરવી જોઈએ.

તો બીજી તરફ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ ક્રિપ્ટો કરન્સી અંતર્ગત જોખમ ઊભું થશે અને નાણાંકીય વ્યવહારોમાં બદલાવ આવશે તેવું જણાવ્યું હતું પરંતુ સરકાર અને માન્યતા આપી જો તેના નીતિ નિયમો અને રેગ્યુલર બનાવે તો ઘણો ફાયદો પહોંચાડે છે અને રોકાણકારોને પણ સારું એવું વળતર મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.